gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મિત્ર ટ્રમ્પને ખુશ કરવા શાંતિ બિલ લાવ્યા PM મોદી’, ન્યુક્લિયર સેક્ટરના ખાનગીકરણ મુદ્દે કોંગ્રેસનો આ…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in INDIA
0 0
0
‘મિત્ર ટ્રમ્પને ખુશ કરવા શાંતિ બિલ લાવ્યા PM મોદી’, ન્યુક્લિયર સેક્ટરના ખાનગીકરણ મુદ્દે કોંગ્રેસનો આ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

SHANTI Bill: સંસદમાંથી પસાર થયેલા ‘સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ ઑફ ન્યૂક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા બિલ’ (SHANTI Bill)થી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે આ બિલને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે, આ બિલ દેશના હિતમાં નથી પરંતુ, કોઈ જૂના મિત્રને ખુશ કરવા માટે લાવવામાં આવ્યું છે. જૂના મિત્રનો ઉલ્લેખ કરતા કોંગ્રેસે નામ લીધા વિના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફ ઈશારો કર્યો હતો. 

આ પણ વાંચોઃ રૂ.3300 કરોડના માલિક ભાજપ ધારાસભ્યએ રિક્ષાચાલકને લાફો ઝીંક્યો, ધરણાં વચ્ચે અચાનક ગુમાવ્યો પિત્તો

કોંગ્રેસે દાવો કર્યો કે, આ બિલને ઉતાવળમાં બુલડોઝર ચલાવવાની જેમ સંસદમાંથી પસાર કરી દેવાયું. કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ જયરામ રમેશે શનિવારે (20 ડિસેમ્બર) મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, SHANTI Billને સંસદમાં યોગ્ય ચર્ચા વિના પસાર કરવામાં આવ્યું છે. જેની પાછળનું સાચું કારણ અમેરિકાના હિત સાધવાનું છે.

સતત આરોપ-પ્રત્યારોપ વચ્ચે ચાલો જાણીએ આખરે આ SHANTI Bill શું છે અને તેમાં એવું તો શું છે કે, આટલો વિવાદ થઈ રહ્યો છે. 

SHANTI Billની મહત્ત્વની વાતો

  • આ બિલનો હેતુ પરમાણુ ઊર્જા અને વિવિધ સેક્ટરમાં તેના ઉપયોગને પ્રોત્સાહન આપવું છે, જે 2047 સુધી 100 GW પરમાણુ ઊર્જા ક્ષમતા હાંસલ કરવાના દેશના લક્ષ્ય સાથે મેળ ખાય છે. 
  • પ્રાઇવેટ કંપનીઓને સિવિલ ન્યૂક્લિયર ઓપરેશન્સમાં એન્ટ્રી મળશે, જે અત્યાર સુધી ફક્ત સરકારી સંસ્થાઓ માટે અનામત હતી. આ બિલ પ્રાઇવેટ કંપની અને જોઇન્ટ વેન્ચરને ન્યૂક્લિયર ફેસિલિટીઝ બનાવવા અને ચલાવવા તેમજ પરમાણુ ઇંધણ પરિવહન માટે અધિકૃતતા મેળવવાની મંજૂરી આપે છે.
  • અહેવાલ અનુસાર, સરકારે જણાવ્યું કે, યૂરેનિયમ એનરિચમેન્ટ ઉપયોગ કરેલા ફ્યૂલનું સંચાલન અને ભારે વૉટર મેન્યુફેક્ચરિંગ જેવી સંવેદનશીલ કામગીરી હજુ પણ સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકારના કંટ્રોલમાં રહેશે.
  • આ પ્રકારે સુરક્ષાના ધોરણો જાળવવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર હેઠળ રેડિયોએક્ટિવ મટેરિયલ અને રેડિએશન પેદા કરનારા ઉપકરણોનું નિરીક્ષણ પણ ચાલુ રહેશે. 
  • એટૉમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ (AERB)ને કાયદાનો દરજ્જો આપવામાં આવશે. જેનાથી AERBનેસુવિધાઓનું નિરીક્ષણ કરવાની, ઘટનાઓની તપાસ કરવાની, બંધનકર્તા નિર્દેશા જાહેર કરવા અને સુરક્ષાના ધોરણોને પૂરા ન કરનારા ઓપરેશન્સને સસ્પેન્ડ અથવા રદ કરવાની સત્તા મળશે. 
  • સ્પષ્ટ લાઇસન્સિંગ સિસ્ટમ નક્કી કરશે કે, પરમાણુ સુવિધાઓ કોણ બનાવી શકે છે અને ચલાવી શકે છે, જેનાથી જવાબદારી મજબૂત બનશે.
  • સુરક્ષા દેખરેગને ન્યૂક્લિયર ફેસિલિટીઝની આખી લાઇફસ્ટાઇલ-નિર્માણ અને સંચાલનથી લઈને ટ્રાન્સપોર્ટ, સ્ટોરેજ, ડીકમીશનિંગ અને કચરા વ્યવસ્થાપન સુધી કાયદાકીય રીતે સામેલ કરવામાં આવશે. રેડિએશન એક્સપોઝરવાળી ગતિવિધિઓ માટે ઓપરેશનલ લાઇસન્સ સિવાય સ્પષ્ટ સુરક્ષા અધિકૃતતાની જરૂર પડશે. આ બિલ વિવાદોના ઉકેલ માટે એક ખાસ ન્યૂક્લિયર ટ્રિબ્યૂનલ પણ રજૂ કરે છે. 
  • બિલનું અન્ય એક મહત્ત્વનું પાસું રોકાણને પ્રોત્સાહન આપી જોખમોને મર્યાદિત કરવા અને પરમાણુ જવાબદારી માળખામાં સુધારો કરવો છે. આ કાયદો ન્યૂક્લિયર ઉપકરણોના સપ્લાયરની જવાબદારી સંબંધિત કલમને દૂર કરે છે. 
  • આ બિલ ભારતના સિવિલ ન્યૂક્લિયર ફ્રેમવર્ક એટલે કે નાગરિક પરમાણુ માળખામાં ફેરફાર કરે છે. લોકસભા અને રાજ્યસભા પાસે આ બિલ ન્યૂક્લિયર એનર્જી સેક્ટરને પ્રાઇવેટ કંપનીઓ માટે ખોલે છે. આ બિલ બે મોટા કાયદા- એટૉમિક એનર્જી એક્ટ, 1962 અને સિવિલ લાયબિલિટી ફોર ન્યૂક્લિયર ડેમેજ એક્ટ, 2010ને ખતમ કરે છે.  

આ પણ વાંચોઃ VB- જી રામ જી બિલ પર કોંગ્રેસની નવી ચાલ! લાલચોળ થઈ BJP, રાષ્ટ્રપતિની મહોર પહેલા પેચ ફસાયો?

અહીંથી વિપક્ષે સવાલ શરૂ કર્યા છે. વિપક્ષી પાર્ટીઓનું કહેવું છે કે, સપ્લાયરની જવાબદારી દૂર કરવાથી જો કોઈ પરમાણુ દુર્ઘટના થઈ, તો સામાન્ય નાગરિકને ન્યાય મળવો અઘરૂ બની જશે. વિપક્ષની માંગ હતી કે, આ બિલને સંસદીય સમિતિ પાસે મોકલવામાં આવે, તેથી વિસ્તારથી તપાસ થઈ શકે. પરંતુ, સરકારે આ માંગને નકારી દીધી છે. પરિણામ એ આવ્યું કે, લોકસભામાં બિલ પાસ થયું અને બાદમાં રાજ્યસભામાં પણ ચર્ચા વિના ફક્ત ધ્વનિ મતથી આ બિલ પસાર થઈ ગયું. 

કોંગ્રેસનો વિરોધ 

જયરામ રમેશે SHANTI Bill દ્વારા મોદી સરકાર પર એવા સમયે પ્રહાર કર્યો, જ્યારે હાલમાં જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નાણાંકીય વર્ષ 2026ના અમેરિકન નેશનલ ડિફેન્સ ઑથરાઇઝેશન એક્ટ (NDAA) પર હસ્તાક્ષર કર્યા છે. આ કાયદો આશરે 3100 પાનાનો છે અને તેના પાના નંબર 1912 પર ભારત-અમેરિકા વચ્ચે ન્યૂક્લિયર લાયબિલિટી નિયમોને લઈને ખાસ ઉલ્લેખ છે. 

'મિત્ર ટ્રમ્પને ખુશ કરવા શાંતિ બિલ લાવ્યા PM મોદી', ન્યુક્લિયર સેક્ટરના ખાનગીકરણ મુદ્દે કોંગ્રેસનો આરોપ 2 - image

SHANTI એક્ટને TRUMP એક્ટ પણ કહી શકાય છેઃ જયરામ રમેશ

જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ પાનાનો સ્ક્રીનશૉટ શેર કરતા લખ્યું કે, આમાં સ્પષ્ટરૂપે ભારત અને અમેરિકા વચ્ચે ન્યૂક્લિયર લાયાબિલિટી નિયમો પર જોઇન્ટ અસેસમેન્ટની વાત કહેવામાં આવી છે. આ અસલી કારણ છે કે, SHANTI Bill ને આટલું જલ્દી અને કોઈપણ ચર્ચા વિના પસાર કરવામાં આવ્યું છે. પ્રમુખ ટ્રમ્પે પણ થોડા સમય પહેલાં અમેરિકા ફિસ્કલ યર 2026 માટે નેશનલ ડિફેન્સ ઑથરાઇઝેશન એક્ટ પર સહી કરી છે. આ એક્ટ 3100 પાનાનો છે. પાના નંબર 1912 પર ન્યૂક્લિયર લાયાબિલિટી રૂલ્સ પર અમેરિકા અને ભારત વચ્ચે જોઇન્ટ અસેસમેન્ટનો ઉલ્લેખ છે. હવે અમને પાક્કી ખાતરી થઈ ગઈ કે, વડાપ્રધાને (નરેન્દ્ર મોદી) આ અઠવાડિયાની શરૂઆતમાં સંસદમાં SHANTI બિલને કેમ પસાર કરાવ્યું, જેમાં બીજી વાતો સિવાય સિવિલ લાયાબિલિટી ફોર ન્યૂક્લિયર ડેમેજ એક્ટ, 2010 ની મુખ્ય જોગવાઈને ખતમ કરી દીધી હતી, જેને સંસદની સર્વસંમતિથી પસાર કરાયું હતું. આ પોતાના જૂના મિત્ર સાથે SHANTI પુનઃસ્થાપિત કરવા માટે હતું. SHANTI એક્ટને TRUMP એક્ટ પણ કહી શકાય છે – ધ રિએક્ટર યુઝ એન્ડ મેનેજમેન્ટ પ્રોમિસ એક્ટ.

આ પણ વાંચોઃ રેલવે ટિકિટના ભાવમાં વધારોઃ નોન-એસીમાં 500 કિ.મી.ની મુસાફરીના રૂ. 10 વધુ ચૂકવવા પડશે

અમેરિકન કાયદા અનુસાર અમેરિકન વિદેશ મંત્રીને બીજા સંબંધિત વિભાગો સાથે મળીને 2008ના સિવિલ ન્યૂક્લિયર અમલીકરણનું મૂલ્યાંકન કરવા, ભારતના સ્થાનિક ન્યૂક્લિયર લાયાબિલિટી ફ્રેમવર્કને આંતરરાષ્ટ્રીય માનદંડો સાથે જોડવાની તક પર ચર્ચા કરવા અને દ્વિપક્ષીય તેમજ બહુપક્ષીય રાજદ્વારી જોડાણ માટે વ્યૂહરચના વિકસાવવા માટે ભારત સાથે એક સંયુક્ત સલાહકાર પદ્ધતિ જાળવવાની જરૂર છે.

મોટો બદલાવઃ વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બિલને મોટો બદલાવ જણાવ્યો. જોકે, કોંગ્રેસનું કહેવું છે કે, આ 2010માં બનેલી સંસદીય સંમતિને તોડે છે અને દેશના રાષ્ટ્રીય હિત સાથે સમાધાન કરે છે. 

'મિત્ર ટ્રમ્પને ખુશ કરવા શાંતિ બિલ લાવ્યા PM મોદી', ન્યુક્લિયર સેક્ટરના ખાનગીકરણ મુદ્દે કોંગ્રેસનો આરોપ 3 - image

જ્યારે આ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું તો કેન્દ્રીય સાઇન્સ એન્ડ ટેક્નોલોજી રાજ્ય મંત્રી જીતેન્દ્પ સિંહે કહ્યું હતું કે, આ પરમાણુ નુકસાન માટે એક વ્યવહારિક સિવિલ લાયાબિલિટી વ્યવસ્થા આપે છે. આ બિલ પીડિતોને મળતા વળતરને ઓછું નથી કરતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગર ગ્રામ્યના ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાની બઢતી સાથે નર્મદા જિલ્લાના રાજપીપળામાં બદલી | Jamnagar R…

જામનગર ગ્રામ્યના ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાની બઢતી સાથે નર્મદા જિલ્લાના રાજપીપળામાં બદલી | Jamnagar R...

જામનગરના સાત રસ્તા સર્કલ પાસે મહેશ્વરી યુવાન પર જૂની અદાવતના કારણે છરી-ધોકા વડે હુમલો: ચાર સામે ફરિય…

જામનગરના સાત રસ્તા સર્કલ પાસે મહેશ્વરી યુવાન પર જૂની અદાવતના કારણે છરી-ધોકા વડે હુમલો: ચાર સામે ફરિય...

જામનગર શહેર અને લાલપુરના હરીપરમાં પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા : પાંચ મહિલા સહિત 15 પત્તાપ્રે…

જામનગર શહેર અને લાલપુરના હરીપરમાં પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા : પાંચ મહિલા સહિત 15 પત્તાપ્રે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢના 3 તાલુકામાં આભ ફાટ્યું, મેંદરડામાં 13 ઈંચ, વંથલી-કેશોદમાં 10-10 ઈંચ જેટલો વરસાદ | Junagadh …

જૂનાગઢના 3 તાલુકામાં આભ ફાટ્યું, મેંદરડામાં 13 ઈંચ, વંથલી-કેશોદમાં 10-10 ઈંચ જેટલો વરસાદ | Junagadh …

10 months ago
વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી થતા યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | man ended his life by …

વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી થતા યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | man ended his life by …

11 months ago
VIDEO: 700 વર્ષ પહેલા સ્વયંભૂ નીકળેલી ગણેશજીની ચમત્કારી મૂર્તિ! પંચમહાલના પોપટપુરાના શ્રીજી ભક્તોની …

VIDEO: 700 વર્ષ પહેલા સ્વયંભૂ નીકળેલી ગણેશજીની ચમત્કારી મૂર્તિ! પંચમહાલના પોપટપુરાના શ્રીજી ભક્તોની …

10 months ago
અમદાવાદ: મોરૈયા GIDCની કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરની 8 ગાડી ઘટનાસ્થળે | Massive Fire Breaks Out at P…

અમદાવાદ: મોરૈયા GIDCની કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરની 8 ગાડી ઘટનાસ્થળે | Massive Fire Breaks Out at P…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News