
Jaipur Accident Viral Video : રાજસ્થાનના જયપુરમાં વીટી રોડ પર સ્થિત શનિ મહારાજ મંદિર નજીક એક મોટો માર્ગ અકસ્માત થયો છે, જ્યાં ઓવરસ્પીડમાં આવી રહેલી XUV કારે સ્કૂલ વાનને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાળકોને લઈ જતી વાન લગભગ 15 ફૂટ દૂર સુધી ફંગોળાઈને પલટી ગઈ હતી.










