gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નકલી દવાઓનો કારોબાર : સરકાર સુષુપ્ત, દર્દીઓના જીવનું જોખમ | Counterfeit medicine business: Governmen…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
નકલી દવાઓનો કારોબાર : સરકાર સુષુપ્ત, દર્દીઓના જીવનું જોખમ | Counterfeit medicine business: Governmen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટમાં રોજ રૂા. 2 કરોડની દવાઓનું 1400 કેમિસ્ટોને ત્યાંથી વેંચાણ : છેલ્લાં એકાદ વર્ષથી રાજકોટમાં નકલી દવાઓ વેચાતી હોવાનું ધ્યાને આવતાં કેમિસ્ટો સચેત

રાજકોટ, : બીજી બધી વસ્તુઓનાં ડુપ્લીકેશનની જેમ ભારતમાં હવે નકલી દવાઓનાં ઉત્પાદન અને વેંચાણની ગંભીર સમસ્યા પણ ઉભી થઇ છે. ચોંકાવનારી વાત એ છે કે, નકલી દવાઓ બિલકુલ અસલી જેવી હોય છે. તેનું પેકેજિંગ, ગોળીઓનાં કલર સરખા હોવાનાં કારણે દર્દીઓ તો ઠીક કેમિસ્ટો પણ તેની આસાનીથી ખરાઇ કરી શકતા નથી.

રાજકોટની વાત કરીએ તો અત્યાર સુધીમાં નકલી દવાઓની ફરિયાદો ઉઠી ન હતી. પરંતુ જાણકાર વર્તુળોનાં કહેવા પ્રમાણે, છેલ્લા એકાદ વર્ષમાં નકલી દવાઓના ત્રણેક કિસ્સાઓથી ચિંતા વધી છે. બે માસ પહેલાં જ રાજકોટમાં પ્રેગનન્સી, દાંત-હાડકાની સર્જરી વગેરેમાં ઉપયોગમાં લેવાતી નકલી દવાઓનો જથ્થો જપ્ત થયો હતો. જો કે આ દવાઓનો જથ્થો એકલા રાજકોટમાં નહીં પરંતુ રાજ્યભરમાંથી મળી આવ્યો હતો. 

આ સ્થિતિમાં રાજકોટમાં પણ હવે નકલી દવાઓનું ભૂત ધૂણ્યું છે. આ જ કારણ છે કે કેમિસ્ટ એસોસિએશન (રાજકોટ)એ તેના મેમ્બર વેપારીઓને કંપની ચેનલ સિવાય દવાઓની ખરીદી નહીં કરવાની ચેતવણી આપી છે. જો કે, કોઇ મેમ્બર વેપારી કંપની ચેનલ સિવાય બહારગામથી કે અન્ય જગ્યાએથી ખરીદી કરશે તો તેના વિરૂા.ધ્ધ પગલાં લેવાની ચીમકી આપવામાં આવી છે.

એક અંદાજ પ્રમાણે રાજકોટમાં હાલ લાઇફ સેવિંગ અને લાઇફ સ્ટાઇલ ડિસિઝની મળી તમામ પ્રકારની અંદાજે રૂા.. 2 કરોડની દવા વેંચાય છે. શહેરમાં 1400 જેટલા કેમિસ્ટોને ત્યાંથી આ દવાઓનું વેંચાણ થાય છે.

નકલી દવાઓમાં ખોટી અને હલકી ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, જેને કારણે દર્દીને કોઇ ફાયદો તો સ્વાભાવિક રીતે થતો નથી, ઉલ્ટાનું તેનું સ્વાસ્થ્ય બગડે છે. ઘણી વખત તેણે મોતના મુખમાં પણ ધકેલાવું પડે છે.

આ જોતાં નકલી દવાઓનો કાળો કારોબાર રાજકોટ જ નહીં પરંતુ દેશભરમાં એક ગંભીર સમસ્યા બની ગઇ છે. રાજકોટનાં કેમિસ્ટ એસોસીએશનના માનદ મંત્રી અનિમેશ દેસાઈએ જણાવ્યું કે, ‘નકલી દવાઓ એટલી હદે અસલી લાગે છે કે ખુદ અમે પણ તેને આસાનીથી ઓળખી શકતા નથી. મેગ્નીફાઇંગ ગ્લાસથી જોઇએ ત્યારે સ્પેલિંગમાં મિસ્ટેક કે એવી બીજી ત્રૂટીઓને કારણે જ દવા નકલી હોવાનો ખ્યાલ આવે છે.’ આ જ કારણથી દરેક સરકાર નકલી દવાઓને ઓળખી કાઢવામાં ઉણી ઉતરી રહી છે.

સ્વાભાવિક છે કે દવા કંપનીઓ કે જે નવી-નવી દવાઓ શોધવા માટે રિસર્ચમાં લાખો-કરોડો રૂા.પિયા ખર્ચે છે, તેમને પણ નકલી દવાઓ વેંચાય તે પોસાતું નથી. પરંતુ તેઓ પણ નકલી દવાઓ શોધી કાઢવામાં મુશ્કેલી અનુભવી રહી છે અને કહે છે કે હવે થાકી પણ ગઇ છે. 

નકલી દવા ઓળખવાનું કોઈ મિકેનિઝમ વિકસ્યું નથી, QR કોડ એક ઉપાય છે પણ અવેરનેસનો અભાવ

એકંદરે ભારતમાં કોઇ એવું મિકેનિઝમ જ નથી બન્યું કે જેને કારણે  આસાનીથી ગ્રાહકો પણ નકલી દવાઓની ઓળખ કરી શકે. હવે ભારતની 300 જેટલી ટોચની ફાર્મા કંપનીઓએ પેકેજિંગ ઉપર ક્યુઆર કોડ લગાડવાનું શરૂા. કર્યું છે, જેને સ્કેન કરવાથી દવા અસલી છે કે નકલી તેની જાણકારી મળી રહે છે પરંતુ ભારતમાં ગ્રાહકો હજુ આ રીતે પેકેજિંગ પરનાં ક્યુઆર કોડ સ્કેન કરી ખરાઇ કરે તેટલા જાગૃત બન્યા છે કે કેમ તેવા સવાલ પણ ઉઠી રહ્યા છે. આ જોતાં સરકારે હવે નકલી દવાઓ બાબતે ગંભીરતાથી અને સખ્તાઇથી કાર્યવાહી કરે તો જ તેનું ઉત્પાદન અને વેંચાણ અટકી શકે તેમ છે તેમ જાણકારોનું કહેવું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
Next Post
સોના-ચાંદીમાં વિશ્વ બજારમાં તેજી અટકી જો કે ઘરઆંગણે આગેકૂચ જારી | Gold and silver prices halt global…

સોના-ચાંદીમાં વિશ્વ બજારમાં તેજી અટકી જો કે ઘરઆંગણે આગેકૂચ જારી | Gold and silver prices halt global...

SIP વૃદ્ધિનું એન્જિન બન્યું, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની AUM રૃ. 81 લાખ કરોડને પાર | SIP becomes engine …

SIP વૃદ્ધિનું એન્જિન બન્યું, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની AUM રૃ. 81 લાખ કરોડને પાર | SIP becomes engine ...

બિહારના સમસ્તીપુરમાં ભાજપ નેતાની હત્યા બાદ હિંસા, ટોળાએ આરોપીઓના ઘર-દુકાન ફૂંકી માર્યા

બિહારના સમસ્તીપુરમાં ભાજપ નેતાની હત્યા બાદ હિંસા, ટોળાએ આરોપીઓના ઘર-દુકાન ફૂંકી માર્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

127 ખાતા બંધ કરી ગ્રાહકોના 16 કરોડ રૂપિયા ચાઉં કરી ગયો બૅન્ક કર્મચારી, વૃદ્ધોની સેવિંગ્સ પણ ના છોડી …

127 ખાતા બંધ કરી ગ્રાહકોના 16 કરોડ રૂપિયા ચાઉં કરી ગયો બૅન્ક કર્મચારી, વૃદ્ધોની સેવિંગ્સ પણ ના છોડી …

9 months ago
અમદાવાદના ઓઢવમાં કરોડોના સોના-ચાંદી નહીં પણ 1500 કિલો ‘ભંગાર’ની ચોરી, ત્રણ શખસની ધરપકડ | Police arre…

અમદાવાદના ઓઢવમાં કરોડોના સોના-ચાંદી નહીં પણ 1500 કિલો ‘ભંગાર’ની ચોરી, ત્રણ શખસની ધરપકડ | Police arre…

5 months ago
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: સુપ્રીમ કોર્ટમાંથી તથ્ય પટેલને નિયમિત જામીન મળ્યા | ISKCON Bridge accident…

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: સુપ્રીમ કોર્ટમાંથી તથ્ય પટેલને નિયમિત જામીન મળ્યા | ISKCON Bridge accident…

1 month ago
સાવધાન! વૃદ્ધોને લૂંટવા સાયબર માફિયાઓની નવી માયાજાળ, પોલીસની નિષ્ક્રિયતાના કારણે મરણમૂડી જોખમમાં | D…

સાવધાન! વૃદ્ધોને લૂંટવા સાયબર માફિયાઓની નવી માયાજાળ, પોલીસની નિષ્ક્રિયતાના કારણે મરણમૂડી જોખમમાં | D…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News