gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમેરિકાના ઓર્ડરો 90 દિવસમાં પૂરા કરવા નિકાસકારોના પ્રયાસ | Exporters try to fulfill US orders within…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in Business
0 0
0
અમેરિકાના ઓર્ડરો 90 દિવસમાં પૂરા કરવા નિકાસકારોના પ્રયાસ | Exporters try to fulfill US orders within…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવામાં અમેરિકા દ્વારા ૯૦ દિવસ લંબાવવામાં આવતા દેશના નિકાસકારો  ખાસ કરીને ઈલેકટ્રોનિકસ, ટેકસટાઈલ તથા ડાયમન્ડસના  નિકાસકારો તેને એક મોટી રાહત તરીકે જોઈ રહ્યા છે અને નવા ઓર્ડરો મેળવવામાં ઝડપ કરવાની યોજના બનાવી રહ્યા છે. બીજી બાજુ ભારત સરકાર પણ અમેરિકા સાથે વેપાર કરાર કરવામાં ઉતાવળ કરવા માગે છે.

ટેકસટાઈલની નિકાસમાં ભારતે બંગલાદેશ તથા વિયેતનામની સ્પર્ધા કરવી પડે છે. ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં મોટાભાગના દેશો પર દસ ટકા ડયૂટી ચાલુ રાખી છે, ત્યારે હરિફાઈ સામે ટકી રહેવા ભારતના રેડીમેડ ગારમેન્ટસના નિકાસકારો મોટા ડિસ્કાઉન્ટ ઓફર કરી નિકાસ ઓર્ડરો પૂરા કરવાની યોજના ધરાવે છે, એમ ગારમેન્ટ નિકાસકારે જણાવ્યું હતું.

સસ્તા લેબરને કારણે બંગલાદેશ રેડીમેડ ગારમેન્ટસમાં ભારતની સ્પર્ધા સામે ટકી શકે છે, પરંતુ હાલની પ્રવાહી સ્થિતિને ધ્યાનમાં રાખી દેશના ગારમેન્ટસના નિકાસકારોએ અમેરિકાના ખરીદદારોને ડિસ્કાઉન્ટ ઓફ કરવાનું શરૂ કરી દીધું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

રેડીમેડ ગારમેન્ટસ ઉપરાંત અમેરિકા ભારતના જેમ્સ એન્ડ જ્વેલરીનું મુખ્ય નિકાસ મથક છે. ૨૬ ટકા ટેરિફને કારણે ગયા સપ્તાહથી જ દેશના જેમ્સ એન્ડ જ્વેલરીના નિકાસકારોના કામકાજ બંધ પડી ગયા હતા જે ફરી ધમધમવા લાગ્યા છે. 

નવા ઓર્ડરો મેળવી તેને બને એટલા ઝડપી પૂરા કરવા જેમ્સ એન્ડ જ્વેલરીના નિકાસકારો રાતના મોડે સુધી કામ કરવાનું નક્કી કરી લીધુ છે અને ૯૦ દિવસની અંદર બને એટલો માલ રવાના કરવા વ્યૂહ ધરાવે છે. 

રેસિપ્રોકલ ટેરિફને ૯૦ દિવસ માટે સ્થગિતી મળતા દેશના ઈલેકટ્રોનિકસ ઉદ્યોગમાં ઈન્વેસ્ટમેન્ટ આકર્ષવાના પ્રયાસોમાં ઝડપ લાવવાની મોટી તક ઊભી થઈ છે. ખાસ કરીને એવી કંપનીઓ જે ચીન સિવાય અન્ય દેશમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા માગે છે તેને ભારત સરકારે અહીં આકર્ષવી રહી, એમ ઈલેકટ્રોનિક ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું. અમેરિકાના ટેરિફ સામે ભારતે વળતા ટેરિફ જાહેર નહીં કરીને યોગ્ય અભિગમ દાખવ્યો છે, એમ ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેકટ્રોનિકસ એસોસિએશનના એક હોદ્દેદારે જણાવ્યું હતું. 

દરમિયાન અમેરિકા સાથે વેપાર કરાર જલદીથી પૂરા કરવા ભારત સરકાર ઉત્સુક છે જેથી રેસિપ્રોકલ ટેરિફની અસરમાંથી દેશની નિકાસને ઉગારી શકાય એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. ટેરિફની જાહેરાત બાદ અમેરિકા સાથે વેપાર કરાર માટેની વાટાઘાટ શરૂ કરવામાં ભારત પ્રથમ દેશ રહ્યો છે.

નિકાસ પર ૧૦ ટકા ટેરિફને કારણે ભારતની અંદાજે ૬ અબજ ડોલરની નિકાસને ફટકો પડવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. અમેરિકા ખાતે ભારતની જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસનો આંક ૧૦ અબજ ડોલર જેટલો રહે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
‘લાખના બાર’ નહીં પણ લાખો રૂપિયાને શૂન્ય કરી દેતી જૂનાગઢ મ.ન.પા. | Junagadh Municipal Corporation whi…

'લાખના બાર' નહીં પણ લાખો રૂપિયાને શૂન્ય કરી દેતી જૂનાગઢ મ.ન.પા. | Junagadh Municipal Corporation whi...

શેરબજારમાં ઘટાડાને કારણે Q4માં મ્યુ. ફંડની AUMમાં નોંધાયેલો ઘટાડો

શેરબજારમાં ઘટાડાને કારણે Q4માં મ્યુ. ફંડની AUMમાં નોંધાયેલો ઘટાડો

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્યા પૂજ્ય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી આદિ ઠા…

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્યા પૂજ્ય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી આદિ ઠા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG NEWS: એરલાઇન્સની મનમાની પર બ્રેક! કેન્દ્ર સરકારે નક્કી કર્યા ફ્લાઇટના નવા ભાડા | IndiGo Crisis m…

BIG NEWS: એરલાઇન્સની મનમાની પર બ્રેક! કેન્દ્ર સરકારે નક્કી કર્યા ફ્લાઇટના નવા ભાડા | IndiGo Crisis m…

10 months ago
ચોટીલા, થાનગઢ તાલુકામાં કમોસમી વરસાદથી કપાસ-મગફળીને નુકસાન | Unseasonal rains in Chotila Thangadh ta…

ચોટીલા, થાનગઢ તાલુકામાં કમોસમી વરસાદથી કપાસ-મગફળીને નુકસાન | Unseasonal rains in Chotila Thangadh ta…

11 months ago
૮૨ વર્ષની વયે પીએચડીની ઉપાધિ મેળવી પૂરું કર્યું બાળપણમાં જોયેલું ડૉક્ટર બનવાનું સ્વપ્ન

૮૨ વર્ષની વયે પીએચડીની ઉપાધિ મેળવી પૂરું કર્યું બાળપણમાં જોયેલું ડૉક્ટર બનવાનું સ્વપ્ન

1 year ago
અમદાવાદના SG હાઇવે પર નિર્માણાધીન ફ્લાયઓવર પરથી પાઇપનો ટુકડો પડતાં બેને ઈજા | ahmedabad flyover coll…

અમદાવાદના SG હાઇવે પર નિર્માણાધીન ફ્લાયઓવર પરથી પાઇપનો ટુકડો પડતાં બેને ઈજા | ahmedabad flyover coll…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News