Jamnagar Liquor Crime : જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી ઈંગ્લિશ દારૂ અને બિયરમાં જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે. જેની પૂછપરછમાં સપ્લાયરનું નામ ખુલ્યું છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન દડિયા ગામમાં રહેતો ભાવેશ ભરતભાઈ સરવૈયા નામનો શખ્સ ત્યાંથી પસાર થતાં પોલીસે તેની તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન તેની પાસેથી 34 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો અને 20 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા.
આથી પોલીસે ઈંગ્લિશ દારૂ અને બીયર સહિત રૂપિયા 21,000 ની માલમતા કબજે કરી આરોપી ભાવેશ સરવૈયાની અટકાયત કરી લીધી છે. જેની પૂછપરછમાં ઉપરોક્ત બિયર અને દારૂ ગોવાના સંજુભાઈ ગબ્બર નામના શખ્સ દ્વારા સપ્લાય કરાયો હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.