gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉ. ભારતમાં કાતિલ ઠંડી, ગાઢ ધુમ્મસ : 300 ફ્લાઈટ રદ | Deadly cold dense fog in North India: 300 flight…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in INDIA
0 0
0
ઉ. ભારતમાં કાતિલ ઠંડી, ગાઢ ધુમ્મસ : 300 ફ્લાઈટ રદ | Deadly cold dense fog in North India: 300 flight…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જમ્મુ-કાશ્મીરમાં હાડ ગાળતી ઠંડીનો 40 દિવસનો સમય ‘ચિલ્લાઈ કલાન’ શરૂ

– જમ્મુ-કાશ્મીરમાં પુલવામા માઈન ૩.૨ ડિગ્રી, પંજાબના ફરિદકોટમાં 4.9 ડિગ્રી, હરિયાણાના જિંદમાં 5.2 ડિગ્રી સાથે સૌથી ઠંડા સ્થળ રહ્યા

– દિલ્હીમાં આ સિઝનમાં શનિવારે પહેલી વખત ‘કોલ્ડ વેવ’ જાહેર કરવા સાથે ડિસેમ્બરમાં સૌથી ઠંડો દિવસ રહ્યો

નવી દિલ્હી: ઉત્તર ભારતમાં જમ્મુ-કાશ્મીરથી લઈને છેક પશ્ચિમ બંગાળ સુધી અનેક વિસ્તારોમાં ઠંડી અને ગાઢ ધુમ્મસના કારણે ઝિરો વિઝિબિલિટીના કારણે સામાન્ય જનજીવન ખોરવાયેલું રહ્યું હતું. દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે દોઢ દિવસમાં ૩૦૦થી વધુ ફ્લાઈટ રદ કરવી પડી હતી જ્યારે ઉત્તર પ્રદેશના નોઈડા, ગાઝિયાબાદ સહિતના વિસ્તારોમાં ધુમ્મસના કારણે ફ્લાઈટ, ટ્રેનોના શેડયુલ ખોરવાઈ ગયા હતા. પશ્ચિમ બંગાળમાં ધુમ્મસના કારણે કોલકાતાથી પીએમ મોદીનું હેલિકોપ્ટર પણ ઊડી શક્યું નહોતું. બીજીબાજુ જમ્મુ-કાશ્મીરમાં હાડ ગાળતી ઠંડીનો ૪૦ દિવસનો ચિલ્લાઈ કલાન સમય શરૂ થયો હતો.

શિયાળાની કાતિલ ઠંડીનો સમય શરૂ થતા જ દિલ્હીમાં સિઝનની સૌથી પહેલી કોલ્ડ વેવ અનુભવાઈ હતી તેમજ આ વર્ષે ડિસેમ્બર મહિનાનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. હવામાન વિભાગે શનિવારે ગાઢ ધૂમ્મસના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરી હતી. દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસના કારણે ઝિરો વિઝિબિલિટીની હવાઈ ઉડ્ડયન, ટ્રેન અને ટ્રાફિક પર ગંભીર અસર પડી હતી. 

દિલ્હી એરપોર્ટ પર વિઝિબિલિટી અત્યંત ઓછી હોવાના કારણે ૭૦૦થી વધુ ફ્લાઈટ્સના સંચાલન પર અસર થઈ હતી. શનિવારે ૧૨૯ ફ્લાઈટ્સ રદ કરી દેવાઈ હતી. આ સાથે છેલ્લા દોઢ દિવસમાં કુલ ૩૦૯ ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી. આ સિવાય અનેક ફ્લાઈટ્સ વિલંબથી ચાલતા હજારો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. બે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પણ રદ કરાઈ હતી.

રાજધાની દિલ્હીમાં ટ્રેનોના પરિવહન પર પણ અસર થઈ હતી. પટના તેજસ રાજધાની, દુરંતો એક્સપ્રેસ, સંપૂર્ણ ક્રાંતિ એક્સપ્રેસ, વિક્રમશિલા સુપરફાસ્ટ જેવી ટ્રેનો નિર્ધારિત સમય કરતાં ઘણી વિલંબથી ચાલી રહી હતી.

દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશના નોઈડા અને ગાઝિયાબાદમાં પણ ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું, જેને પગલે હવાઈ સેવા પર અસર થઈ હતી. વારાણસીમાં ૩૦ સહિત અન્ય શહેરોમાં અનેક ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી. હવામાન વિભાગે જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં પવન પ્રતિ કલાક ૧૧ કિ.મી.ની ગતિએ ફૂંકાઈ રહ્યો હતો. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશમાં રવિવાર અને સોમવાર માટે પણ યલો એલર્ટ જાહેર કરી છે. એટલે કે ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોને હાલ ઠંડી અને ધુમ્મસથી રાહત મળવાની શક્યતા નથી.

હિમાલયન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ગાઢ ધુમ્મસની સાથે ઠંડીએ ભારે કેર વર્તાવ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં ૪૦ દિવસનો હાડ ગાળતી ઠંડીનો ‘ચિલ્લાઈ કલાન’ સમય શનિવારથી શરૂ થયો હતો. આ સમયમાં પર્વતીય પ્રદેશોમાં મધ્યમથી ભારે હિમવર્ષાની આગાહી કરાઈ છે. ચિલ્લાઈ કલાન પ્રત્યેક વર્ષે ૨૧ ડિસેમ્બરથી શરૂ થઈને ૩૧ જાન્યુઆરી સુધી ચાલે છે.

પંજાબ અને હરિયાણામાં પણ  ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો હતો. પંજાબના ફરિદકોટમાં શનિવારે તાપમાન ૪.૯ ડિગ્રીથી નીચે જતુ રહ્યું હતું, જે પંજાબમાં સૌથી ઠંડુ શહેર બન્યું હતું જ્યારે હરિયાણામાં જિંદમાં સૌથી નીચું ૫.૨ ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું. જમ્મુ-કાશ્મીરમાં પુલવામા માઈનસ ૩.૨ ડિગ્રી સાથે સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું. શ્રીનગરમાં તાપમાન માઈનસ ૦.૪ ડિગ્રી સે. નોંધાયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…

April 1, 2026
મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

April 1, 2026
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
Next Post
આર્ટસ ફેકલ્ટીની કેન્ટીન પાસેના હેલ્પ લાઈન બોર્ડ પર ચાર વર્ષ જૂના નંબર | four years old numbers displ…

આર્ટસ ફેકલ્ટીની કેન્ટીન પાસેના હેલ્પ લાઈન બોર્ડ પર ચાર વર્ષ જૂના નંબર | four years old numbers displ...

ઉત્તરાયણ આવતાં જ ચાઇનીઝ દોરાનું વેચાણ ચાલુ,ચાઇનીઝ દોરાની 662 રીલનો જથ્થો પકડાયો | accuse caught with…

ઉત્તરાયણ આવતાં જ ચાઇનીઝ દોરાનું વેચાણ ચાલુ,ચાઇનીઝ દોરાની 662 રીલનો જથ્થો પકડાયો | accuse caught with...

મકાનની માલિકીના વિવાદમાં મહિલા પર હથોડીથી હુમલો | Woman attacked with hammer in house ownership disp…

મકાનની માલિકીના વિવાદમાં મહિલા પર હથોડીથી હુમલો | Woman attacked with hammer in house ownership disp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેટલી પ્રા. શાળામાં મોબાઇલના ઉપયોગ અંગે વિવાદ, ટીપીઓની તપાસ | Controversy over mobile usage at Petli…

પેટલી પ્રા. શાળામાં મોબાઇલના ઉપયોગ અંગે વિવાદ, ટીપીઓની તપાસ | Controversy over mobile usage at Petli…

2 weeks ago
BSNLના ડાયરેક્ટરની પ્રયાગરાજની 'શાહી'  મુલાકાત, 50 અધિકારીને ડયુટી

BSNLના ડાયરેક્ટરની પ્રયાગરાજની 'શાહી' મુલાકાત, 50 અધિકારીને ડયુટી

1 month ago
વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…

વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…

1 week ago
વડોદરામાં લાલબાગ બ્રિજ નીચે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું, 4 ઇજાગ્રસ્ત, 7 વિરૂદ્ધ ગુનો દાખલ | Vadoda…

વડોદરામાં લાલબાગ બ્રિજ નીચે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું, 4 ઇજાગ્રસ્ત, 7 વિરૂદ્ધ ગુનો દાખલ | Vadoda…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News