gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરના કાળુભા રોડ પર આવેલા કોમ્પ્લેક્સમાં વિકરાળ આગ, 19 લોકોને રેસક્યૂ કરાયા | Massive fire breaks o…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
શહેરના કાળુભા રોડ પર આવેલા કોમ્પ્લેક્સમાં વિકરાળ આગ, 19 લોકોને રેસક્યૂ કરાયા | Massive fire breaks o…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– સવારના સમયે સમીપ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં કચરામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

– આગની ઘટનાને પગલે ભારે અફરાતરફરી, 5 ફાયર ફાયટરે, 60 કર્મીઓએ 3 કલાકની જહેમત બાદ કાબુ મેળવ્યો

ભાવનગર : શહેરના કાળુભા રોડ પર આવેલા સમીપ કોમ્પલેક્સના બેઝમેન્ટમાં આજે સવારના સમયે કચરાના ઢગલામાં આગ ભભુકી ઉઠી હતી. જે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કોમ્પ્લેક્સમાં આવેલી હોસ્પિટલ અને લેબોરેટરીને આગની લપેટમાં લઈ લીધી હતી. આ ઘટનાને લઈ અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યાંનો સંદેશો મળતા ફાયર સ્ટાફની ટીમે ત્વરિત કામગીરી કરી બાળકો સહિત ૧૯ જેટલા લોકોને લેડરની મદદ વડે રસક્યું કર્યાં હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદ્નસીબે ભાવનગરમાં મોટી દુર્ઘટના થતાં ટળી હતી.

શહેરના કાળુભા રોડ પર આવેલા હોસ્પિટલ અને લેબોરેટરી ધરાવતા સમીપ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં રહેલા કચરાના ઢગલામાં આજે સવારના સમયે આગ ભભુકી ઉઠી હતી. જે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપધારણ કરી લઈ કોમ્પ્લેક્સમાં આવેલી હોસ્પિટલ અને લેબોરેટરીને ચપેટમાં લઈ લીધી હતી. ધુમાડાના ગોટેગોટા જોઈ હોસ્પિટલમાં આવેલા દર્દીઓ અને તેમના સગાઓ તથા અન્ય લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવને લઈને શહેરમાં દુર સુધી ધુમાડો જોવા મળ્યો હતો. આગના પગલે સ્થાનિકો દ્વારા આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ આગ વિકરાળ હોવાથી સ્થાનિકો દ્વારા ભાવનગર ફાયર સ્ટાફને સવારે ૯.૪૩ કલાકે જાણ કરતા ભાવનગર મહાનગરપાલિકાની ફાયરની હેડક્વાટરની એક ટીમ સ્થળ પર પહોંચી ગયા બાદ ઝોનલ ઓફિસોની વધારાની ટીમો મળી કુલ પાંચ ફાયર ફાયટર અને ૬૦ ફાયર વિભાગના કર્મચારીઓએ સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યાં હતા. ઉપરાંત કોમ્પ્લેક્સમાં હોસ્પિટલ હોય અને તેમાં એડમિટ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા માટે ૧૦૮ની એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી હતી. જેમના મારફત હોસ્પિટલના ત્રણેય માળે આવેલી જુદી-જુદી હોસ્પિટલોમાંથી કુલ ૦૭ નવજાત બાળકો, પાંચ અન્ય પુખ્તવયના દર્દીઓ મળી કુલ ૧૯ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જેમાંથી પાંચ નવજાત બાળકો તથા પાંચ પુખ્ત વયના દર્દીઓને સર ટી. હોસ્પિટલમાં, જ્યારે અન્ય બે નવજાત બાળકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ભાવનગર મહાનગરપાલિકાની ફાયરની ટીમોએ કુલ ૧૮ હજાર લીટર પાણીનો છંટકાવ કરી ત્રણ કલાકની જહેમત બાદ આગ સંપૂર્ણ કાબુમાં લીધી હતી. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નહી સર્જાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આગના કારણે સમગ્ર કોમ્પ્લેક્સમાં ધુમાડો ફેલાયો હોવાથી કોમ્પ્લેક્સમાં રહેલા લોકોને ભારે ગુગળામણનો સામનો કરવો પડયો હતો. બીજી તરફ આ ઘટનામાં કોમ્પ્લેક્સમાં પાર્ક થયેલા ૧૨ મોટરસાયકલ, ૨ કાર પણ આગની ચપેટમાં આવી ગઈ હતી. સવારના સમયે બનેલો આગનો બનાવ ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો અને સોશિયલ મીડિયામાં ઘટનાના વીડિયો અને ફોટો વાયરલ થયાં હતા. ચીફ ફાયર ઓફિસના જણાવ્યા અનુસાર કોમ્પ્લેક્સની બાંધકામ મંજુરી અને બીયુ પરમિશન હોવાનું તથા ફાયર એનઓસી અને ફાયર સિસ્ટમ કાર્યરત હતી.

ફાયર વિભાગે લોકોને નિસરણીથી રેસ્ક્યુ કરાયા

કાળુભા રોડ પર આવેલા સમીપ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ ભભુકી ઉઠી હતી. આગ લાગવાની ઘટનાનો કોલ ફાયર બ્રિગેડને મળતા ફાયર ટીમ ત્વરિત દોડી આવી હતી અને આગ બુઝાવવાની અને આગમાં ફસાયેલા લોકોને નિસરણીની મદદ વડે રેસ્ક્યુ કરવાની કામગીરી કરી હતી. ફાયર સ્ટાફે નિસરણીથી નવજાત શિશુઓ સહિત ૧૯ લોકોને રેસ્ક્યૂ કર્યાં હતા.

ક્યાં કારણસર આગ લાગી તેની તપાસ કરશેઃકમિશનર

ભાવનગર શહેરના સમીપ કોમ્પ્લેક્સમાં આગ લાગી હોવાની જાણ થતાની સાથેજ કમિશનર એન.વી.મીના સહિતના પદાધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.અને કમિશનરે જણાવ્યું હતું કે, કોમ્પલેક્સના બેઝમેન્ટમાં પડેલા કચરામાં આગ લાગી હતી, એના ધુમાડાથી હોસ્પિટલના દર્દીઓને અસર થતાં તેમને અન્ય જગ્યાએ ખસેડાયા હતા. આગને લઈ કોઈ જાનહાનિ થઈ નથી. ક્યાં કારણસર આગ લાગી હતી તેની યોગ્ય તપાસ કરી પગલાં લેવામાં આવશે.

બિલ્ડિંગમાં ફસાયેલ નસગ સ્ટાફ અંદરથી કાચની બારીને ઠપકારી બચાવોની બૂમો પાડતો હતો

કાળુભા રોડ પર આવેલ બિલ્ડિંગમાં ભયાવહ ભભૂકી ઊઠેલી આગમાં ફસાયેલ નસગ સ્ટાફ અંદરથી કાચની બારીને ઠપકારી ખોલો અને બચાવોની બૂમો પાડતો હતો. કોમ્પલેક્સની બારીના કાચ તોડી પાંચ જેટલા બાળકો અને નસગ સ્ટાફને  રેસ્કયૂ કરવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન
GUJARAT

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

May 11, 2026
મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ
GUJARAT

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

May 11, 2026
ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી
GUJARAT

ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી

May 11, 2026
Next Post
કાશ્મીરમાં પારો ફરી ‘0’થી નીચે, શોપિયાં માઇનસ 5.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ, દિલ્હીમાં ભારે પ્રદૂષણ

કાશ્મીરમાં પારો ફરી '0'થી નીચે, શોપિયાં માઇનસ 5.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ, દિલ્હીમાં ભારે પ્રદૂષણ

આણંદ જિલ્લામાં એક જ દિવસમાં 5000 ખેડૂતોની કૃષિ સહાયની અરજીઓ મંજૂર | Agricultural assistance applicat…

આણંદ જિલ્લામાં એક જ દિવસમાં 5000 ખેડૂતોની કૃષિ સહાયની અરજીઓ મંજૂર | Agricultural assistance applicat...

પીજ ગામમાં 35 લાખના ખર્ચે બનેલી ટાંકી એક વર્ષથી બંધ | The tank built at a cost of 35 lakhs in Peej v…

પીજ ગામમાં 35 લાખના ખર્ચે બનેલી ટાંકી એક વર્ષથી બંધ | The tank built at a cost of 35 lakhs in Peej v...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહુવા પોલીસ મથકના એએસઆઈ વતી લાંચ લેતા હોમગાર્ડ જવાન સહિત 3 ઝડપાયા | 3 people including a Home Guard …

મહુવા પોલીસ મથકના એએસઆઈ વતી લાંચ લેતા હોમગાર્ડ જવાન સહિત 3 ઝડપાયા | 3 people including a Home Guard …

1 year ago
મિનિ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો પ્રારંભ, પ્રથમ દિવસે ૬૪ મેચો રમાઈ | Mini National Badminton Champ…

મિનિ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો પ્રારંભ, પ્રથમ દિવસે ૬૪ મેચો રમાઈ | Mini National Badminton Champ…

5 months ago
યુક્રેનનો રશિયા ઉપર પ્રચંડ હુમલો, બેલાસ્ટિક મિસાઈલ્સ પ્લાંટ ઉપર ડ્રોન તથા મિસાઈલ છોડયાં : 9 ગંભીર | …

યુક્રેનનો રશિયા ઉપર પ્રચંડ હુમલો, બેલાસ્ટિક મિસાઈલ્સ પ્લાંટ ઉપર ડ્રોન તથા મિસાઈલ છોડયાં : 9 ગંભીર | …

3 months ago
રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશને મળશે મોટી જવાબદારી? રાષ્ટ્રપતિ મુર્મૂ સાથે કરી મુલાકાત | rs deputy chai…

રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશને મળશે મોટી જવાબદારી? રાષ્ટ્રપતિ મુર્મૂ સાથે કરી મુલાકાત | rs deputy chai…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News