gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઇન્ડિગો સાતમા દિવસે પણ સંકટમાં વધુ 562 ફ્લાઇટ્સ રદ કરવી પડી | IndiGo had to cancel 562 more flights …

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in INDIA
0 0
0
ઇન્ડિગો સાતમા દિવસે પણ સંકટમાં વધુ 562 ફ્લાઇટ્સ રદ કરવી પડી | IndiGo had to cancel 562 more flights …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મુસાફરો મુશ્કેલીમાં મુકાયા, અત્યંત ગંભીર મામલો : સુપ્રીમ 

– નવ હજારમાંથી 4500 બેગ પરત કરાઇ, ૫૬૯ કરોડનું રિફંડ મુસાફરોને અપાયું, પાંચ લાખથી વધુ ટિકિટના પીએનઆર રદ 

– 100 ટકા નેટવર્ક રિસ્ટોર કરી લેવાયું, ૯૧ ટકા ફ્લાઇટ્સ ઓનટાઇમ ઓપરેટ થઇ રહી છે : ઇન્ડિગોનો દાવો

– ઇન્ડિગો સામે એવી કાર્યવાહી કરીશું કે જે અન્ય એરલાઇન્સ માટે દાખલારૂપ સાબિત થશે : ઉડ્ડયન મંત્રી

નવી દિલ્હી : ઇન્ડિગો એરલાઇન્સ કટોકટીની સ્થિતિમાંથી હજુ પણ બહાર નથી આવી શકી, ગત મંગળવારથી ફ્લાઇટો રદ કરવાનો સિલસિલો શરૂ થયો હતો જે હાલ પણ ચાલી રહ્યો છે. સોમવારે ઇન્ડિગોએ છ મેટ્રો એરપોર્ટ્સની વધુ ૫૬૨ ફ્લાઇટો રદ કરી દીધી હતી. જેમાં માત્ર બેંગલુરુની જ ૧૫૦ ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. ઇન્ડિગોની દૈનિક બે હજાર જેટલી ફ્લાઇટ્સમાંથી ૫૬૦ રદ કરવામાં આવતા ફરી અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. દેશના મોટા એરપોર્ટ્સ પર રેલવે કે બસ સ્ટેશન જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે સોમવારે ઇન્ડિગોની કુલ ૧૮૦૨ ફ્લાઇટ્સ ઉડાન ભરવાની હતી, જેમાંથી ૫૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. મુસાફરોની નવ હજાર બેગોમાંથી ૪૫૦૦ બેગો પરત સોંપી દેવામાં આવી છે અને બાકી બેગો પણ આગામી ૩૬ કલાકમાં સોંપી દેવાશે. મંત્રાલયે એમ પણ જણાવ્યું છે કે ૧થી ૭ ડિસેમ્બર વચ્ચે બૂક કરેલી ૫,૮૬,૭૦૫ ટિકિટોના પીએનઆર રદ કરીને પુરુ રિફંડ સોંપી દેવાયું છે. જેની કુલ રકમ રૂ. ૫૬૯.૬૫ કરોડ રૂપિયા છે. 

ઇન્ડિગોના જણાવ્યા મુજબ શનિવારે ૧૫૬૫ ફ્લાઇટ્સ રદ કરી હતી,  રવિવારે ૭૫૦ ફ્લાઇટ્સ રદ કરાઇ હતી, સોમવારે આ સંખ્યા ૫૦૦થી વધુ રહી હતી. ૧ નવેમ્બરથી લાગુ નવા ફ્લાઇટ ડયૂટી નિયમોને કારણે આ સ્થિતિ સર્જાઇ હોવાનો દાવો થઇ રહ્યો છે. દેશભરમાં ઇન્ડિગોના મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સતત સાતમા દિવસે પણ સ્થિતિ ઠેરની ઠેર છે અને અનેક મુસાફરો પાણી, ભોજન વગર એરપોર્ટ પર ફસાયેલા છે. એવામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ અત્યંત ગંભીર મામલો છે અમને ખ્યાલ છે કે મુસાફરોને સ્વાસ્થ્ય સહિતની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હશે. જોકે હાલ સમગ્ર મામલામાં દખલ દેવાની સુપ્રીમે ના પાડી હતી. જ્યારે દિલ્હી હાઇકોર્ટ આ મામલે ૧૦મી ડિસેમ્બરના રોજ સુનાવણી કરવા માટે તૈયાર છે. 

બીજી તરફ કેન્દ્ર સરકાર ઇન્ડિગો સામે આકરા પગલા લઇને અન્ય એરલાઇન્સ માટે દાખલો બેસાડવા માગે છે તેવા અહેવાલો સામે આવ્યા છે. જેને પગલે ઇન્ડિગોની સામે મોટી કાર્યવાહી થઇ શકે છે. આ માહિતી કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ સંસદમાં આપી હતી. બીજી તરફ ઇન્ડિગોએ ડીજીસીએની નોટિસનો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે અમને આ ઘટના પર અફસોસ છે, અમે મુસાફરોની માફી માગીએ છીએ. ૧૦૦ ટકા નેટવર્ક રીસ્ટોર કરી લીધુ છે, ૯૧ ટકા ફ્લાઇટ્સ ઓનટાઇમ ઓપરેટ થઇ રહી છે. તેવો દાવો પણ ઇન્ડિગોએ સોમવારે કર્યો હતો.  દેશના વિવિધ એરપોર્ટ પર મુસાફરોની કફોડી સ્થિતિની તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે. જેમાં મોટાભાગના મુસાફરો એરલાઇન્સ પર રોષ ઠાલવતા જોવા મળ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત | NE…
INDIA

‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત | NE…

May 15, 2026
દરિયાઈ માર્ગો સુરક્ષિત કરવા જરૂરી: BRICSમાં ઈરાન અને UAEની હાજરીમાં ભારતનો સ્પષ્ટ સંદેશ | BRICS Fore…
INDIA

દરિયાઈ માર્ગો સુરક્ષિત કરવા જરૂરી: BRICSમાં ઈરાન અને UAEની હાજરીમાં ભારતનો સ્પષ્ટ સંદેશ | BRICS Fore…

May 15, 2026
મમતાને વકીલ બનવું ભારે ન પડી જાય, બાર કાઉન્સિલે શરૂ કરી તપાસ, સાબિત નહીં કરે તો થશે કાર્યવાહી! | mam…
INDIA

મમતાને વકીલ બનવું ભારે ન પડી જાય, બાર કાઉન્સિલે શરૂ કરી તપાસ, સાબિત નહીં કરે તો થશે કાર્યવાહી! | mam…

May 15, 2026
Next Post
અમરેલીમાં વિમાન દુર્ઘટના સહેજમાં ટળી : રન-વે પરથી ટ્રેનિંગ પ્લેન નીચે ઉતરી ગયું | Plane crash narrow…

અમરેલીમાં વિમાન દુર્ઘટના સહેજમાં ટળી : રન-વે પરથી ટ્રેનિંગ પ્લેન નીચે ઉતરી ગયું | Plane crash narrow...

હેલ્થકેરમાં AI : પેથોલોજી, કેન્સર, મેડિકલ ઈમેજિંગમાં ઉપયોગ વધ્યો | AI in healthcare: Increased use i…

હેલ્થકેરમાં AI : પેથોલોજી, કેન્સર, મેડિકલ ઈમેજિંગમાં ઉપયોગ વધ્યો | AI in healthcare: Increased use i...

અમૂલ ડેરીના ચેરમેન, વાઈસ ચેરમેન માટે આણંદ અને ખેડાના 4 દાવેદારો મેદાને | 4 contenders from Anand and…

અમૂલ ડેરીના ચેરમેન, વાઈસ ચેરમેન માટે આણંદ અને ખેડાના 4 દાવેદારો મેદાને | 4 contenders from Anand and...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

UPIના વ્યાપક વપરાશથી રોકડ માટેની માંગમાં જોવાતો ઘટાડો | Widespread use of UPI leads to reduction in …

UPIના વ્યાપક વપરાશથી રોકડ માટેની માંગમાં જોવાતો ઘટાડો | Widespread use of UPI leads to reduction in …

8 months ago
નકલી દવા બનાવવાના આંતર રાજ્ય રેકેટના પર્દાફાશ : છ લોકોની ધરપકડ | Inter state racket of manufacturing…

નકલી દવા બનાવવાના આંતર રાજ્ય રેકેટના પર્દાફાશ : છ લોકોની ધરપકડ | Inter state racket of manufacturing…

1 month ago
અમદાવાદના પોશ એરિયામાં નોકરે જ કરી 26 લાખની ચોરી, દાગીના ફરીદાબાદ કુરિયર કર્યા ને પકડાયો | Servant a…

અમદાવાદના પોશ એરિયામાં નોકરે જ કરી 26 લાખની ચોરી, દાગીના ફરીદાબાદ કુરિયર કર્યા ને પકડાયો | Servant a…

6 days ago
શહેરીકરણનો અજગરી ભરડો ઃ બે વર્ષમાં ૨.૧૦ કરોડ ચોરસ મીટર ખેતીની જમીન ઘટી | The scourge of urbanization…

શહેરીકરણનો અજગરી ભરડો ઃ બે વર્ષમાં ૨.૧૦ કરોડ ચોરસ મીટર ખેતીની જમીન ઘટી | The scourge of urbanization…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News