gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO | અમદાવાદ: સુભાષ બ્રિજ તિરાડ વિવાદ! 3 મહિના પહેલાંના ઇન્સ્પેક્શનની પોલ સામે આવી, રિપોર્ટ જાહેર…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
VIDEO | અમદાવાદ: સુભાષ બ્રિજ તિરાડ વિવાદ! 3 મહિના પહેલાંના ઇન્સ્પેક્શનની પોલ સામે આવી, રિપોર્ટ જાહેર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Subhash Bridge Condition In Ahmedabad : અમદાવાદનો સુભાષ બ્રિજ અચાનક બંધ થતાં શહેરના નાગરિકોમાં ચિંતા અને અસંતોષ ફેલાયો છે. બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડવાની જાણ થતાં જ AMCએ તાત્કાલિક રિપેરિંગ અને ડિટેઇલ ઇન્સ્પેક્શન માટે 4 ડિસેમ્બરથી પાંચ દિવસ માટે બ્રિજને જાહેર જનતાની અવરજવર માટે બંધ કરી દીધો છે. માત્ર બ્રિજ જ નહીં, પરંતુ તેની નીચેનો રિવરફ્રન્ટ પરનો રસ્તો પણ પોલીસે બંધ કરી દીધો છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને વૈકલ્પિક રૂટ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.

ત્રણ મહિના પહેલાંના ઇન્સ્પેક્શન સામે સવાલ

આ સમગ્ર ઘટનાએ AMC દ્વારા બ્રિજોની જાળવણી અને ઇન્સ્પેક્શનની પ્રક્રિયા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, માત્ર ત્રણ મહિના પહેલાં જ આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હોવા છતાં તેમાં તિરાડ કેવી રીતે પડી? વિપક્ષી નેતાઓએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે કોર્પોરેશન ઇન્સ્પેક્શનના દાવા કરે છે, પરંતુ તેના રિપોર્ટ્સ બહાર પાડવામાં આવ્યા નથી. હાઇકોર્ટના આદેશ છતાં, મોનસૂન પહેલાં અને પછીના ઇન્સ્પેક્શનના રિપોર્ટ્સ જાહેર ન થતાં સત્તાવાળાઓની કામગીરી સામે શંકા પેદા થઈ છે.

વિઝ્યુઅલ ઇન્સ્પેક્શ કરાયું હતું-વિપક્ષ

વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો છે કે કોર્પોરેશન માત્ર “વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન” કરીને જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. તેમના મતે, હેમરિંગ ટેસ્ટ, લોડ ટેસ્ટ, વાઇબ્રેશન ટેસ્ટ જેવા કોઈ ટેકનિકલ ટેસ્ટ કરવામાં આવ્યા નથી. જો આવા ટેસ્ટ કરાયા હોત, તો બ્રિજની આ હાલત ન થઈ હોત. વિપક્ષે તમામ 82 બ્રિજના ઇન્સ્પેક્શન રિપોર્ટ જાહેર કરવાની માંગ કરી છે. નાગરિકોમાં પણ અસંતોષ છે કે શું વાસ્તવિક ટેક્નિકલ ચકાસણી કરવામાં આવી હતી કે નહીં. ઇન્સ્પેક્શન માટે ચોરસ મીટર દીઠ 120 રૂપિયાના ખર્ચે ચાર કંપનીઓ એક જ ભાવમાં કામ કરવા તૈયાર હતી, જે પ્રક્રિયાની પારદર્શકતા પર શંકા ઊભી કરે છે.

AMCનું રટણ: ‘રિપોર્ટ આવ્યા બાદ નિર્ણય લેવાશે’

જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીને આ સમગ્ર ઘટના અંગે સવાલો પૂછવામાં આવ્યા, ત્યારે તેઓ વિપક્ષના આક્ષેપો કે જૂના ઇન્સ્પેક્શન રિપોર્ટની પારદર્શકતા મુદ્દે કોઈ સ્પષ્ટ જવાબ આપી શક્યા નહીં. તેમનું સતત એક જ રટણ રહ્યું કે, “રિપોર્ટ આવ્યા બાદ નિર્ણય લેવાશે.” આજે શુક્રવારે, તેમણે જણાવ્યું હતું કે હાલ પાંચ દિવસ માટે બ્રિજ બંધ કરાયો છે, પરંતુ રિપોર્ટના તારણ બાદ વધુ સમય માટે બંધ રાખવો કે નહીં તે અંગે નિર્ણય લેવાશે. સાથે જ તેમણે ખાતરી આપી હતી કે વાહનચાલકોને હાલાકી ન પડે તે માટે ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે.

ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર અને હાલાકી

બ્રિજ બંધ થતાં ગઈકાલે ગુરુવારે જ ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. આ મુદ્દે પોલીસ કમિશ્નર જી. એસ. માલિકે સ્થળની મુલાકાત લીધી હતી અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ટ્રાફિક વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી. સુભાષ બ્રિજની નીચેનો રિવરફ્રન્ટનો રસ્તો પણ બંધ કરાતાં લોકોને બેવડી હાલાકી પડી રહી છે. ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને નગરજનોને તકલીફ ન પડે તે માટે એડિશનલ ટ્રાફિક ફોર્સ તૈનાત કરાશે.

2024નો સ્ટ્રક્ચર્સ રિપોર્ટ- સુભાષ બ્રિજની દીવાલોમાં તિરાડોનો ઉલ્લેખ?

AMCના સૂત્રો મુજબ, માર્ચ 2025 પછી 16 બ્રિજ અને બે ફૂટ ઓવરબ્રિજ માટે ડિસ્ટ્રક્ટિવ અને નોન-ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ સહિત વિગતવાર ઇન્સ્પેક્શન કરવામાં આવ્યા હતા. જોકે, સુભાષ બ્રિજ આ વિગતવાર ટેસ્ટ થયેલા પુલોની યાદીમાં સામેલ હતો કે કેમ, તે અંગે કોઈ સ્પષ્ટ સત્તાવાર માહિતી જાહેર કરાઈ નથી. એક રિપોર્ટ મુજબ, 2024માં 69 સ્ટ્રક્ચર્સના પ્રારંભિક રિપોર્ટના આધારે જાળવણી શરુ કરવામાં આવી હતી, જેમાં ‘સુભાષ બ્રિજ’ પણ દીવાલોમાં તિરાડો ધરાવતા પુલોની યાદીમાં સામેલ હતો.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ પડતાં 5 દિવસ બંધ, ટ્રાફિક જામ સર્જાયો, જાણો વૈકલ્પિક રૂટ

બેદરકારીનું પુનરાવર્તન? રિપોર્ટ જાહેર કરે AMC

વિશાલા બ્રિજનું ઉદાહરણ તાજું છે, જેને 15 મહિનાના સમારકામ બાદ ફરીથી હેવી વાહનો માટે બંધ કરવો પડ્યો હતો. હવે સુભાષ બ્રિજમાં તિરાડ પડવાની ઘટનાએ સવાલ ઊભો કર્યો છે કે શું આ અમદાવાદના બ્રિજોની જાળવણીમાં થઈ રહેલી વહીવટી અને ટેકનિકલ બેદરકારીનું પ્રતિબિંબ તો નથી ને? નગરજનો અને વિપક્ષની માંગ છે કે કોર્પોરેશન તાત્કાલિક તમામ બ્રિજોના ઇન્સ્પેક્શન રિપોર્ટ જાહેર કરે અને બ્રિજની ગુણવત્તા ચકાસણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.

ઉલ્લેખનીય છે કે વડોદરાની ગંભીરા બ્રિજની ઘટના બાદ AMC કમિશ્નરે 15 વર્ષથી વધુ જૂના તમામ પુલોના વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનનો આદેશ આપ્યો હતો, જેમાં સુભાષ બ્રિજનો પણ સમાવેશ થતો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં મીટર પેનલમાં આગની ઘટનાથી દ…
GUJARAT

જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં મીટર પેનલમાં આગની ઘટનાથી દ…

May 12, 2026
ગોત્રીમાં વીજળી ગુલ થતા લોકોનો આક્રોશ : લક્ષ્મીપુરા સબ સ્ટેશન પર હોબાળો, કચેરીમાં સૂઈ જઈ વિરોધ | Peo…
GUJARAT

ગોત્રીમાં વીજળી ગુલ થતા લોકોનો આક્રોશ : લક્ષ્મીપુરા સબ સ્ટેશન પર હોબાળો, કચેરીમાં સૂઈ જઈ વિરોધ | Peo…

May 12, 2026
અમદાવાદ: વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરનાર મુખ્ય આરોપી ઝડપાયો, પોલીસે કાઢ્યો વરઘોડો | Main Accused in…
GUJARAT

અમદાવાદ: વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરનાર મુખ્ય આરોપી ઝડપાયો, પોલીસે કાઢ્યો વરઘોડો | Main Accused in…

May 12, 2026
Next Post
એક જ દિવસમાં ઈન્ડિગોની 1000 ફ્લાઈટ્સ રદ: સંકટ પર CEOની પ્રથમ પ્રતિક્રિયા, માફી માંગી | IndiGo Cancel…

એક જ દિવસમાં ઈન્ડિગોની 1000 ફ્લાઈટ્સ રદ: સંકટ પર CEOની પ્રથમ પ્રતિક્રિયા, માફી માંગી | IndiGo Cancel...

10 મિનિટ ડિલિવરી મોડલ સમાપ્ત કરવા માંગ, AAP સાંસદે કહ્યું- જીવ જોખમમાં મૂકે છે ગિગ વર્કર્સ | End 10 …

10 મિનિટ ડિલિવરી મોડલ સમાપ્ત કરવા માંગ, AAP સાંસદે કહ્યું- જીવ જોખમમાં મૂકે છે ગિગ વર્કર્સ | End 10 ...

ઈન્ડિગો વિરૂદ્ધ તપાસના આદેશ, સરકારે બનાવી કમિટી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું- ‘ઉચ્ચ-સ્તરીય તપાસ શરૂ’ | …

ઈન્ડિગો વિરૂદ્ધ તપાસના આદેશ, સરકારે બનાવી કમિટી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું- 'ઉચ્ચ-સ્તરીય તપાસ શરૂ' | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

3 ઈસમોએ યુવાનની જમીન પચાવી પાડી લેન્ડ ગ્રેબિંગ કર્યું | 3 men committed land grabbing by grabbing th…

3 ઈસમોએ યુવાનની જમીન પચાવી પાડી લેન્ડ ગ્રેબિંગ કર્યું | 3 men committed land grabbing by grabbing th…

2 months ago
લોકો ખખડધજ રસ્તાથી પરેશાન હોય કોંગ્રેસે ખાડોદરા દર્શન યાત્રા યોજી | Congress organizes Khadodara Dar…

લોકો ખખડધજ રસ્તાથી પરેશાન હોય કોંગ્રેસે ખાડોદરા દર્શન યાત્રા યોજી | Congress organizes Khadodara Dar…

8 months ago
બાંધકામમાં કોંક્રિટની સાથે સ્ટીલની જગ્યાએ વાંસ અને નેતરના ઉપયોગનો સફળ અખતરો | bamboo can be used ins…

બાંધકામમાં કોંક્રિટની સાથે સ્ટીલની જગ્યાએ વાંસ અને નેતરના ઉપયોગનો સફળ અખતરો | bamboo can be used ins…

10 months ago
ગોધરા નજીક રેલવે ટ્રેક ધોવાઈ જતાં મોટી દુર્ઘટના ટળી, કલાકો સુધી ટ્રેન મોડી પડતાં મુસાફરો હેરાન | Maj…

ગોધરા નજીક રેલવે ટ્રેક ધોવાઈ જતાં મોટી દુર્ઘટના ટળી, કલાકો સુધી ટ્રેન મોડી પડતાં મુસાફરો હેરાન | Maj…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News