
– પીએમ મોદીને મળી માઇક્રોસોફ્ટના સીઇઓએ જાહેરાત કરી
– માઇક્રોસોફ્ટ અગાઉ ભારતમાં બેંગ્લુરુમાં ક્લાઉડ અને એઆઇમાં ત્રણ અબજ ડોલરનું રોકાણ કરી ચૂક્યું છે
– ગૂગલના સીઇઓ સુંદર પિચાઈ પણ પીએમ મોદીને મળીને ભારતમાં ૧૫ અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી ચૂક્યા છે
નવી દિલ્હી : માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલાએ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને તેમણે ભારતમાં એઆઇમાં ૧૭.૫ અબજ ડોલર (૧.૫ લાખ કરોડ રુપિયા)ના રોકાણનું વચન આપ્યું છે.










