
Goa Blast and Fire News : ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા ‘બિર્ચ બાય રોમિયો લેન’ નામના એક રેસ્ટોરન્ટ-કમ-નાઇટ ક્લબમાં મોડી રાત્રે સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગણતરીની સેકન્ડોમાં આગ એટલી ભયંકર રીતે ફેલાઈ ગઈ કે લોકોને બહાર નીકળવાનો સમય પણ ન મળ્યો. આ ભીષણ આગે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. આ દર્દનાક દુર્ઘટનામાં 23 લોકોના મોત થયા છે, જેમાંથી 20 લોકોનો શ્વાસ રૂંધાવાથી જ્યારે ત્રણ લોકો જીવતા સળગી જવાથી મૃત્યુ પામ્યા છે.










