
Bihar Election Funding: બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના તમામ રાજકીય પક્ષોને ચૂંટણી ફંડ મળ્યું હતું. સંસ્થાઓ અને જનતાએ મુખ્ય પક્ષોને દાન આપવામાં વધુ રસ દાખવ્યો હતો. બિહારમાં રાજકીય પક્ષોને 2023-24 નાણાકીય વર્ષ કરતાં 2024-25 નાણાકીય વર્ષમાં વધુ ફંડ મળ્યું હતું. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ (JDU) અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ફંડ મેળવવામાં આગળ રહી હતી. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે બંને પક્ષોને અનેક ગણું વધુ ફંડ મળ્યું હતું.










