Tamil Nadu Dalit Discrimination: તમિલનાડુના કોયંબટૂરમાં એક ખાનગી સ્કૂલમાં દલિત વિદ્યાર્થિની સાથે ભેદભાવનો મામલો સામે આવ્યો છે. શાળામાં અભ્યાસ કરતી આઠમાં ધોરણની વિદ્યાર્થિનીને ક્લાસની બહાર સીઢી પર પરીક્ષા આપવા માટે મજબૂર કરવામાં આવી હતી. કારણ કે, તેને પહેલીવાર પીરિયડ્સ આવ્યા હતાં.
પોલીસે હાથ ધરી તપાસ
આ ઘટના બાદ આચાર્યને નિષ્કાષિત કરી દેવામાં આવ્યા છે. સ્કૂલ પરિસરની સીઢી પર પરીક્ષા આપતી વિદ્યાર્થિનીનો વીડિયો બુધવારે વાઈરલ થયા બાદ, પોલાચીના અધિક પોલીસ અધિક્ષક સૃષ્ટિ સિંહના નેતૃત્વમાં પોલીસ ટીમે આ મામલે તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ ‘4 કરોડ કેશ અને પ્લોટ પણ જોઈએ…’ વિનેશ ફોગાટની માગ પર હરિયાણા સરકાર મુંઝવણમાં
શિક્ષણ વિભાગના અધિકારીએ માંગ્યો જવાબ
વીડિયો વાઈરલ થયા બાદ સ્કૂલ શિક્ષણ વિભાગના અધિકારીઓએ જિલ્લાના પોલાચીના સેંગુટ્ટઈપલાયમ સ્થિત સ્કૂલના મેનેજમેન્ટ સ્પષ્ટીકરણ માંગ્યું હતું. શિક્ષણ મંત્રી અંબિલ મહેશ પોય્યામોઝીએ જણાવ્યું કે, સ્કૂલની સામે વિભાગીય તપાસ કરવામાં આવી છે અને આચાર્યને નિષ્કાષિત કરી દેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મંત્રીએ કહ્યું કે, બાળકો પર કોઈપણ પ્રકારના અત્યાચાર સહન કરવામાં નહીં આવે.
આ પણ વાંચોઃ 26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાની કસ્ટડી મળતાં NIA એ 24 સવાલોની યાદી કરી તૈયાર
વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું કે, અમને શાળામાંથી પરીક્ષા માટે અલગ ટેબલ અને ખુરશીની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ, શાળા તરફથી વ્યવસ્થા કરવામાં ન આવી. તેને વર્ગની બહાર સીઢી પર બેસીને લખવાનું કહેવામાં આવ્યું. વિદ્યાર્થિની સતત બે કલાકથી વધુ સીઢી પર બેઠી. આ દરમિયાન તેને સખત પેટમાં પણ દુખી રહ્યું હતું.