gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘કોઈની કોપી ન કરો, પોતાની કહાણી બનાવો’: મિસ ઈન્ડિયા નિકિતા પોરવાલે યુવા પેઢીને આપ્યો સફળતાનો મંત્ર |…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
‘કોઈની કોપી ન કરો, પોતાની કહાણી બનાવો’: મિસ ઈન્ડિયા નિકિતા પોરવાલે યુવા પેઢીને આપ્યો સફળતાનો મંત્ર |…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Nikita Porwal Exclusive Interview: અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર તંત્ર દ્વારા આયોજિત ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’માં શનિવારે ગ્લેમર અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અહીં ‘સ્વદેશી’ થીમ પર આધારિત એક ભવ્ય ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2024 નિકિતા પોરવાલ અને ફેમિના મિસ ઈન્ડિયા 2024 ફર્સ્ટ રનર-અપ રેખા પાંડેએ ખાસ રેમ્પવોક કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ પ્રસંગે નિકિતા પોરવાલે ગુજરાત સમાચાર ડિજિટલ સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે અમદાવાદના અનુભવ, આગામી મિસ વર્લ્ડ સ્પર્ધા અને ગુજરાતી સિનેમા વિશે ખુલ્લા મને ચર્ચા કરી હતી.
'કોઈની કોપી ન કરો, પોતાની કહાણી બનાવો': મિસ ઈન્ડિયા નિકિતા પોરવાલે યુવા પેઢીને આપ્યો સફળતાનો મંત્ર 2 - image

અમદાવાદમાં સૌથી સારું શું લાગ્યું

અમદાવાદ વિશે વાત કરતા નિકિતાએ કહ્યું હતું કે, ‘અમદાવાદ આવીને ખૂબ સારું લાગ્યું. મારું ગ્રેજ્યુએશન બરોડામાં થયું હોવાથી હું ગુજરાત સાથે જોડાયેલી છું, પરંતુ અમદાવાદ આવવાની આ તક ખાસ હતી. અમદાવાદીઓ ખૂબ પ્રેમાળ છે અને તેમણે મારું જે રીતે સ્વાગત કર્યું અને જમાડ્યું તે જોઈને કહી શકાય કે અમદાવાદી વાઈબ ખૂબ જ વોર્મ અને વેલકમિંગ છે.’ તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત એડવેન્ચર અને દિવ્યતાથી ભરેલું છે, તેથી દરેક વ્યક્તિએ ગુજરાતનો અનુભવ લેવો જોઈએ.

મિસ વર્લ્ડ 2026: માત્ર લૂક નહીં, સંવેદનશીલતા પણ જરૂરી 

2026માં યોજાનારી મિસ વર્લ્ડ સ્પર્ધાની તૈયારી અંગે નિકિતાએ જણાવ્યું હતું કે, માત્ર રેમ્પ વોક, હેર સ્ટાઈલ કે મેકઅપ જેવી બાહ્ય તૈયારીઓ જ પૂરતી નથી. એક મિસ વર્લ્ડ કેવી રીતે વિચારે છે અને કેટલી સંવેદનશીલતા ધરાવે છે, તે માટે આંતરિક તૈયારી પણ એટલી જ જરૂરી છે. તેમણે કહ્યું, ‘હું મારી પર્સનાલિટી ડેવલપમેન્ટ પર પૂરતું ધ્યાન આપી રહી છું અને આશા રાખું છું કે જ્યારે હું મિસ વર્લ્ડમાં જાઉં ત્યારે દરેક ભારતીયના આશીર્વાદ મને મળે.’

ગુજરાતી સિનેમા અને કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ 

ફિલ્મો વિશે વાત કરતા નિકિતાએ ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘ભલે મેં ‘લાલો’ ફિલ્મ જોઈ નથી, પણ તેના વિશે ઘણું સાંભળ્યું છે. બોલિવૂડની નજર હવે સાઉથ અને ગુજરાતી સિનેમા તરફ છે તે સરાહનીય બાબત છે.’ 

'કોઈની કોપી ન કરો, પોતાની કહાણી બનાવો': મિસ ઈન્ડિયા નિકિતા પોરવાલે યુવા પેઢીને આપ્યો સફળતાનો મંત્ર 3 - image

હું મારા જીવનમાં મારા મિત્રોની ખૂબ નજીક છું

પોતે કૃષ્ણ લીલા પર 250 પેજનું નાટક લખ્યું હોવાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, શ્રીકૃષ્ણ અને સુદામાના મિલનનો પ્રસંગ તેમનો સૌથી પ્રિય છે, જે સાચી મિત્રતા અને પ્રેમનું પ્રતિક છે. હું મારા જીવનમાં મારા મિત્રોની ખૂબ નજીક છું. હું ફ્રેન્ડશિપને ખૂબ મહત્ત્વ આપું છું તો, જ્યારે સુદામા મિલનનો જે પ્રસંગ શ્રીકૃષ્ણ લીલામાં છે તે મારો સૌથી વધુ પસંદનો પ્રસંગ છે. અને હું ગુજરાતમાં હતી ત્યારે મને સુદામા ટેમ્પલ જવાની તક મળી હતી. મને લાગે છે આવો પ્રસંગ જે આપણા જીવનમાં અસલી દોસ્તી શું હોય છે અને પ્રેમ શું હોય છે તે સમજાવે છે તે પ્રસંગ છે મારા જીવનમાં ખૂબ પ્રભાવ લાવે છે.

ફૂડ અને ફિટનેસ મંત્ર

‘અતિ સર્વત્ર વર્જયતે’ વધતા ફૂડ કલ્ચર અને સ્વાસ્થ્ય વિશે યુવાનોને સલાહ આપતા નિકિતાએ કહ્યું હતું કે, જીવનમાં એક બેલેન્સ હોવું ખૂબ જરૂરી છે. ‘જીંદગી એક જ છે તો ખાઓ અને પીઓ, પણ સાથે ડિસિપ્લિન, ડાયટ અને વર્કઆઉટનું બેલેન્સ રાખો. કોઈપણ વસ્તુનો અતિરેક ખરાબ છે, પછી ભલે તે સારી વસ્તુ હોય કે ખરાબ,’ તેમ તેમણે ઉમેર્યું હતું.

અંતમાં, યંગ ગર્લ્સને સંદેશ આપતા તેમણે કહ્યું હતું કે, ‘દરેક છોકરીની પોતાની એક યુનિક સ્ટોરી હોય છે. કોઈ બીજાની સ્ટોરી કોપી કરવાને બદલે તમારી પોતાની કહાણી સાથે આગળ વધો, સફળતા જરૂર મળશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller
GUJARAT

Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

August 19, 2026
15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…
GUJARAT

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

August 19, 2026
Next Post
અમદાવાદમાં ભીલ સમાજનો આક્રોશ, ‘જાતિના દાખલા નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું’ | No Caste Certifi…

અમદાવાદમાં ભીલ સમાજનો આક્રોશ, 'જાતિના દાખલા નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું' | No Caste Certifi...

પુત્રની સ્કૂલ ફી માટે મહિલાએ ગીરવી મૂકેલ મોપેડ વ્યાજખોરોએ પડાવ્યું | Loan sharks seize moped that wo…

પુત્રની સ્કૂલ ફી માટે મહિલાએ ગીરવી મૂકેલ મોપેડ વ્યાજખોરોએ પડાવ્યું | Loan sharks seize moped that wo...

કરોડીયા લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે ભેખડ ધસી પડતા ઊંડા ખાડામાં દબાયેલા શ્રમિકનું મોત | vadodara worke…

કરોડીયા લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે ભેખડ ધસી પડતા ઊંડા ખાડામાં દબાયેલા શ્રમિકનું મોત | vadodara worke...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતે સિંધુ કરાર અટકાવ્યા, પાક.ના રાજદ્વારીઓને કાઢી મુક્યા | India Suspends Indus Treaty Expels Pak …

ભારતે સિંધુ કરાર અટકાવ્યા, પાક.ના રાજદ્વારીઓને કાઢી મુક્યા | India Suspends Indus Treaty Expels Pak …

1 year ago
જાહેર માર્ગો પર ફટાકડા વેચતા છ વેપારીઓ સામે ગુનો દાખલ | Case registered against six traders for sell…

જાહેર માર્ગો પર ફટાકડા વેચતા છ વેપારીઓ સામે ગુનો દાખલ | Case registered against six traders for sell…

10 months ago
સિહોરમાં દાદાની વાવ નજીક અકસ્માતમાં દંપતિ ખંડિત | Couple killed in accident near Dada Vav in Sehore

સિહોરમાં દાદાની વાવ નજીક અકસ્માતમાં દંપતિ ખંડિત | Couple killed in accident near Dada Vav in Sehore

10 months ago
પોલીસના MT વિભાગમાં આગથી 23 વાહનો ખાક

પોલીસના MT વિભાગમાં આગથી 23 વાહનો ખાક

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News