gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પામોલની મંડળીના તમાકુના ગોડાઉનનો બારોબાર દસ્તાવેજ : ગ્રામ પંચાયતે નોંધ ના મંજૂર કરી | Multiple docum…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
પામોલની મંડળીના તમાકુના ગોડાઉનનો બારોબાર દસ્તાવેજ : ગ્રામ પંચાયતે નોંધ ના મંજૂર કરી | Multiple docum…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બોરસદ ખેતીવાડી બેંકનું 1.66 લાખનુ દેવું બાકી છતાં દસ્તાવેજમાં બોજો દાખલ કરી દેવાયો 

– કોઈ લેણું ન હોવાનું ફડચા અધિકારીએ દસ્તાવેજમાં લેખિત માહિતી આપી હતી

આણંદ: બોરસદના પામોલ ગામમાં ૩૫ વર્ષ જૂના તમાકુ સહકારી મંડળીના ગોડાઉનને આણંદ જિલ્લા રજિસ્ટારના ફડચા અધિકારી દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરીએ વડોદરાના અંગત મળતિયાના નામે ૨૦૧૯માં દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે. બોરસદ ખેતીવાડી બેંકનું ૧. ૬૬ લાખનું દેવું બાકી હોવા છતાં દસ્તાવેજમાં બોજો દાખલ કરીને દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે. તેમજ શરત ફેર અને હેતુફેર કરવા માટે ગ્રામ પંચાયતની કોઈપણ પૂર્વ મંજૂરી વિના પોતાના અંગત મળતિયાઓને દસ્તાવેજ કરી આપ્યો હોવાથી દસ્તાવેજ રદ કરવા અને નોંધણી નહીં કરવા માટે લેખિત અરજી પણ ગ્રામ પંચાયત કરી હતી. દસ્તાવેજ રદ કરવા માટે બેંકના લીગલ વિભાગ સાથે સંકલન કરીને આગામી દિવસમાં નોટિસો આપવાની કામગીરી બેંક દ્વારા કરાશે. 

શરત ફેર અને હેતુફેર કરવા માટે ગ્રામ પંચાયતની કોઈપણ પૂર્વ મંજૂરી વિના મળતિયાઓને વેચાણ દસ્તાવેજ કરી અપાયો, દસ્તાવેજ રદ કરવા માટે બેંક કચેરીને નોટિસ અપાશે 

બોરસદના પામોલ ગામમાં ૧૯૮૯ માં ખેડૂતોના વિકાસ માટે તમાકુ ફેડરેશનની રચના કરવામાં આવી હતી. પામોલ ગામના ખેડૂતોના કૃષિ ઉત્પાદન અને તમાકુના કામકાજ સંદર્ભે પામોલ પંચાયત પાસે જમીન માગવામાં આવી હતી. જે જમીનમાં ૧૯૯૮માં ૪૦૮.૧૭ ચોરસ મીટર બાંધકામ ગ્રામજનોએ લોક ભાગીદારીનો ફાળો ઉઘરાવીને કર્યું હતું અન તમાકુ ખરીદવા અને વેચવાનું કામ મંડળી દ્વારા શરૂ કરાયું હતું. 

જે મંડળીના ચેરમેન અરવિંદભાઇ પટેલનું અવસાન થયા બાદ મંડળીમાં કામગીરી બંધ થઇ ગઇ હતી. આણંદ જિલ્લા સહકારી મંડળીના રજિસ્ટાર દ્વારા ૧૯.૨.૨૦૧૬ના રોજ મંડળીને ફડચામાં લઇ જવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.  આણંદના ફડચા અધિકારી દ્વારા ૨૬.૦૪.૨૦૧૮ના રોજ પામોલની તમાકુ મંડળીના મકાનની હરાજી યોજવામાં આવી હતી અને ૧૧.૫૦ લાખમાં વડોદરાના જીગર હનીસ ભટ્ટને મંડળીનું મકાન વેચાણ આપીને બોરસદ સબ રજિસ્ટાર કચેરીમાં તા. ૪.૨.૨૦૧૯ના રોજ દસ્તાવેજ નં.૨૬૩થી ફડચા અધિકારી અતુલકુમાર કાંતાલાલ વાઘેલાએ દસ્તાવેજ કરી આપ્યો હતો. પેટલાદના કનેયાભાઇ મિસ્ત્રી અને વડોદના વિક્રમસિંહ સોલંકીએ સાક્ષી તરીકે સહી પણ કરી હતી. 

જે દસ્તાવેજની નોંધણી માટે ગ્રામ પંચાયતમાં કાગળો મોકલવામાં આવતા તા. ૪.૮.૨૦૧૯ના રોજ દસ્તાવેજની એન્ટી ના મંજૂર કરી હતી. ગામના સરપંચ દ્વારા ગ્રામજનનોને પામોલ તમાકુ મંડળીનું મકાન બારોબાર વેચાઇ ગયું હોવાની જાણ કરવામાં આવતા ગ્રામજનોએ સહી ઝુંબેશ કરીને બોરસદ માલમતદારેને ૪.૮.૨૦૧૯ના રોજ લેખિત અરજી કરી હતી. અરજીમાં જણાવ્યુ હતું કે, ફડચા અધિકારી દ્વારા ગામની મિલક્ત મનસ્વી રીતે હડપ કરીને ગોડાઉનનો પંચાયત અને સભાસદોને જાણ બહાર દસ્તાવેજ કર્યો છે. જે શરત ફેર અને હેતુફેર કરવા માટે ગ્રામ પંચાયતની કોઇપણ પૂર્વ મંજૂર વિના પોતાના અંગત મળતિયાઓને દસ્તાવેજ કરી આપ્યો હોવાથી રદ કરવામાં આવે અને નોંધણી નહીં કરવા માટે માગણી કરી છે. આગામી દિવસોમાં ગ્રામજનો દ્વારા દસ્તાવેજ રદ કરવા માટે સિવિલ કોર્ટમાં દાવો કરવાની પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. 

– ગ્રામ પંચાયતમાં હરાજીની નોટિસ બજાવવામાં આવી નથી : ગ્રામજનો

પામોલના ગ્રામજનોના જણાવ્યા મુજબ, ફડચા અધિકારી દ્વારા જે હરાજી રાખવામાં આવી હતી તેની ગામ પંચાયતમાં કોઈપણ જાતની નોટિસ આપવામાં આવી હતી નહીં અને પંચાયતમાં હરાજીની તારીખ તથા સમય સંદર્ભે તમામ ગામને અંધારામાં રાખવામાં આવ્યા હતા અને બારોબાર હરાજી કરી દેવામાં આવી હતી. ગામજનોને હરાજી સંદર્ભે કોઈ જાણ કરાઈ ન હતી અને જો જાણ કરાઈ હોત તો પામોલના ગ્રામજનો પોતે હરાજીમાં ભાગ લઈને ગામની સંપત્તિ ખરીદવા પણ તૈયાર હતા.  

– મંડળીએ લોન લીધી હતી અને મંડળીનું દેવું ચૂકતે કરાયું છે : ફડચા અધિકારી 

ફડચા અધિકારી અતુલકુમાર વાઘેલાએ જણાવ્યું હતું કે ૨૬.૪.૧૮ ના રોજ હરાજી યોજવામાં આવી હતી.જેની ત્રણ અખબારમાં જાહેરાત પણ આપવામાં આવી હતી. મંડળીએ ગુજરાત સ્ટેટ ટોબેકો ફેડરેશન પાસેથી લોન લીધી હતી જેથી તેની રિકવરી માટે મંડળીના મકાનની હરાજી કરીને લોનના નાણાં વસૂલ કરાયા છે અને મંડળીનું તમામ દેવું  પણ આ રકમમાંથી ચૂકતે કર્યું હતું જેમાં બોરસદ ખેતીવાડી બેંકનું દેવું પણ ચૂકતે કર્યું હોવાનું અધિકારીએ કબુલ કર્યું હતું.  

– બોરસદ ખેતીવાડી બેંકનું રૂપિયા ૧.૬૬ લાખનું દેવું બાકી છે : મેનેજર 

બોરસદ ખેતીવાડી બેન્કના મેનેજર સંદીપ પટેલે જણાવ્યું હતું કે પામોલ તમાકુ મંડળીએ ૨૨.૨ .૧૯૯૩ ના રોજ ૧.૪૯,૫૦૦ ની લોન લીધી હતી. જે ૧૬ હપ્તાની લોન હતી તેમાંથી ૧૩ હપ્તા ભરાયા હતા અને ૨૦૦૬ ના સાલમાં માત્ર ૩૦,૧૮૬ રૂપિયા બાકી પડતા હતા જે આજરોજ વ્યાજ સાથે ૧.૬૬ લાખની રકમ થઇ છે. ખેતીવાડી બેંકે પોતાની લોન સામે પામોલ પંચાયતમાં બોજો ૨૨.૨.૧૯૯૩ ના રોજ પામોલ પંચાયતનાના રેકોર્ડમાં દાખલ થયેલો છે.  

– વડોદરાના જીગર ભટ્ટ સાથે માત્ર ૧૧.૫૦ લાખનો સોદો કરાયો

આણંદ જિલ્લા ફડચા અધિકારી દ્વારા હરાજીમાં વડોદરાના જીગર ભટ્ટ સાથે ૧૧.૫૦ લાખનો પામોલની મંડળીનું  વેચાણ કરાયું હતું. જેમાં જીગર પટેલ ૧,૦૦,૦૦૦ ચેકથી ૨૫.૪.૧૮ તથા દસ લાખ રૂપિયા ચેકથી  તા.૧૭.૫.૨૦૧૮ અને ૧૫,૦૦૦  તા.૪.૨. ૨૦૧૯ ના રોજ સરકારી ચલણથી રોકડા ફડચા અધિકારી આણંદને ચૂકવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
કપચી ભરેલી ટ્રક પલટતાં કારનો કચ્ચરઘાણ, રાજસ્થાનમાં એક જ પરિવારના 4 કાળને ભેટ્યાં

કપચી ભરેલી ટ્રક પલટતાં કારનો કચ્ચરઘાણ, રાજસ્થાનમાં એક જ પરિવારના 4 કાળને ભેટ્યાં

આગામી સાડાત્રણ મહિનામાં દેશમાં 24 અબજ ડોલર મૂલ્યના ઈક્વિટી શેરો અનલોક થશે | Equity shares worth 24 b…

આગામી સાડાત્રણ મહિનામાં દેશમાં 24 અબજ ડોલર મૂલ્યના ઈક્વિટી શેરો અનલોક થશે | Equity shares worth 24 b...

વૈશ્વિક ઈક્વિટી માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો 3.47 ટકા સાથે 29 મહિનાના તળિયે | India’s share in globa…

વૈશ્વિક ઈક્વિટી માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો 3.47 ટકા સાથે 29 મહિનાના તળિયે | India's share in globa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થી હત્યા કેસ: ’10 ટકા બાળકોને મૃતકની યાદમાં નજીવી ફીમાં પ્રવેશ આપો’, હાઈકોર્…

સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થી હત્યા કેસ: ’10 ટકા બાળકોને મૃતકની યાદમાં નજીવી ફીમાં પ્રવેશ આપો’, હાઈકોર્…

11 months ago
વૈશ્વિક બજારોમાં તેજી : સેન્સેક્સ 303 પોઈન્ટ વધીને 84059, નવ મહિનાની ટોચે | Global markets rally: Se…

વૈશ્વિક બજારોમાં તેજી : સેન્સેક્સ 303 પોઈન્ટ વધીને 84059, નવ મહિનાની ટોચે | Global markets rally: Se…

1 year ago
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસ ઉમેદવારે હારનો ટોપલો EVM પર ઢોળ્યો | Umreth By El…

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસ ઉમેદવારે હારનો ટોપલો EVM પર ઢોળ્યો | Umreth By El…

4 months ago
ગોરવાની પરિણીતાની અંકોડીયા ગામની સીમમાં હત્યા થયેલી લાશ મળતા ચકચાર | Murdered body of Gorwani’s wife…

ગોરવાની પરિણીતાની અંકોડીયા ગામની સીમમાં હત્યા થયેલી લાશ મળતા ચકચાર | Murdered body of Gorwani’s wife…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News