gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ભીલ સમાજનો આક્રોશ, ‘જાતિના દાખલા નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું’ | No Caste Certifi…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ભીલ સમાજનો આક્રોશ, ‘જાતિના દાખલા નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું’ | No Caste Certifi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bhil Samaj Caste Certificate Protest: અમદાવાદના અસારવા ખાતે ગુજરાતના 15 જેટલા જિલ્લાઓમાંથી આવેલા ભીલ સમાજના આગેવાનોએ એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં સમાજને જાતિના દાખલા મેળવવામાં થતી મુશ્કેલીઓ અંગે એકસૂરમાં હુંકાર ભરવામાં આવ્યો હતો. આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરીને ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

1950 પહેલાના પુરાવા તાત્કાલિક ધોરણે રદ થવા જોઈએ

ભીલ સમાજના પ્રમુખ મફતભાઈ રાણાએ સરકાર સમક્ષ સમાજની મુખ્ય ચિંતાઓ અને માંગણીઓ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, જણાવ્યું કે, સરકાર દ્વારા જાતિના દાખલા માટે 1950 પહેલાના પુરાવા માંગવામાં આવે છે. જે તાત્કાલિક ધોરણે રદ થવા જોઈએ. શહેર વિસ્તારમાં રહેતા લોકો આટલા જૂના પુરાવા ક્યાંથી લાવે? આ પદ્ધતિના કારણે ‘ખોટો પૂજાય છે અને સાચો મૂંઝાય’ તેવી સ્થિતિ ઊભી થઈ છે. 

અમદાવાદમાં ભીલ સમાજનો આક્રોશ, 'જાતિના દાખલા નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું' 2 - image

ભીલ સમાજ દ્વારા ચૂંટણીના બહિષ્કારની ચીમકી

જે લોકો ખોટા દાખલા લઈને બેઠા છે તે અધિકારીઓ બની ગયા છે, જ્યારે ખરેખર હકદાર લોકો વંચિત રહી જાય છે. પહેલા લોહીની સગાઇના સંબંધોના આધારે દાખલા મળતા હતા, તે પદ્ધતિ પુનઃસ્થાપિત થવી જોઈએ. ગયા વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂબરૂ મળવા બોલાવી નિકાલ લાવવાની વાત કરી હોવા છતાં આજદિન સુધી સમય આપવામાં આવ્યો નથી. આથી, હવે ભીલ સમાજ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે અને આગામી દિવસોમાં ગાંધીનગર છાવણી ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈને વિરોધ પ્રદર્શન કરાશે.

તેમણે જણાવ્યું કે આદિવાસી ભીલ સમાજના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મળતા સરકારી લાભો, જેમ કે પ્રિશિપ કાર્ડ અને શિષ્યવૃત્તિ મળતા નથી. તાત્કાલિક ધોરણે આ લાભો શરૂ કરવામાં આવે. ગાંધીનગર ખાતે બિરસામુંડા ભવનમાં રચાયેલી વિશ્લેષણ સમિતિને તાત્કાલિક રદ્દ થાય. 

ભીલ સમાજની મુખ્ય માંગણીઓ અને સમાજ સુધારણાના મુદ્દા

(1) જાતિના દાખલા માટે 1950ના પુરાવાને બદલે મકાન દસ્તાવેજ કે બાપ-દાદાના અન્ય પુરાવા માન્ય રાખવાની અપીલ કરીએ છીએ. આમ છતાં જો સરકાર હાલની પદ્ધતિ નહીં બદલે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરીશું. આ ઉપરાંત આદિવાસી મોરચાના સભ્યોને સામાજિક કાર્યોમાં બોલાવવા નહીં. જો જાતિના દાખલા ના પ્રશ્નો ના પતે તો, આગામી ચૂંટણીમાં દરેક ગામમાં ચૂંટણી બહિષ્કાર માટે બેનર લગાવવા. 

(2) સરકાર દ્વારા મળતી શિષ્યવૃતિને પણ બંધ કરવામાં આવેલ પુનઃચાલુ કરવી સરકારને રજૂઆત કરીએ છીએ. 

(3) સરકારી ભરતીઓમાં પણ આપણને ઘરો ઘર અન્યાય કરવામાં એક કેડરની ટકાવારીમાં પણ બીજી ભરતીમાં પણ આપણા લોકોની ભરતી થઈ શકતી નથી. તે સરકાર એક સમિતિની રચના કરવી અને જે અહેવાલ પેડિંગ છે તેનો અમલ કરવો.

(4) બરડા ગીર વસતા ખોટા આદિવાસીના દાખલા આપ્યા છે, તે અહેવાલ સરકાર અમલ કરે અને સમાજને ન્યાય આપે.

(5) લગ્ન માં ડી.જે વગાડવું નહીં અને જો ડી.જે વગાડશો તો જાન તોરણે લેવી નહીં. સામાજિક બહિષ્કાર પણ કરવો. રૂ. 51000/- દંડ તરીકે જે તે ગામોએ લઈ, ધર્માદામાં નાખવા. લગ્ન પછી અણવર પ્રથા બંધ કરવી. કોઈએ અણવર તરીકે જવું નહી અને મોકલવા નહી.

(6) મરણમાં બારમું અને બટુક ભોજન બંધ કરાય છે. જો ખાય તો ગાય-કૂતરા ખાવા બરાબર ગણાશે. મરણમાં ઓટામણી લાવવી નહી અને ઓછામાં ઓછા ફરજિયાત 20/- લખાવવા. 

(7) શ્રીમંતમાં ફક્ત 10 મહિલાઓ એ જવું. ડી.જે. કોઈએ ઉપયોગ કરવો નહી, માત્ર ઢોલ વગાડવો.

(8) સગાઈ તોરણ ઉપર કરવી અને રૂપિયો પકડાવવાની પ્રથા ચાલુ રાખવી.

(9) ગામમાં દારૂ પીને કોઈ એ કોઈપણ પ્રસંગમાં જવું નહી અને જાય તો સમાજ પંચનો ગુનેગાર ગણાશે. કોઈએ દારૂની પ્રવૃતિ કરવી નહી અને સમાજ સરકાર નો ગુનેગાર કહેવાશે.

(10) મામેરામાં રૂા. 21000/- પેટે આપી દેવા, ભાઈ-બહેનને ખર્ચ આપશે.

(11) કોઈ પણ પ્રસંગે પંચના રૂા. 251/- થી વધારે લેવા નહી.

(12) લગ્નમાં ઢોલ વગાડવું અને ડી.જે. વગાડવું નહી, મામેરામાં પણ ડી.જે. વગાડવું નહી.

(13) લગ્ન પ્રસંગે તોરણ ઉપર ગાળો બોલવી નહી

(14) મરણ પ્રથામાં તેલ નાંખવાનું બંધ કરવું. તથા મરસીયા ગાવા બંધ કરવા,

(15) જાનમાં 200 વ્યક્તિનું જમણ બનાવવું. વધારે વ્યક્તિઓનું જમણવાર સામાજિક ગુનો ગણીને દંડ વસૂલાશે. 

(16) કોઈ પણ ગામમાં આજુબાજુ દારૂની પ્રવૃત્તિ ચાલતી હોય તો બંધ કરવી અને દારૂનું વેચાણ કરવું નહી.

(17) ભીલ સમાજ સિવાય અન્ય સમાજમાં દીકરી આપવી નહી.

(18) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને વિનંતી કરીએ કે કોર્ટ મેરેજમાં વાલી-વારસોની સહી ફરજિયાત કરો. સાક્ષીની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને સાક્ષીઓ સમાજનાં રાખવા ફરજિયાત કરો.

(19) આપણે આદિવાસી ભીલ પ્રકૃતિ જીવન જીવવાવાળા જળ આકાશ વાયુ પુજનારા માતાના નામે અંધશ્રધ્ધા કે ખોટા ખર્ચા કરવા નહી. અને માનવું નહી.

(20) ભીલ સમાજની દીકરીઓ અન્ય સમાજમાં આપવી નહી અને જો કોઈ દીકરી ભાગી જાય અને પરજ્ઞાતીમાં લગ્ન કરે તો તેનો બહિષ્કાર કરવો અને ભાગી જઈ લગ્ન કરનારા આપણા સમાજનાં ગુનેગાર ગણાશે. અને તે નાત-પંચ ધારશે તે દંડ નિર્ણય કરશે. માતા-પિતાની સંમતિ તથા તેમના ગામનાં 2 સાક્ષી હોવા જરૂરી છે. કોઈ દીકરી કે દીકરો સમાજની અવગણના કરી જાય તો તેને સમાજનાં કોઈપણ પ્રસંગમાં આવવા દેવા નહી.

(21) સરકારને વિનંતી કરીએ છીએ કે વિશ્લેષણ સમિતિ બંધ થવી જોઈએ. જો બંધ નહી થાય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરી તેઓનું ધ્યાન દોરીશું અને તેઓને આદેશ કરવા વિનંતી કરીશું.

(22) આ દેશના વડાપ્રધાન અને જે-તે વખતે ગુજરાતનાં મુખ્યમંત્રી 5 ફેબ્રુઆરી 2012 ના રોજ અમારા 14માં સમૂહ લગ્નમાં પધાર્યા અને તે વખતે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા અને સમૂહ લગ્નમાં સમસ્ત ભીલ સમાજે પરમેશ્વરને પ્રાર્થના કરી હતી. ભગવાને અમારી પ્રાર્થના સાંભળી અને તેમને દેશના વડાપ્રધાન બનાવ્યાં. તેઓ પણ આ વાત જાણે છે કે અમો ભીલ છીએ. તેથી પાડાના વાંકે પખાલીને ડામ દેવાય, ગીર, બરડા ને ખોટા જાતિ દાખલા આપી તે લોકો નોકરી મેળવી ગયા. ગીર, બરડા માત્ર ત્યાં નાજ આદિવાસીના લાભ મળવાપાત્ર છે, પંરતુ બીજા ખોટા પણ પ્રમાણપત્ર લઈ નોકરી મેળવે છે અને સરકાર ધ્યાન દેતી નથી, ચોરી કોઈ કરે અને સજા કોઈ ભોગવે. કુદરતના દરબારમાં આ અન્યાય છે.

(21) વિશેષતા સમિતિમાં અમારા સમાજના પ્રતિનિધિ આપો અથવા અમારી સંસ્થાઓની બાહેંધરી લઈ જાતિના દાખલાઓ જો કોઈ અમારા માંથી કોઈ ખોટી બાંહેધરી આપશે, તો તે સરકાર અને સમાજનો ગુનેગાર ગણાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધંધુકાના જીંજર ગામના વૃદ્ધ પર જીવલેણ હુમલો | Fatal attack on elderly man from Jinjar village of Dhan…
GUJARAT

ધંધુકાના જીંજર ગામના વૃદ્ધ પર જીવલેણ હુમલો | Fatal attack on elderly man from Jinjar village of Dhan…

May 22, 2026
શહેરને વધુ સ્વચ્છ બનાવવા ડોગ-બર્ડ ફીડિંગ માટે ૨૭૫થી વધુ સ્પોટ,ગમે ત્યાં ખવડાવી નહીં શકાય | make the …
GUJARAT

શહેરને વધુ સ્વચ્છ બનાવવા ડોગ-બર્ડ ફીડિંગ માટે ૨૭૫થી વધુ સ્પોટ,ગમે ત્યાં ખવડાવી નહીં શકાય | make the …

May 22, 2026
ફોરેસ્ટર અને બીટગાર્ડ સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો | Crime registered against five people inclu…
GUJARAT

ફોરેસ્ટર અને બીટગાર્ડ સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો | Crime registered against five people inclu…

May 22, 2026
Next Post
પુત્રની સ્કૂલ ફી માટે મહિલાએ ગીરવી મૂકેલ મોપેડ વ્યાજખોરોએ પડાવ્યું | Loan sharks seize moped that wo…

પુત્રની સ્કૂલ ફી માટે મહિલાએ ગીરવી મૂકેલ મોપેડ વ્યાજખોરોએ પડાવ્યું | Loan sharks seize moped that wo...

કરોડીયા લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે ભેખડ ધસી પડતા ઊંડા ખાડામાં દબાયેલા શ્રમિકનું મોત | vadodara worke…

કરોડીયા લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે ભેખડ ધસી પડતા ઊંડા ખાડામાં દબાયેલા શ્રમિકનું મોત | vadodara worke...

બોટાદના સાગાવદર ગામે વ્યાજખોરોનો આતંક: યુવકને લોખંડની પાઈપો મારી પગ ભાંગી નાખ્યો, 5 શખ્સો સામે ફરિયા…

બોટાદના સાગાવદર ગામે વ્યાજખોરોનો આતંક: યુવકને લોખંડની પાઈપો મારી પગ ભાંગી નાખ્યો, 5 શખ્સો સામે ફરિયા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જજો કોર્ટમાં ઓછું બોલે, પ્રવચન ના આપે, જૂતાકાંડ મામલે ખુદ CJI જવાબદાર : પૂર્વ જજ માર્કંડેય કાત્જુ | …

જજો કોર્ટમાં ઓછું બોલે, પ્રવચન ના આપે, જૂતાકાંડ મામલે ખુદ CJI જવાબદાર : પૂર્વ જજ માર્કંડેય કાત્જુ | …

7 months ago
મહિલાએ સંબંધ તોડતાં ધરાર પ્રેમીએ ખંડણી માંગી, ન્યુડ ફોટા વાયરલ કર્યા | Woman’s abusive lover demands…

મહિલાએ સંબંધ તોડતાં ધરાર પ્રેમીએ ખંડણી માંગી, ન્યુડ ફોટા વાયરલ કર્યા | Woman’s abusive lover demands…

1 week ago
એર ઈન્ડિયાના વિમાનમાં ગરબડ, 161 મુસાફરો સાથે ઈમરજન્સી લેન્ડિંગ !

એર ઈન્ડિયાના વિમાનમાં ગરબડ, 161 મુસાફરો સાથે ઈમરજન્સી લેન્ડિંગ !

9 months ago
સરદાર વલ્લભભાઈ પટેલના મામાના દિકરાની જમીન રેકર્ડમાં ચેડાં કરી હડપ કર્યાની અરજી | FruadPetition alleg…

સરદાર વલ્લભભાઈ પટેલના મામાના દિકરાની જમીન રેકર્ડમાં ચેડાં કરી હડપ કર્યાની અરજી | FruadPetition alleg…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News