Gandhinagar News: જિલ્લા નિરીક્ષક જમીન દફતર વર્ગ-1 અને વર્ગ-2 કક્ષાના અધિકારીઓને ઉચ્ચ સંવર્ગમાં બઢતી આપવામાં આવી છે. 5 અધિકારીઓને નાયબ નિયામક જમીન દફતર સંવર્ગ-1માં બઢતી અપાઈ છે. જેમાં હાલનું મૂળ પગાર ધોરણ (પે મેટ્રીક્ષ લેવલ): 56,100 થી 1,77,500 (લેવલ-10) માંથી નાયબ નિયામક, જમીન દફતર (Deputy Director, Land Records), વર્ગ-1 બઢતી બાદનું પગાર ધોરણ (પે મેટ્રીક્ષ લેવલ): 78,800 થી 2,09,200 (લેવલ-12 ) મુજબ કરવામાં આવ્યું છે. સાથે બઢતી હંગામી ધોરેણે હોવાનો પણ પરિપત્રમાં ઉલ્લેખ છે.

બીજી તરફ જિલ્લા નિરીક્ષક જમીન દફતર, વર્ગ-2 કક્ષાના અધિકારીઓને જમીન દફતર અધિક્ષક તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં હાલનું મૂળ પગાર ધોરણ (પે મેટ્રીક્ષ લેવલ): 44,900 થી 1,42,400 (લેવલ-8) જમીન દફતર અધિક્ષક (Superintendent of Land Records), વર્ગ-1 બઢતી બાદનું પગાર ધોરણ (પે મેટ્રીક્ષ લેવલ): 56,100 થી 1,77,500 (લેવલ-10) મુજબ કરી દેવામાં આવ્યું છે. આ બઢતી પણ હંગામી ધોરણે આપવામાં આવી છે.
જુઓ સંપૂર્ણ યાદી












