gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જસદણના દુષ્કર્મ કેસના આરોપીનું એન્કાઉન્ટર, ભાગવાનો પ્રયાસ કરનારા નરાધમને પોલીસે પગમાં ગોળી મારી | Ra…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
જસદણના દુષ્કર્મ કેસના આરોપીનું એન્કાઉન્ટર, ભાગવાનો પ્રયાસ કરનારા નરાધમને પોલીસે પગમાં ગોળી મારી | Ra…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot Police Encounter: રાજકોટના આટકોટમાં બનેલી દુષ્કર્મની ઘટનાના આરોપીનું એન્કાઉન્ટર કરાયું છે. તપાસ દરમિયાન આરોપીએ ભાગવાનો અને હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કરતા આરોપીને પગમાં ઇજા થઈ હતી. આ કાર્યવાહીમાં પોલીસ જવાન પણ ઇજાગ્રસ્ત થયો હતો. હાલ, KDP હોસ્પિટલ ખાતે આરોપી અને પોલીસ કર્મી સારવાર હેઠળ છે.

ધારિયાથી પોલીસ પર કર્યો હુમલો

મળતી વિગતો અનુસાર નામદાર કોર્ટે 15 ડિસેમ્બર 2025ના સાંજે 5 વાગ્યા સુધી આરોપી રામસિંગના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે બાદ ગુનામાં વપરાયેલ લોખંડના સળિયાને એકત્ર કરવા અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા આરોપીને સાથે રાખીને પોલીસ ખેતરમાં તેમજ આરોપીના ઘરે પહોંચી હતી. જ્યાં ઘરમાં રાખેલા ધારિયા વડે આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેના જવાબમાં પોલીસે આરોપી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આરોપીને બંને પગે ઇજા થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આરોપીના હુમલામાં  LCBના કર્મચારી ધર્મેશ બાવળીયાને ડાબા હાથે ઇજા થઈ હતી જે પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 

10 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરવા આદેશ

જણાવી દઈએ કે, નાયબ મુખ્યમંત્રીએ આ સાથે ફાંસી અને આજીવન કેદની સજા થાય તેવા પ્રયાસો કરવા અને 10 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરવા આટકોટ પોલીસને સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે પીડિત બાળકીની તબિયત હાલ સુધારા પર છે

ગુપ્તાંગમાં ધારદાર હથિયાર ઘુસાડી દીધું હતું 

જસદણના આટકોટમાં નિર્ભયાકાંડ જેવી ઘટના બનતા ચકચાર મચી હતી. એક શ્રમિક પરિવારની છ વર્ષની બાળકી પર અજાણ્યા શખ્સે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. હેવાનિયતની હદ વટાવતા નરાધમે ગુપ્તાંગમાં ધારદાર હથિયાર ઘુસાડી દીધી હતું અને ગંભીર ઇજા પહોંચાડી ક્રૂરતા આચરી હતી. બાળકીની ગંભીર હાલતને જોતાં તેને પરિવારે તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલ ખસેડી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ગુનો નોંધી ગણતરીના દિવસોમાં આરોપીને પકડી લીધો હતો. જે બાદ આજે પોલીસે સ્વબચાવમાં 

ઘટના 4 ડિસેમ્બરે થઈ હતી, ગઇકાલે (9 ડિસેમ્બરે) આરોપીની ધરપકડ કરાઇ હતી

એ 6 વર્ષની બાળકી પર શું વીતી હશે, વિચારીને કંપારી છૂટી જાય છે. ઘટના 4 ડિસેમ્બરની છે, મૂળ દાહોદ જિલ્લાનો શ્રમિક પરિવાર ખેતરમાં કામ કરી રહ્યો હતો જ્યાં 6 વર્ષ અને 8 મહિનાની બાળકી હસતી કૂદતી રમતી હતી. એ દરમિયાન હવસખોર ઈસમની નજર બાળકી પર પડે છે. તેને ઉપાડી જઈ તેના પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ બૂમાબૂમ કરતાં આરોપી બાળકીનું મોઢું દબાવે છે જે બાદ બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘૂસાડી બાળકીને તરફડિયાં મારતી છોડી ત્યાંથી ભાગી ગયો હતો.

લોહીલુહાણ હાલતમાં બાળકી મળી હતી

પરિવારને ખેતરમાં બાળકીની હાજરી ન હોવાની ખબર પડતાં તેની શોધખોળ શરૂ કરી હતી. જે બાદ નજીકમાંથી જ લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. હાલ બાળકીની સારવાર જનાના હોસ્પિટલમાં ચાલી રહી છે. બીજી તરફ ફરિયાદ મળતા જ રાજકોટ ગ્રામ્ય પોલીસની ટીમ હરકતમાં આવી હતી. અને આરોપીને પકડી લેવા 10 જેટલી ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 

આરોપીની ધરપકડ, 3 સંતાનનો પિતા

ગઇકાલે (9 ડિસેમ્બર) રાજકોટ ગ્રામ્ય SP વિજયસિંહ ગુર્જરેના જણાવ્યા અનુસાર 100 જેટલા શકમંદોની પૂછપરછ કરી હતી અને બાદમાં 10 જેટલા આરોપીઓને ચાઈલ્ડ એક્સપર્ટને સાથે રાખીને બાળકી સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતા, જ્યાં બાળકીએ મુખ્ય આરોપી 30 વર્ષીય રામસીંગ તેરસીંગની ઓળખ કરતાં તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. આરોપી મધ્ય પ્રદેશના અલીરાજપુરનો રહેવાસી છે અને  એક દીકરી અને બે દીકરાનો પિતા છે. 

બાજુના ખેતરમાં હતો આરોપી

રાજકોટ ગ્રામ્ય SPએ કહ્યું હતું કે આ ઘટનામાં ધરપકડ કરાયેલા આરોપી સિવાય અન્ય કોઈ આરોપી સામેલ નથી તેની ખાતરી કરી લેવામાં આવી છે. જે ખેતરમાં બનાવ બન્યો તેની બાજુના ખેતરમાંથી આરોપીને ડિટેન કરવામાં આવ્યો હતો. પોલીસે એ પણ સ્પષ્ટતા કરી છે કે આરોપી દુષ્કર્મમાં નિષ્ફળ જતાં તેને ગુપ્તાંગમાં ઇજા પહોંચાડી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
દીપાવલીને યુનેસ્કોએ અમૂર્ત-વીરાસત જાહેર કરી : રીપોર્ટ | UNESCO declares Deepavali as intangible cult…

દીપાવલીને યુનેસ્કોએ અમૂર્ત-વીરાસત જાહેર કરી : રીપોર્ટ | UNESCO declares Deepavali as intangible cult...

અમદાવાદ : ધોળકામાં લગ્ન સમારોહમાં ફૂડ પોઈઝનિંગ, 400 લોકોને હોસ્પિટલ ખસેડાયા | Ahmedabad: 400 Hospita…

અમદાવાદ : ધોળકામાં લગ્ન સમારોહમાં ફૂડ પોઈઝનિંગ, 400 લોકોને હોસ્પિટલ ખસેડાયા | Ahmedabad: 400 Hospita...

સુરતના કડોદરા સ્વા. વિદ્યાપીઠની વિદ્યાર્થિનીનો આપઘાત, હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું | St…

સુરતના કડોદરા સ્વા. વિદ્યાપીઠની વિદ્યાર્થિનીનો આપઘાત, હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું | St...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોડ સેફ્ટી માટે પગલું : હવેથી વ્હીકલ્સ એકબીજા સાથે વાતચીત કરી શકશે | A step towards road safety: Fro…

રોડ સેફ્ટી માટે પગલું : હવેથી વ્હીકલ્સ એકબીજા સાથે વાતચીત કરી શકશે | A step towards road safety: Fro…

4 months ago
ભારતે સ્ક્રેમજેટ એન્જિનનું સફળ ટેસ્ટિંગ કરતાં વિશ્વ આખું ચોંક્યું, હાઇપરસોનિક મિસાઈલો બનાવવામાં મદદર…

ભારતે સ્ક્રેમજેટ એન્જિનનું સફળ ટેસ્ટિંગ કરતાં વિશ્વ આખું ચોંક્યું, હાઇપરસોનિક મિસાઈલો બનાવવામાં મદદર…

1 year ago
રેલવે ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર, સૂવાના સમયમાં પણ થયા બદલાવ | railway ticket booking rule chang…

રેલવે ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર, સૂવાના સમયમાં પણ થયા બદલાવ | railway ticket booking rule chang…

11 months ago
દિલ્હી બ્લાસ્ટ : ડો. ઉમરના સાથીની ધરપકડ, રોકેટ હુમલાની તૈયારી હતી

દિલ્હી બ્લાસ્ટ : ડો. ઉમરના સાથીની ધરપકડ, રોકેટ હુમલાની તૈયારી હતી

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News