![]()
અમદાવાદ,બુધવાર,10 ડિસેમ્બર,2025
અમદાવાદમાં ૪ ડિસેમ્બરથી બંધ કરાયેલા સુભાષબ્રિજના
ઈન્સપેકશનને લઈ નવો વિવાદ સામે આવ્યો છે. વિપક્ષનેતાએ આક્ષેપ કરતા કહયુ, ચાર મહિના પહેલા
આ બ્રિજનું ઈન્સપેકશન પંકજ એમ પટેલ કન્સલ્ટન્ટસ પ્રા.લી.દ્વારા કરાયુ હતુ. કેન્ટી
લીવર સ્લેબ ખરાબ કન્ડીશનમાં હોવા છતાં બ્રિજની કન્ડીશન ફેર હોવાનો ખોટો રીપોર્ટ
અપાયો હતો. આ કારણથી આ કન્સલ્ટન્ટને બ્લેકલિસ્ટ કરવા જોઈએ.
શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ૬૯ પૈકી ૩૫ બ્રિજનું
ઈન્સપેકશન પંકજ એમ પટેલ કન્સલ્ટન્ટસ પ્રા.લી. તથા ૩૪ બ્રિજનુ ઈન્સપેકશન જીઓ ડિઝાઈન
એન્ડ રીસર્ચ પ્રા.લી.દ્વારા કરવામા આવ્યુ હતુ.બ્રિજ ઈન્સપેકશનનો રીપોર્ટ ૯
જુલાઈ-૨૫ના રોજ આપવામા આવ્યો હતો.સુભાષબ્રિજના ઈન્સપેકશનને લઈ કન્સલ્ટન્ટસ દ્વારા
બ્રિજની ઓવરઓલ કન્ડીશન ફેર એટલે કે એકંદરે સારી હોવાનો રીપોર્ટ આપવામા આવ્યો
હતો.વિપક્ષનેતાએ આક્ષેપ કરતા કહયુ,
ચાર મહિનામા એવુ તે શું થયુ કે બ્રિજની કન્ડીશન એકાએક બગડી ગઈ. આ કંપની દ્વારા
બ્રિજ ઈન્સપેકશનને લઈ આપવામા આવેલા
ઈન્સપેકશન રીપોર્ટ અવાસ્તવિક અને ગુમરાહ કરનાર છે.ખોટો રીપોર્ટ આપવા બદલ આ
કન્સલ્ટન્ટને બ્લેકલિસ્ટ કરવા વિપક્ષની માંગણી છે.










