ગુજરાતી ગઝલના સર્જક અને ગુજરાતના જાણીતા કવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે આજે 22 નવેમ્બરે વહેલી સવારે નિધન થયું. છેલ્લા બે-ત્રણ દિવસથી હાર્ટને લઈને અમદાવાદની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. આ સારવાર દરમિયાન જ કવિ રાજેન્દ્ર શુક્લએ છેલ્લા શ્વાસ લીધા. અંતિમ યાત્રા સાંજે 6 વાગ્યે તેમના નિવાસ્થાનથી થલતેજ સ્મશાન સુધી નીકળશે.કવિ શબ્દોનું સર્જન કરે છે, પરંતુ સાચો સર્જક શબ્દોની પાર રહેલી અનુભૂતિને વાચા આપે છે. રાજેન્દ્ર શુકલનું સર્જન ગુજરાતી કાવ્યજગતમાં આવી જ એક સંવેદનાત્મક અનુભૂતિ છે.જન્મ : 12 ઓક્ટોબર, 1942
જન્મસ્થળ : બાંટવા, જૂનાગઢ જિલ્લો
ક્ષેત્ર : ગુજરાતી કવિતા અને ગઝલ
અભ્યાસ : સંસ્કૃત અને પ્રાકૃતમાં બી.એ. અને એમ.એ., મુખ્ય સન્માનો : 2005 – નરસિંહ મહેતા એવોર્ડ, 2006 – રણજિતરામ સુવર્ણ ચંદ્રક,2007 – સાહિત્ય અકાદમી પુરસ્કાર (ગઝલસંહિતા માટે),2007 – નર્મદ સુવર્ણચંદ્રક,
તેમના જાણીતા કાવ્યસંગ્રહો: કોમલ રિષભ (1970),સ્વવાચકની શોધ, અંતરગાંધાર (1981), ગઝલસંહિતા (ભાગ 1થી 5, 2005) તેમણે છાંદસ, અછાંદસ કાવ્યો અને ગીતો પણ લખ્યા હતાં. ગુજરાતી ગઝલને ઊંચી કાવ્યાત્મક અભિવ્યક્તિ આપનારા સર્જકોમાં તેમનું વિશિષ્ટ સ્થાન છે. રચનાનું મુખ્ય વિષયવસ્તુ
અસ્તિત્વની શોધ – પોતાના આંતરિક સ્વરૂપ અને આત્માની ઓળખ. પ્રકૃતિનું સૌંદર્ય – પ્રકુતિનાં સૂક્ષ્મ તત્વોમાં જીવનદર્શન. પ્રેમ અને સંવેદના – માનવીય સંબંધોની ઊંડાઈ.અધ્યાત્મ અને આત્મચિંતન – જીવનના શાશ્થત સત્યની શોધ.
મૌન અને એકાંત – મૌન દ્રારા વ્યક્ત થતી સં

મૌન અને એકાંત – મૌન દ્રારા વ્યક્ત થતી સંવેદનાઓ.
પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ
સમયના કોઇ પણ થરે હું મળીશ જ
રિપોર્ટર ડૉ. કિંજલ પંચાલ અમદાવાદ