gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સ્ટિંગ ઓપરેશનથી રાજસ્થાનના રાજકારણમાં ભૂકંપ! ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ધારાસભ્યો વિરુદ્ધ તપાસ | Raj…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in INDIA
0 0
0
સ્ટિંગ ઓપરેશનથી રાજસ્થાનના રાજકારણમાં ભૂકંપ! ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ધારાસભ્યો વિરુદ્ધ તપાસ | Raj…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajasthan Sting Operation : રાજસ્થાનમાં ત્રણ ધારાસભ્યોનાં સ્ટિંગ ઓપરેશનમાં મોટા કૌભાંડનો ખુલાસો થયો છે. ધારાસભ્યોને પોતાના મત વિસ્તારના વિકાસ કામ માટે ફાળવવામાં આવતા ફંડમાં ‘કમિશનખોરી’ કરી કૌભાંડ આચર્યું છે. આ મામલે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ તાત્કાલીક સમિતિ રચી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. સરકારે ત્રણેય ધારાસભ્યોના ‘ધારાસભ્ય વિકાસ ભંડોળ ખાતા’ અટકાવી દીધા છે. મુખ્યમંત્રીએ ચાર સભ્યોની સમિતિ રચી છે અને તેમને 15 દિવસમાં રિપોર્ટ સોંપવા આદેશ આપ્યો છે.

ભાજપ-કોંગ્રેસ-અપક્ષ ધારાસભ્યની કમિશનખોરી

સ્ટિંગ ઓપરેશનમાં ખીંવસરના ભાજપ ધારાસભ્ય રેવતરામ ડાંગા (Rewant Ram Danga), હિંડોનના કોંગ્રેસ ધારાસભ્ય અનિતા જાટવ (Anita Jatav) અને અપક્ષ ધારાસભ્ય ડૉ.રીતુ બનાવત (Ritu Banawat)ના નામ સામે આવ્યા છે. આ ત્રણેય ધારાસભ્યોએ પોત-પોતાન મત વિસ્તારમાં ‘ધારાસભ્ય ભંડોળ’માંથી કામ અપાવવા માટે કમિશન માંગ્યું હતું. આ મામલો સામે આવતા જ સરકારે સંબંધિત મત વિસ્તારોના ફંડ પર તાળું મારી દીધું છે.

આ પણ વાંચો : બિહારમાં પરાજય બાદ દક્ષિણના રાજ્યથી મળી ‘રાહત’, કોંગ્રેસ માટે ‘શુભ’ સાબિત થશે 2026?

આવી રીતે કરાયું સ્ટિંગ ઓપરેશન

સ્ટિંગ ઓપરેશનમાં દાવા મુજબ, ધારાસભ્યોએ 40 ટકા સુધીનું કમિશન માગ્યું હતું. એક વ્યક્તિ ડમી ફર્મનો પ્રોપરાઈટર બની ધારાસભ્યોનો સંપર્ક કર્યો હતો અને તે પોતે ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ સાથે સંબંધ ધરાવતો હોવાનું કહ્યું હતું. તેણે ‘ધારાસભ્ય ભંડોળ’ શાળામાં કારપેટ સપ્લાય કરવા માટે ધારાસભ્ય સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો. આ દરમિયાન ધારાસભ્યોએ તેના ખર્ચ અંગે પણ વાત ન કરી અને તેની જરૂરિયાત પર પણ વાત કરી ન હતી. ધારાસભ્યોની નજર માત્ર એક જ સવાલ પર ટકેલી હતી કે, ‘અમને કેટલું કમિશન મળશે?’

ત્રણે ધારાસભ્યએ માંગ્યા આટલા રૂપિયા

દાવા મુજબ, ભાજપ ધારાસભ્ય રેવંતરામ ડાંગાએ 40 ટકા કમિશન આપવાના બદલે 50 લાખ રૂપિયાનું કામ આપવાની વાત કહી છે. જ્યારે હિંડોનના કોંગ્રેસ ધારાસભ્ય અનિતા જાટવે 50 હજાર રૂપિયા એડવાન્સ લઈને 80 લાખ રૂપિયાનું કામ આપવા માટે ભલામણ પત્ર આપ્યો છે. જ્યારે બયાનાના અપક્ષ ધારાસભ્ય રીતુ બનાવતના પતિએ 40 લાખ રૂપિયામાં ડીલ ફાઈનલ કરી હોવાનો દાવો કરાયો છે. ડાંગા અને અનિતાએ જિલ્લા પરિષદના સીઈઓના નામે ભલામણ પત્ર પણ આપી દીધો હતો.

આ પણ વાંચો : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ધૂમ્મસને કારણે 30 વધુ વાહનો વચ્ચે અકસ્માત, 4ના મોત

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં દરેક વિસ્તારમાં વિકાસો કામો અને જનકલ્યાણ માટે દરેક ધારાસભ્યોને ‘ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના’ હેઠળ વર્ષે પાંચ કરોડ રૂપિયા ફંડ આપવામાં આવે છે. ત્યારે આવા ધારાસભ્યો કામને સમજ્યા કે જોયાજાણ્યા વગર કમિશનર લઈને કામ આપી દેતા હોય છે.

સ્ટિંગ ઓપરેશનથી રાજસ્થાનના રાજકારણમાં ભૂકંપ! ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ધારાસભ્યો વિરુદ્ધ તપાસ 2 - image

અધિકારીઓને પણ આપવા પડે છે : ભાજપ ધારાસભ્ય રેવંતરામ ડાંગા

ભાજપ ધારાસભ્ય ડાંગાએ ડીલની વાત કરી વખતે એવું પણ કહ્યું કે, અધિકારીઓને પણ થોડું થોડું આપવું પડે છે. ડાંગાએ 10 લાખ રૂપિયા એડવાન્સ લેવાની અને 50 લાખ રૂપિયાનો ભલામણ પત્ર આપવાની ઓફર કરી કહ્યું કે, ઘણા કામોમાં તો 40 ટકા કમિશન ચાલે છે. જ્યારે સ્ટિંગ ઓપરેશન કરનારે 25થી 30 ટકાની વાત કરી તો ડાંગાએ પોતાના લાંબા રાજકીય અનુભવને હવાલો આપીને કહ્યું કે, તેઓ આખી સિસ્ટમ જાણે છે અને અધિકારીઓને રાજી રાખવા પડે છે, નહીં તો તેઓ અચડણો ઉભી કરે છે.

સ્ટિંગ ઓપરેશનથી રાજસ્થાનના રાજકારણમાં ભૂકંપ! ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ધારાસભ્યો વિરુદ્ધ તપાસ 3 - image

કોંગ્રેસ ધારાસભ્ય અનિતા જાટવે 50,000 ટોકન લઈ 40 ટકા કમિશન માટે ડીલ ફાઈનલ કરી

બીજીતરફ કોંગ્રેસ ધારાસભ્ય અનિતા જાટવે પહેલા અધિકારીઓ દ્વાાર કામ અટકાવવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેમણે ડીલ પર હા પાડી દીધી હતી. જયપુર સ્થિતિ તેમના નિવાસસ્થાન પર અનિતાના નજીકના પવન શર્મા ડીલ કરવા બેઠા હતા. આ દરમિયાન 40 ટકા કમિશન પર સંમતી મળી ગઈ હતી અને રૂપિયા 50 હજાર ટોકન આપવામાં આવ્યું હતું. અનિતા જાટવે 80 લાખ રૂપિયાના કામ પર સાઈન કરી ભલામણ પત્ર આપી દીધો હતો.

સ્ટિંગ ઓપરેશનથી રાજસ્થાનના રાજકારણમાં ભૂકંપ! ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ધારાસભ્યો વિરુદ્ધ તપાસ 4 - image

અપક્ષ ધારાસભ્ય રીતુ બનાવતના પતિએ રૂ.40 લાખની ડીલ ફાઈનલ કરી

આ ઉપરાંત અપક્ષ ઉમેદવાર રીતુ બનાવતે બજેટનો હવાલો આપીને ડીલથી દૂર રહ્યા હતા, જોકે તેમના પતિ ઋષિ બંસલે અલગ રૂમમાં જઈને સ્ટિંગ ઓપરેશન કરનાર સાથે 40 લાખ રૂપિયાની ડીલ ફાઈનલ કરી હતી. વાતચીત દરમિયાન જિલ્લા પરિષદના સીઈઓને પણ જોઈ લેવાની વાત કહેવામાં આવી હતી. જોકે બંસલે ટોકન તરીકે આપેલી 50,000 રૂપિયા પરત આપીને કહ્યું કે, કામ થયા બાદ જ રકમ લેવામાં આવશે.

સ્ટિંગ ઓપરેશનથી રાજસ્થાનના રાજકારણમાં ભૂકંપ! ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ધારાસભ્યો વિરુદ્ધ તપાસ 5 - image

મુખ્યમંત્રીએ આપ્યો કડક આદેશ

આ તમામ ધારાસભ્યોને કરતૂત કહી રહી છે કે, આવા લોકો પ્રજાની સમસ્યા દૂર કરવાના બદલે માત્ર કમિશનખોરી કરતા રહે છે. તમામ ધારાસભ્યોનો ખેલ સામે આવ્યા બાદ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા (CM Bhajan Lal Sharma)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘ધારાસભ્ય ભંડોળમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગવો તે અત્યંત ગંભીર બાબત છે. આપણી સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ પર કામ કરી રહી છે. પ્રજાના નાણાં કલ્યાણ કરાવ માટે છે, કોઈના ખિસ્સા ભરવા માટે નથી. જે પણ દોષિત હશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ ચાર સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિ રચી છે અને સમિતિને સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ કરીને 15 દિવસમાં રિપોર્ટ સોંપા આદેશ આપ્યો છે. જ્યાં સુધી તપાસ પુરી ન થાય ત્યાં સુધી કોઈપણ નાણાંકીય લેવડ-દેવડ કરવામાં નહીં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદેશથી પાછા આવીને PM મોદીએ બોલાવી ‘ઈમરજન્સી બેઠક’, મંત્રીઓને દિલ્હી ન છોડવા ફરમાન | PM Modi to Chai…
INDIA

વિદેશથી પાછા આવીને PM મોદીએ બોલાવી ‘ઈમરજન્સી બેઠક’, મંત્રીઓને દિલ્હી ન છોડવા ફરમાન | PM Modi to Chai…

May 21, 2026
'હીટવેવ'માં શેકાતું જનજીવન : વીજમાંગ ચરમસીમાએ
INDIA

'હીટવેવ'માં શેકાતું જનજીવન : વીજમાંગ ચરમસીમાએ

May 21, 2026
ભારતની એલપીજી આયાતમાં રોજની ચાર લાખ બેરલની ઘટથી ખળભળાટ | India’s LPG imports hit by four lakh barrel…
INDIA

ભારતની એલપીજી આયાતમાં રોજની ચાર લાખ બેરલની ઘટથી ખળભળાટ | India’s LPG imports hit by four lakh barrel…

May 21, 2026
Next Post
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ધૂમ્મસને કારણે 30 વધુ વાહનો વચ્ચે અકસ્માત, 4ના મોત | National News Delh…

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ધૂમ્મસને કારણે 30 વધુ વાહનો વચ્ચે અકસ્માત, 4ના મોત | National News Delh...

મેસીના કાર્યક્રમમાં નેતા-અભિનેતા પર ભડક્યા ફેન્સ! હૂટિંગ શરૂ થતાં જ CMએ કહ્યું- ગણપતિ બાપ્પા મોરયા |…

મેસીના કાર્યક્રમમાં નેતા-અભિનેતા પર ભડક્યા ફેન્સ! હૂટિંગ શરૂ થતાં જ CMએ કહ્યું- ગણપતિ બાપ્પા મોરયા |...

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સાયકલોથોન ની જુદી-જુદી બે ઈવેન્ટમાં 2,500થી વધુ લોકો જોડાયા | More…

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સાયકલોથોન ની જુદી-જુદી બે ઈવેન્ટમાં 2,500થી વધુ લોકો જોડાયા | More...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મળસ્કે એસ.ટી.બસ હાઇવે પર ઊભેલી ટ્રકમાં પાછળથી ઘુસી ગઇ | ST bus rams into truck parked on highway fro…

મળસ્કે એસ.ટી.બસ હાઇવે પર ઊભેલી ટ્રકમાં પાછળથી ઘુસી ગઇ | ST bus rams into truck parked on highway fro…

6 months ago
ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી | Gujarat admini…

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી | Gujarat admini…

2 months ago
તને જાનથી મારી દઈ ટુકડા કરી નાખીશ ! મિલકતના વિવાદમાં બહેને ભાઈને આપી ધમકી | complaint filed in atlad…

તને જાનથી મારી દઈ ટુકડા કરી નાખીશ ! મિલકતના વિવાદમાં બહેને ભાઈને આપી ધમકી | complaint filed in atlad…

1 year ago
VIDEO: સાવરકુંડલામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનો અનોખો વિરોધ, દુકાને દુકાને ભીખ માંગીને રસ્તાના ખાડા પ…

VIDEO: સાવરકુંડલામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનો અનોખો વિરોધ, દુકાને દુકાને ભીખ માંગીને રસ્તાના ખાડા પ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News