gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સહકારી બેન્કમાં દસ વર્ષથી વધુ સમયથી ડિરેક્ટરપદે સેવા આપનારાને હવે છૂટા કરાશે | More power to RBI

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
સહકારી બેન્કમાં દસ વર્ષથી વધુ સમયથી ડિરેક્ટરપદે સેવા આપનારાને હવે છૂટા કરાશે | More power to RBI
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર

સહકારી બેન્કમાં દસ વર્ષથી વધુ સમય માટે ડિલેક્ટરના હોદ્દા પર સેવા આપનારાઓને હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા છૂટા કરી શકશે. સહકારી બેન્કના ચેરમેન અને એમ.ડી.ને આ જોગવાઈ લાગુ પડશે કે નહિ તે અંગે દસમી ડિસેમ્બરે બહાર પાડવામાં આવેલા નોટિફિકેસનમાં સ્પષ્ટતાનો અભાવ જણાઈ રહ્યો છે. ગુજરાતની ૨૦૦થી વધુ સહકારી બેન્કો અને દેશના તમામ રાજ્યોની સહકારી બેન્કોમાં ડિરેક્ટર તરીકે ૧૦ વર્ષથી વધુ સેવા આપી ચૂકેલા ડિલેક્ટરો હજીય તેમના હોદ્દા પર ચોંટીને બેસી રહ્યા હશે તો તેમને રિઝર્વ બેન્ક પાત્રતા ન ધરાવતા હોવાનું ગણીને તેમને છૂટા કરી શકશે. ભારત સરકારે ૧૦મી ડિસેમ્બરે ગેઝેટમાં જાહેરાત કરીને નવું નોટિફિકશન બહાર પાડી દીધું છે.

સહકારી બેન્કના બોર્ડમાં ડિરેક્ટર તરીકે સેવા આપનારાઓને લગતો વિવાદ છેલ્લા ઘણાં વરસોથી ચાલી રહ્યા છે. આ અંગે રિઝર્વ બેન્ક પણ કોઈ જ નિર્ણય લેવાની સ્થિતિમાં નહોતું. હવે કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડીને રિઝર્વ બેન્કને સહકારી બેન્કના બોર્ડમાં દસ વર્ષથી વધુ સમયથી સેવા આપનારા ડિરેક્ટર્સને છૂટા કરી દેવાની સત્તા રિઝર્વ બેન્કને પ્રસ્તુત નોટિફિકેશનના માધ્યમથી આપી છે. પરિણામે હવે રિઝર્વ બેન્ક દસ વર્ષથી વધુ સમય સુધી સહકારી બેન્કના ડિરેક્ટરના હોદ્દા પર ચોંટીને બેઠેલા લોકોને દૂર કરવાનો નિર્ણય લઈ શકશે.

આમ તો સહકારી બેન્કના બોર્ડમાં ડિરેક્ટર તરીકે સેવા આપતા ડિરેક્ટર્સ આપોઆપ જ ગેરપાત્ર ઠરી જતાં હતા. છતાંય તેના અનુસંધાનમાં રિઝર્વ બેન્ક કોઈ જ પગલાં લઈ શકતી નહોતી. પહેલા સહકારી કાયદાની કેટલીક જોગવાઈને કારણે તેમાં વિરોધાભાસ ઊભો થતો હોવાથી તેમને દૂર કરી શકાતા નહોતા. હવે તેમને ફરજિયાત હોદ્દો છોડવાની ફરજ પાડી શકશે. ગુજરાતની ૨૦૦થી વધુ સહકારી બેન્કો સહિત તમામ સહકારી બેન્કો માટે આ નિયમ લાગુ કરવામાં આવશે.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ઓછા અને વધુ વર્ષથી સેવા આપતા હોય અને બંન અલગ અલગ ગુ્રપમાં વિભાજિત થઈ ગયા હોય તો અલગ અલગ ગુ્રપમાંથી દસ વર્ષથી વધુ સમયથી સેવા આપતા આવ્યા હોય હોય તેવા ડિરેક્ટર્સને દૂર કરવા માટે ડ્રો સિસ્ટમનો આશરો પણ લઈ શકશે. સરકારી વહીવટદારો નિયુક્ત થયેલા હોય અને વહીવટદાર જ બેન્કનો વહીવટ સંભાળતો હશે અને બેન્કમાં બોર્ડ અસ્તિત્વ ન ધરાવતંુ હોય તેવા કિસ્સામાં પણ આ જોગવાઈ લાગુ કરી શકાશે. તેમ જ વરસો સુધી ચૂંટણીઓ ન યોજવામાં આવતી હોય તેવી સંસ્થાઓમાં પણ આ જોગવાઈ લાગુ પડશે.

નવા નોટિફિકેસનને પંદરમી ડિસેમ્બર ૨૦૨૫થી અમલમાં મૂકવામાં આવ્યું છે. આ સાથે જ સહકારી બેન્કિંગના સેક્ટરમાં નવ યુવાનોને તક આપવાનો માર્ગ ખૂલી ગયો છે. નવા યુવાનો સહકારી ક્ષેત્રમાં વધુ આવતા થશે. જોકે નવયુવાનો અનુભવીઓની માફક સહકારી બેન્ક ન ચલાવી શકે તેવી પણ એક શક્યતા હોવાનું સહકાર ક્ષેત્રના જાણકારોનું કહેવું છે.

પ્રસ્તુત નોટિફિકેશનમાં સહકારી બેન્કના ડિરેક્ટર્સના હોદ્દા પર બિરાજમાન વ્યક્તિઓના સંદર્ભમાં કરવામાં આવ્યો છે. જોકે કોઈ સંસ્થાના પ્રતિનિધિ તરીકે બેન્કના બોર્ડમાં ડિરેક્ટર તરીકે સેવા આપનાર વ્યક્તિ હોય તો તેના કિસ્સામાં દસ વર્ષનો નિયમ કેવી રીતે લાગુ કરવામાં આવશે તે અંગે નોટિફિકેશનમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Next Post
એક કેમિસ્ટ માટે એક જ ફાર્માસિસ્ટ: ફાર્મસી કાઉન્સિલ નવા ઇન્સ્પેક્ટરની નિમણૂક કરી દરેક કેમિસ્ટની તપાસ …

એક કેમિસ્ટ માટે એક જ ફાર્માસિસ્ટ: ફાર્મસી કાઉન્સિલ નવા ઇન્સ્પેક્ટરની નિમણૂક કરી દરેક કેમિસ્ટની તપાસ ...

૫૦ ટકા ટ્રમ્પ ટેરિફ છતાં નવેમ્બરમાં ભારતની નિકાસ વધી | import export in november 2025

૫૦ ટકા ટ્રમ્પ ટેરિફ છતાં નવેમ્બરમાં ભારતની નિકાસ વધી | import export in november 2025

દંતેશ્વર તળાવ પાસે ટુ વ્હિલરચાલકને ટક્કર મારી કારચાલક ફરાર | Car driver flees after hitting two whee…

દંતેશ્વર તળાવ પાસે ટુ વ્હિલરચાલકને ટક્કર મારી કારચાલક ફરાર | Car driver flees after hitting two whee...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા ભરૂચ નેશનલ હાઇવે પર હોટલના પાર્કિંગમાંથી 48.36 લાખનું વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પકડાયું | co…

વડોદરા ભરૂચ નેશનલ હાઇવે પર હોટલના પાર્કિંગમાંથી 48.36 લાખનું વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પકડાયું | co…

2 months ago
હરણીરોડ નાગેશ્વર મંદિર પાછળ સ્કૂલ પાસેની ખૂલ્લી ગટરમાં ખાબકેલી ગાયનું રેસ્ક્યૂ | caw rescued from dr…

હરણીરોડ નાગેશ્વર મંદિર પાછળ સ્કૂલ પાસેની ખૂલ્લી ગટરમાં ખાબકેલી ગાયનું રેસ્ક્યૂ | caw rescued from dr…

3 months ago
તમે લોકોના તહેવાર બગાડશો તો અમે તમારા બગાડી દેશું | If you ruin people’s festivals we will ruin your…

તમે લોકોના તહેવાર બગાડશો તો અમે તમારા બગાડી દેશું | If you ruin people’s festivals we will ruin your…

11 months ago
ગરબા આયોજકે પોતાની દુકાનમાં ફાંસો ખાઇ આપઘાત કર્યો | Ewe chon akkota ewe Garba a pwisin nielo ren an …

ગરબા આયોજકે પોતાની દુકાનમાં ફાંસો ખાઇ આપઘાત કર્યો | Ewe chon akkota ewe Garba a pwisin nielo ren an …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News