
– મુસાફરો મુશ્કેલીમાં મુકાયા, અત્યંત ગંભીર મામલો : સુપ્રીમ
– નવ હજારમાંથી 4500 બેગ પરત કરાઇ, ૫૬૯ કરોડનું રિફંડ મુસાફરોને અપાયું, પાંચ લાખથી વધુ ટિકિટના પીએનઆર રદ
– 100 ટકા નેટવર્ક રિસ્ટોર કરી લેવાયું, ૯૧ ટકા ફ્લાઇટ્સ ઓનટાઇમ ઓપરેટ થઇ રહી છે : ઇન્ડિગોનો દાવો
– ઇન્ડિગો સામે એવી કાર્યવાહી કરીશું કે જે અન્ય એરલાઇન્સ માટે દાખલારૂપ સાબિત થશે : ઉડ્ડયન મંત્રી
નવી દિલ્હી : ઇન્ડિગો એરલાઇન્સ કટોકટીની સ્થિતિમાંથી હજુ પણ બહાર નથી આવી શકી, ગત મંગળવારથી ફ્લાઇટો રદ કરવાનો સિલસિલો શરૂ થયો હતો જે હાલ પણ ચાલી રહ્યો છે. સોમવારે ઇન્ડિગોએ છ મેટ્રો એરપોર્ટ્સની વધુ ૫૬૨ ફ્લાઇટો રદ કરી દીધી હતી.










