gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મંદિરના રૂપિયા ભગવાનના છે, બેન્કોને બેઠી કરવા વાપરી શકાય નહીં : સુપ્રીમ | Temple money belongs to Go…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in INDIA
0 0
0
મંદિરના રૂપિયા ભગવાનના છે, બેન્કોને બેઠી કરવા વાપરી શકાય નહીં : સુપ્રીમ | Temple money belongs to Go…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મંદિરો-ધાર્મિક સ્થળોના નાણાંના ઉપયોગ અંગે કોર્ટનો ચૂકાદો મહત્વપૂર્ણ

– કેરળની બે સહકારી બેન્કોને થિરુનેલી મંદિર દેવસ્વોમની મેચ્યોર એફડીના નાણાં પરત કરવા સુપ્રીમનો નિર્દેશ

– સહકારી બેન્કોમાં ઓછા વ્યાજના બદલે વધુ વ્યાજ મેળવવા રાષ્ટ્રીયકૃત બેન્કોમાં એફડી મૂકવી એ વધુ વ્યવહારુ : સુપ્રીમ 

નવી દિલ્હી : મંદિરમાં ભગવાનને ચઢાવવામાં આવતા રૂપિયા તેમના જ છે અને આ નાણાં સહકારી બેન્કોને બેઠી કરવા માટે વાપરી શકાય નહીં તેમ સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું. કેરળના થિરુનેલી મંદિર દેવસ્વોમના કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આપેલો આ ચૂકાદો દેશભરમાં મંદિરો અને ધાર્મિક સ્થળોના નાણાંના સંચાલન તથા સુરક્ષિત રોકાણ માટે મહત્વનો દાખલો બની શકે છે.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીની બેન્ચે શુક્રવારે કેરળના થિરુનેલી મંદિર દેવસ્વોમ મંદિરની એફડીને પાછી આપવાના કેસની સુનાવણી કરી હતી. કેટલીક સહકારી બેન્કોએ કેરળ હાઈકોર્ટના મંદિરને તેની એફડી પાછી આપવાના ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સવાલ કર્યો કે, તમે મંદિરના રૂપિયાનો ઉપયોગ કરીને બેન્કોને બચાવવા માગો છો? મંદિરના રૂપિયાનો ઉપયોગ માંડ ચાલી રહેલી સહકારી બેન્કોમાં રાખવાના બદલે વધુ વ્યાજ આપતી રાષ્ટ્રીકૃત બેન્કમાં રાખવાનો આદેશ આપવામાં ખોટું શું છે? તેમણે કહ્યું કે, મંદિરના રૂપિયા દેવતાના છે. તેથી, આ રૂપિયાનો ઉપયોગ માત્ર મંદિરના હિતો બચાવવા સુરક્ષિત રીતે કરવો જોઈએ. આ રૂપિયા માંદી પડેલી સહકરી બેન્કો માટે આવક વધારવા અથવા તેમના ગુજરાન ચલાવવાના સ્રોત તરીકે કરી શકાય નહીં.

મનંતવાડી સહકારી ઓપરેટિવ અર્બન સોસાયટી લિમિટેડ અને થિરુનેલી સર્વિસ સહકારી બેન્ક લિ.એ કેરળ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કેરળ હાઈકોર્ટે પાંચ સહકારી બેન્કોને દેવાસ્વોમની ફિક્સ્ડ ડીપોઝિટ બંધ કરવા અને બે મહિનાની અંદર સંપૂર્ણ રકમ પાછી કરવા નિર્દેશ આપ્યા હતા, કારણ કે બેન્કોએ મેચ્યોર ડિપોઝીટના નાણાં આપવાનો વારંવાર ઈનકાર કરી દીધો હતો. કેરળ હાઈકોર્ટે અચાનક આપેલા નિર્દેશોથી મુશ્કેલી પડી રહી હોવાની સહકારી બેન્કોની દલીલ સુપ્રીમ કોર્ટની બેન્ચે સ્વીકારી નહોતી.

બેન્ચે કહ્યું કે, બેન્કે લોકો વચ્ચે પોતાની વિશ્વસનીયતા બનાવવી જોઈએ. તમે ગ્રાહક અને ડિપોઝિટ નથી લાવી શકતા તો તે તમારી સમસ્યા છે. સુપ્રીમ કોર્ટે સહકારી બેન્કોની અરજી પર વિચારણા કરવાનો જ ઈનકાર કરી દીધો હતો. બેન્ચે કહ્યું કે, કોઈ બેન્ક આર્થિક તંગીમાં હોય અને મેચ્યોર થયેલી એફડી પણ પરત આપી શકતી ના હોય તો મંદિરના રૂપિયા સહકારી બેન્કમાં રાખવાનો શું તર્ક છે? તેના બદલે મંદિર આ નાણાં રાષ્ટ્રીયકૃત બેન્કોમાં જમા કરાવી શકે છે, જેમાં તેમને વધુ વ્યાજ મળે છે. જોકે, સુપ્રીમે સહકારી બેન્કોને કેરળ હાઈકોર્ટના આદેશોનું પાલન કરવા માટે વધુ સમય મેળવવા હાઈકોર્ટમાં જવાની છૂટ આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
એન્ડ્રોઈડ 13થી 16 સુધીના કરોડો મોબાઈલ યુઝર્સ પર હેકિંગનો ખતરો

એન્ડ્રોઈડ 13થી 16 સુધીના કરોડો મોબાઈલ યુઝર્સ પર હેકિંગનો ખતરો

૪૭૭ કરોડના મેફેડ્રોન પ્રકરણમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in Rs 477 …

૪૭૭ કરોડના મેફેડ્રોન પ્રકરણમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in Rs 477 ...

ભારત રશિયા વચ્ચે 100 અબજ ડોલરના વેપાર કરાર | India Russia sign 100 billion trade deal

ભારત રશિયા વચ્ચે 100 અબજ ડોલરના વેપાર કરાર | India Russia sign 100 billion trade deal

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રીલંકામાં દેવદૂત બની ભારતીય સેના: ફિલ્ડ હોસ્પિટલ બનાવી 1250 ઈજાગ્રસ્તોની સારવાર કરી | indian army …

શ્રીલંકામાં દેવદૂત બની ભારતીય સેના: ફિલ્ડ હોસ્પિટલ બનાવી 1250 ઈજાગ્રસ્તોની સારવાર કરી | indian army …

7 months ago
આનંદનગરના રોહીદાસ ચોકમાં જાહેરમાં જુગાર રમતા 15 ઝડપાયા | 15 arrested for gambling in public at Rohid…

આનંદનગરના રોહીદાસ ચોકમાં જાહેરમાં જુગાર રમતા 15 ઝડપાયા | 15 arrested for gambling in public at Rohid…

1 year ago
અમેરિકા સાથે વિસ્તૃત વેપાર કરારથી ભારતની નિકાસમાં વધારો થવાની અપેક્ષા | Expanded trade agreement wit…

અમેરિકા સાથે વિસ્તૃત વેપાર કરારથી ભારતની નિકાસમાં વધારો થવાની અપેક્ષા | Expanded trade agreement wit…

1 year ago
ફાઇનાન્સીયલ એડવાઇઝરને ડીજીટલ એરેસ્ટ કરીને ૫૮ લાખ પડાવી લેવાયા | Ahmedabad cyber crime branch reporte…

ફાઇનાન્સીયલ એડવાઇઝરને ડીજીટલ એરેસ્ટ કરીને ૫૮ લાખ પડાવી લેવાયા | Ahmedabad cyber crime branch reporte…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News