
– અંદરથી ખોખલી થઈ રહેલી એરલાઈનની દર્દનાક કહાની
– કંપનીના ટોચના અધિકારીઓ વિદેશમાં ઊડી રહ્યા હતા ત્યારે પાયલટો એક કલાકના આરામ માટે તરસી રહ્યા હતા
નવી દિલ્હી: ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો તાજેતરમાં ફ્લાઈટ સંકટ ઉપરાંત એક વાયરલ ખુલા પત્રને કારણે પણ ચર્ચામાં છે, જે એરલાઈનના જ એક કર્મચારીએ લખ્યો છે. આ પત્ર કંપનીની અંદર વર્ષોથી એકત્ર થતા તણાવ, કામ કરવાની ખરાબ પરિસ્થિતિ, વ્યવસ્થાગત ઉપેક્ષા અને ભયના વાતાવરણની માર્મિક સાબિતી પૂરે છે. કર્મચારીનો દાવો છે કે ઈન્ડિગોનું આજનું સંકટ કોઈ અચાનક ઊભી થયેલી સમસ્યા નથી, પણ વર્ષોથી જારી દમનકારી કાર્ય સંંસ્કૃતિ અને ચેતવણીઓની ઉપેક્ષાનું પરિણામ છે.










