gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઈન્ડિગોનું સંકટ અચાનક નથી આવ્યું, પરંતુ ‘ગણતરીપૂર્વક ઘડાયેલું કાવતરું’! એરલાઈન્સ પર ગંભીર આરોપ | Ind…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in INDIA
0 0
0
ઈન્ડિગોનું સંકટ અચાનક નથી આવ્યું, પરંતુ ‘ગણતરીપૂર્વક ઘડાયેલું કાવતરું’! એરલાઈન્સ પર ગંભીર આરોપ | Ind…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IndiGo Crisis:  ભારતની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગોનું સંકટ રાષ્ટ્રીય જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરનો મુદ્દો બની ચૂક્યો છે. ભારતમાં 90થી વધુ શહેરો અને વિદેશમાં 40થી વધુ શહેરોમાં સેવા પૂરી પાડતી આટલી મોટી વિમાની કંપની લગભગ એક સપ્તાહથી ગંભીર સંકટનો સામનો કરી રહી છે. તેના કારણો જે પણ હોય, પરંતુ ઈન્ડિગો પર આરોપ છે કે કંપનીએ જાણી જોઈને એની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને સાચવી લીધી અને ઘરેલુ ફ્લાઇટ્સને રઝળાવી દીધી. 

ચાલો, જાણીએ કે આવો આરોપ કયા કારણસર લાગ્યો છે. 

સોશિયલ મીડિયા પર ઉઠ્યા સવાલ, ‘કાવતરા’નો આરોપ 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં ગંભીર આરોપ મૂકાયો છે કે, ઈન્ડિગો દ્વારા ફ્લાઇટ રદ કરવાની પ્રક્રિયા ‘રાતોરાત સર્જાયેલી અરાજકતા’ નથી, પરંતુ એક ‘ગણતરીપૂર્વક કરાયેલું કાવતરું’ છે. આ પોસ્ટમાં દાવો કરાયો છે કે એરલાઇને તેની નફાકારક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને જાણી જોઈને ‘સુરક્ષિત’ રાખી છે, અને ઓછા માર્જિનવાળી સ્થાનિક  ફ્લાઇટ્સનું બલિદાન આપ્યું છે. આવો ગંભીર આરોપ લગાવનાર પોસ્ટ વાયરલ થઈ ગઈ છે.

ઈન્ડિગોનું સંકટ અચાનક નથી આવ્યું, પરંતુ ‘ગણતરીપૂર્વક ઘડાયેલું કાવતરું’! એરલાઈન્સ પર ગંભીર આરોપ 2 - image

કાવતરાનો આરોપ મૂકીને કેવા કારણો અપાયા છે?

આ પોસ્ટમાં આરોપ લગાવનારે નીચે મુજબના કારણો આપીને તર્ક કર્યો છે.

– આંતરરાષ્ટ્રીય રૂટ્સ અમેરિકન ડોલર્સમાં આવક થાય છે, તેથી કંપનીને વધુ નફો મળે છે. 

– આંતરરાષ્ટ્રીય રૂટ્સમાં ફ્યુલનો ખર્ચ ઓછો આવે છે. 

– આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવાથી વિદેશી નિયમો લાગુ પડતા હોય છે અને એને આધારે મુસાફરોને મોટું વળતર આપવાનું જોખમ હોય છે. 

આવા બધા કારણોસર ઈન્ડિગોએ સ્થાનિક રૂટ્સના ભોગે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને સાચવી લીધી છે. 

નિષ્ણાતો અને યુઝર્સની પ્રતિક્રિયા

આ આરોપને બળ મળે એવી પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા પર મળી છે. કોઈકે આ સમગ્ર મુદ્દાને ‘ઇન્ડિયો દ્વારા રચેલી કાલ્પનિક વાર્તા’ કહ્યું છે, તો કોઈકે એને ‘ઈન્ડિગોની સુસંગઠિત વ્યૂહરચના’ તરીકે વર્ણવી છે. હવાઈ ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાતોને પણ આ આરોપમાં દમ લાગે છે. 

આ આરોપ બાબતે ઈન્ડિગોએ શું કહ્યું?

આ આરોપની સત્યતા ચકાસી શકાઈ નથી. પરંતુ ઈન્ડિગોએ પણ આ આરોપ બાબતે હજુ સુધી કોઈ પ્રતિભાવ આપ્યો નથી. સોશિયલ મીડિયા પર લાગેલા આ આરોપે ગ્રાહકોના હિતો બાબતે મહત્ત્વના પ્રશ્નો ઉઠાવ્યા છે.

પાયલટ ડ્યુટી નિયમોમાં થયેલા ફેરફારોએ સર્જી  સમસ્યા 

ઈન્ડિગોએ આ વ્યાપક વિક્ષેપનું કારણ પાયલટ ડ્યુટી નિયમોમાં કરાયેલા ફેરફારોને ગણાવ્યા છે. પાયલટને વધુ આરામ મળી શકે (અને એને પગલે ફ્લાઇટ વધુ સલામત બને) એ માટે પાયલટના ફરજિયાત આરામનો સમય સપ્તાહના 36 કલાક વધારીને 48 કલાક કરાયો હતો. ઈન્ડિગોના મતે 1 નવેમ્બરથી લાગુ કરાયેલા આ નિયમના અમલમાં ‘ખોટી સમજણ અને આયોજનમાં ખામી’ના કારણે આ સ્થિતિ સર્જાઈ. આ ફેરફારને કારણે ક્રૂ શેડ્યુલિંગ (સ્ટાફના વ્યવસ્થાપન) અને ફ્લાઇટ્સના સમયપત્રક પર નોંધપાત્ર અસર પડી, જેને કારણે ઘણી ફ્લાઇટ્સ માટે પાયલટ ઉપલબ્ધ નહોતા થઈ શક્યા. 

ઉડ્ડયન મંત્રાલયે ઈન્ડિગોને ઠપકો આપ્યો

નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ ઈન્ડિગોના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક બોલાવી હતી. આ દરમિયાન એરલાઇને રદ કરાયેલી ફ્લાઈટ્સના આંકડા રજૂ કર્યા અને ક્રૂ પ્લાનિંગ, ફ્લાઈટ ડ્યુટી ટાઈમ લિમિટેશન્સને લગતા નિયમો તેમજ હવામાન સંબંધિત અવરોધોને કારણભૂત ગણાવ્યા. 

ઈન્ડિગોનું સંકટ અચાનક નથી આવ્યું, પરંતુ ‘ગણતરીપૂર્વક ઘડાયેલું કાવતરું’! એરલાઈન્સ પર ગંભીર આરોપ 3 - image

જો કે, નાયડુએ સ્થિતિને હેન્ડલ કરવાની એરલાઇનની રીત બાબતે સ્પષ્ટ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ઈન્ડિગો પાસે નવા નિયમો મુજબ વ્યવસ્થા ઊભી કરવા માટે પૂરતો સમય હતો. તેમણે ઈન્ડિગોને તાત્કાલિક સંચાલન સામાન્ય કરવા અને ભાડાંમાં કોઈ વધારો ન થાય તેની ખાતરી રાખવાની સૂચના આપી હતી. મુસાફરોની તકલીફ ઓછી થાય એ માટે નાયડુએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) ને તથા તમામ એરપોર્ટ ડિરેક્ટરોને જમીની સ્થિતિનું સતત નિરીક્ષણ કરવા અને ફસાયેલા તમામ મુસાફરોને જરૂરી સગવડો અને સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યા છે. આમ છતાં, અનેક મુસાફરોએ જે તે સ્થળે પહોંચવા માટે ભાડારૂપે ખૂબ ઊંચી રકમ ચૂકવવી પડી. 

ઈન્ડિગોએ મુસાફરોની માફી માંગી 

ઈન્ડિગોએ ‘X’ પર મુસાફરોની જાહેર માફી માંગી છે અને સ્થિતિ સામાન્ય બનાવવા માટે તેમના તમામ પ્રયાસો ચાલુ રાખવાનું વચન આપ્યું છે. એરલાઇને જણાવ્યું છે કે, 8 ડિસેમ્બર સુધી વધુ ફ્લાઇટ રદ થવાની શક્યતા છે, પરંતુ એ પછી ધીમે ધીમે સ્થિરતા આવી જશે. ખાસ કરીને 10 ફેબ્રુઆરી સુધીમાં સંપૂર્ણ ફ્લાઈટ ઓપરેશન રાબેતા મુજબ થઈ જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મતગણતરી પહેલા TMCને આશંકા ! ચૂંટણી પંચના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી | TMC Moves Suprem…
INDIA

મતગણતરી પહેલા TMCને આશંકા ! ચૂંટણી પંચના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી | TMC Moves Suprem…

May 1, 2026
CM ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ, વિપક્ષનો જોરદાર હોબાળો | Partap Singh B…
INDIA

CM ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ, વિપક્ષનો જોરદાર હોબાળો | Partap Singh B…

May 1, 2026
અમેરિકાથી આવશે અબજો ડૉલર! 11 મેથી ટૅરિફ રિફંડ, જાણો ભારતને મળશે કેટલા હજાર કરોડ | Us To Refund 166 B…
INDIA

અમેરિકાથી આવશે અબજો ડૉલર! 11 મેથી ટૅરિફ રિફંડ, જાણો ભારતને મળશે કેટલા હજાર કરોડ | Us To Refund 166 B…

May 1, 2026
Next Post
બાબરી મસ્જિદ નિર્માણ વિવાદ વચ્ચે મમતા બેનર્જીનું નિવેદન, કહ્યું- ‘નફરત ફેલાવનારા સામે લડાઈ ચાલુ રહેશ…

બાબરી મસ્જિદ નિર્માણ વિવાદ વચ્ચે મમતા બેનર્જીનું નિવેદન, કહ્યું- 'નફરત ફેલાવનારા સામે લડાઈ ચાલુ રહેશ...

હવે ઓફિસ બાદ બૉસના કોલ-મેઈલને કરી શકશો ઈગ્નોર? લોકસભામાં રજૂ થયું ‘રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ’ | no call…

હવે ઓફિસ બાદ બૉસના કોલ-મેઈલને કરી શકશો ઈગ્નોર? લોકસભામાં રજૂ થયું 'રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ' | no call...

ચિંતાની વાત નથી, અમે વિપક્ષમાં હતા ત્યારે સ્થિતિ જુદી હતી: ગગડતા રૂપિયા અંગે સીતારમણનો જવાબ | Nirmal…

ચિંતાની વાત નથી, અમે વિપક્ષમાં હતા ત્યારે સ્થિતિ જુદી હતી: ગગડતા રૂપિયા અંગે સીતારમણનો જવાબ | Nirmal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાળકોમાં મોબાઈલનું વળગણ વધ્યું, દરરોજનો સ્ક્રીન ટાઈમ 3 કલાક, 82% બાળકોને મોબાઈલ વગર નથી ચાલતું | Mobile Addiction Rising Among Kids: Daily Screen Time Hits 3 Hours in Rural Gujarat

6 months ago
LICની સુપરહિટ સ્કીમ : દર મહિને 7000ની કમાણી પાક્કી, 10 પાસને પણ મળશે ફાયદો | LIC Bima Sakhi Yojana: …

LICની સુપરહિટ સ્કીમ : દર મહિને 7000ની કમાણી પાક્કી, 10 પાસને પણ મળશે ફાયદો | LIC Bima Sakhi Yojana: …

5 months ago
વિરમગામમાં ઉપવાસ આંદોલન પર ઉતરેલા ભાજપના સદસ્યએ પારણા કર્યાં | BJP member who went on a hunger strik…

વિરમગામમાં ઉપવાસ આંદોલન પર ઉતરેલા ભાજપના સદસ્યએ પારણા કર્યાં | BJP member who went on a hunger strik…

8 months ago
હોળી પર દેશમાં રૂ. 80,000 કરોડના બમ્પર ટર્નઓવર થવાની ધારણા | A bumper turnover of Rs 80 000 crore is…

હોળી પર દેશમાં રૂ. 80,000 કરોડના બમ્પર ટર્નઓવર થવાની ધારણા | A bumper turnover of Rs 80 000 crore is…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News