
Rajasthan Accident: રાજસ્થાનના બુંદી જિલ્લામાં ગુરુવારે (18મી ડિસેમ્બર) સાંજે એક અત્યંત ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે 52 પર કપચી ભરેલી એક બેકાબૂ ટ્રક કાર પર પલટી જતાં કારમાં સવાર એક જ પરિવારના ચાર સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. આ અકસ્માત એટલો ભીષણ હતો કે કાર ટ્રક નીચે દબાઈને લોખંડના ડબ્બાની જેમ કચડાઈ ગઈ હતી.
અકસ્માત કેવી રીતે થયો
અધિક પોલીસ અધિક્ષક (ASP) ઉમા શર્માના જણાવ્યા અનુસાર, અકસ્માત ગુરુવારે સાંજે આશરે 6:30 વાગ્યાની આસપાસ સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો.










