રાંદલનગર વિસ્તારની ઘટનાથી ફિટકાર રામનવમીના પવિત્ર દિવસે જ આચરેલા જ્ઘન્ય કૃત્યના સીસી ટીવી ફૂટેજ વાયરલ થતાં પોલીસ દ્વારા તપાસ શરૂ
જામનગર, : જામનગરના રાંદલનગર વિસ્તારમાં આવેલી સ્કૂલ પાસે રામ નવમીના પવિત્ર તહેવારના દિવસે એક નરાધમ શખ્સ દ્વારા ગાય સાથે દુષ્કર્મ કર્યા અંગેના સીસીટીવી ફૂટેજ મળ્યા છે, જેથી ભારે સનસનાટી મચી ગઈ છે.
જામનગરમાં અબોલ પશુ સાથેના જ્ઘન્ય કૃત્યનાં સી.સી. ટી.વી. ફૂટેજ આજે સવારથી સોશિયલ મીડિયામાં ફરતા થવાની સાથે જ નરાધમ શખ્સ સામે ચોમેરથી ફિટકારની લાગણી વરસી રહી છે. જે વિડિયો ફૂટેજ મળતાની સાથે જ રાંદલનગર વિસ્તારના મહિલાઓ આક્રોશભેર એકત્ર થયા હતા, અને સમગ્ર મામલે પોલીસને રજૂઆત કરવામાં આવી છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. વી.એમ. લગારીયા અને તેઓની ટીમ તેમજ સીટી બી. ડિવિઝનના પી.આઈ. પી.પી. ઝા અને તેમની ટીમ સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે, અને સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવી લઈ ગાય માતા સાથે જ્ઘન્ય અપરાધ કરનાર શખ્સને શોધવા માટે કવાયત શરૂ કરી દીધી છે. જેને શોધીને તેની સામે ગુનો નોંધવાની પણ પ્રક્રિયાઓ હાથ ધરાઈ રહી છે.