![]()
– સાત લાખ પ્રસવમાંથી એકમાં બનતો કિસ્સો
– નવજાત બાળકોના ફેફસા સહિત મહત્વના અવયવો અવિકસીત હોવાથી બચાવી ન શકાયા
છિંદવાડા (મધ્ય પ્રદેશ) : એક અત્યંત દુર્લભ તબીબી ઘટનામાં મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લાના જુન્નરદેવ ગામની ૨૮ વર્ષીય મહિલાએ તાજેતરમાં એક સાથે ચાર બાળકોને જન્મ આપ્યો હતો. જો કે પ્રસવના તુરંત બાદ ચારેજ નવજાતના મોત થતા સાત લાખ પ્રસવમાંથી એકમાં બનતી આ અતિશય અસામાન્ય બાબતનો દુઃખદ અંત આવ્યો હતો. આ કેસ જોડિયા બાળકોના જન્મ સાથે સંકળાયેલી પ્રસવ સાથે સંકળાયેલા જોખમો પ્રત્યે લોકોનું તેમજ મેડિકલ નિષ્ણાંતોનું ધ્યાન ખેંચ્યું છે, ખાસ કરીને મર્યાદિત સ્રોત અને સંસાધનો હોય તેવા વિસ્તારમાં બાળકો તેમજ માતાના જીવ બચાવવાનું કાર્ય મુશ્કેલ હોય છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર જુન્નરદેવના રોરાઢેકનીમલ ગામની ગુન્નોબાઈ નામની ૨૮ વર્ષીય મહિલાએ સમય પહેલા એક સ્થાનિક આરોગ્ય સેવા ખાતે ચાર બાળકોને જન્મ આપ્યો હતો. અકાળે જન્મમાંથી ઉદ્ભવતી ગૂંચવણોને કારણે નવજાત બાળકોને તુરંત વધુ મેડિકલ સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે તેમાંથી બે બાળકોનું રસ્તામાં જ મોત થયું હતું જ્યારે બાકીના બે હોસ્પિટલમાં દાખલ થયાના ટૂંક સમયમાં જ અવસાન પામ્યા. હોસ્પિટલના સ્રોતોએ પુષ્ટી કરી કે નવજાત બાળકોના ફેફસા ગંભીર રીતે અવિકસીત હતા, જે એકસાથે વધુ બાળકોના જન્મ થવાની બાબતમાં સામાન્ય પણ ગંભીર સમસ્યા હોય છે.
જિલ્લા હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું કે નવજાત બાળકોનું વજન અત્યંત ઓછું હતું અને ગંભીર રીતે અવિકસીત હતા. હોસ્પિટલ સુધી પહોંચનાર એક બાળકીનું વજન ૬૦૦ ગ્રામ હતું જ્યારે બાળકનું વજન માત્ર ૩૫૦ ગ્રામ હતું. તેમના ફેફસા પણ અવિકસીત હોવાથી સ્વતંત્ર રીતે શ્વાસ લેવાનું અશક્ય હતું. રસ્તામાં જ અવસાન પામેલા બે અન્ય બાળકોના વજન પણ આશરે ૬૦૦ ગ્રામ જેટલા હતા.
ડોક્ટરોએ જણાવ્યું કે જુન્નરદેવ વિસ્તારમાં જન્મ સમયે બાળકોના ઓછા વજન સામાન્ય બાબત છે અને નવજાત બાળકોના જન્મસમયના વજન આશરે બે કિલો હોય છે. આ ચાર બાળકોના જન્મની બાબતમાં માતાનું શરીર ચાર ગર્ભના વિકાસને પૂરતો ટેકો ન આપી શક્યું, જેના પરિણામે તેમના મહત્વના અવયવો અવિકસીત રહ્યા.
ડોક્ટરોએ વધુ માહિતી આપી કે ચાર બાળકોનો જન્મ થતો હોય તેવી પ્રસૂતિમાં વધુ જોખમ રહેલું હોય છે અને તેમાં પ્રસવ પછી સતત નિરીક્ષણ, વિશેષ પ્રસુતિ સંભાળ અને આધુનિક શ્વસન સપોર્ટની જરૂર હોય છે. આવા કેસોમાં સામાન્ય રીતે ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન (આઈવીએફ) સહિતનીરિપ્રોડક્ટીવ ટેકનોલોજીની મદદ લેવામાં આવતી હોય છે. જો કે અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રસૂતિ અચાનક હોવાથી પડકારજનક બની હતી જે મેડિકલ ક્ષેત્રમાં વધુ દુર્લભ અને પડકારજનક હોય છે. અકાળે થતી પ્રસૂતિ આવી ગર્ભાવસ્થામાં લગભગ અનિવાર્ય હોય છે જેના કારણે નવજાતના બચવાની તકો મર્યાદિત બને છે.
ઉન્નાવ રેપ પીડિતના પરિવારનો બળાપો
કુલદીપ સેંગરને જામીન અમારા માટે કાળ જેવો ચુકાદો, સુપ્રીમમાં જઇશું
– રેપ પીડિતા અને તેનું કુટુંબ વિપક્ષના નેતા રાહુલ ગાંધીને મળ્યું અને વ્યથા ઠાલવી
નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટે આરોપી ભાજપના નેતા કુલદીપ સેંગરને આજીવન કેદની સજા સસ્પેન્ડ કરી અને જામીન પર છોડવાનો આદેશ આપ્યો તેનઉન્નાવ રેપ પીડિતેે તેના કુટુંબ માટે કાળ સમાન ગણાવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે તે આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં જશે.
આ દરમિયાન મહિલા અધિકાર કાર્યકર યોગિતા ભાયનાએ રેપ પીડિતની માતા સાથે ઇન્ડિયા ગેટ પર મંગળવારે ધરણા કર્યા હતા. તેમા રેપ પીડિતા એ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તે તેના વકીલને મળવા આવી છે, પરંતુ સીઆરપીએફના કર્મચારી તેને ઘરે મોકલવા પ્રયત્ન કરી રહ્યા છે. હું ફક્ત ન્યાય માંગી રહી છે એમ તેણે જણાવ્યું હતું.
પીડિતના કુટુંબે બુધવારે સાંજે વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધીએ તેને આશ્વાસન આપ્યું છે કે તેઓ તેને ન્યાય અપાવવામાં મદદ કરશે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે સેંગર સામે મજબૂતાઈથી કેસ લડવા અનુભવી અને નિષ્ણાત વકીલ પૂરો પાડવામાં મદદ કરશે. આ ઉપરાંત રેપ પીડિતના કુટુંબે જણાવ્યું હતું કે તેમનું જીવન ભયમાં હોવાથી સુરક્ષાની જરૂર છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે સુરક્ષા માટે પૂરતા પગલાં લેવાશે અને તેમના પુર્નવસવાટની પણ વ્યવસ્થા કરશે.
સેંગરને ૧૫ લાખના જામીન પર અને પીડિતના રહેવાસની પાંચ કિ.મી.ના એરિયામાં ન પ્રવેશવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. પીડિતે રાહુલ ગાંધીને મળ્યા પછી હવે વડાપ્રધાન મોદીને મળવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે.










