gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં પિતાએ ઠપકો આપતાં 23 વર્ષીય યુવાને ચોથા માળેથી લગાવી મોતની છલાંગ | surat 23 year old man died…

G METRO NEWS by G METRO NEWS
December 28, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં પિતાએ ઠપકો આપતાં 23 વર્ષીય યુવાને ચોથા માળેથી લગાવી મોતની છલાંગ | surat 23 year old man died…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Crime: ગુજરાતમાં નજીવી બાબતોમાં આત્મહત્યાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સુરત અને રાજકોટમાં આવી જ બે અલગ-અલગ હૃદયદ્રાવક ઘટનાઓ સામે આવી છે. સુરતમાં પિતાના ઠપકાથી માઠું લાગી આવતા એક 23 વર્ષીય રત્નકલાકારે બિલ્ડિંગના ચોથા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું છે. જ્યારે રાજકોટમાં પત્ની સાથેના ઝઘડા બાદ એક યુવાને ઓવરબ્રિજ પરથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બંને ઘટનાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ સાબરમતીમાં પોલીસ ટીમ પર હુમલો, ઉશ્કેરાયેલા યુવકે લાકડાના ફટકા મારી PCR વાનના કાચ તોડ્યા

એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક 

મળતી  માહિતી મુજબ, સુરતના રામપુરા વિસ્તારમાં રામવાડી પાસે આવેલા ‘હમ્દપાર્ક’ બિલ્ડિંગમાં મોહમ્મદ મુનાફ મોતીપાણી પરિવાર સાથે રહે છે અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો 23 વર્ષીય દીકરો દાનિશ મોતીપાણી પણ હીરાની ઓફિસમાં નોકરી કરતો હતો. દાનિશ અવારનવાર કામ વગર અહીં-તહીં ફરતો રહેતો હોવાથી પિતાએ તેને ઠપકો આપ્યો હતો. પિતાની આ શિખામણ દાનિશને મન પર લાગી ગઈ હતી. જેના પગલે, શુક્રવારે (૨૬ ડિસેમ્બર) રાત્રે આવેશમાં આવીને દાનિશે પોતાના બિલ્ડિંગના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી હતી. 

પિતાએ ઠપકો આપ્યો અને…

સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યા મુજબ, દાનિશ નીચે ઉભેલા એક ‘છોટા હાથી’ ટેમ્પાના પાછળના ભાગે જોરદાર ધડાકા સાથે અથડાઈને જમીન પર પટકાયો હતો. અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેને તાત્કાલિક લોખાત હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. દાનિશ તેના પિતાનો એકનો એક પુત્ર હતો. પુત્રના સારા ભવિષ્ય માટે આપેલો ઠપકો આટલો ગંભીર આઘાત આપશે તેવી કલ્પના પણ પરિવારે કરી ન હતી. આ મામલે લાલગેટ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ કૌભાંડની નવી રીત : તમારા નામે ફ્લેટ ખરીદવા દો, બદલામાં દર મહિને 10 હજારની ગેરેન્ટેડ આવક આપીશું

પત્ની સાથેના વિવાદથી ભર્યું ચોંકાવનારૂ પગલું

બીજી બાજુ, રાજકોટ શહેરના રૈયા રોડ પર શ્યામનગર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા 41 વર્ષીય હરેશ જેઠવાએ રૈયા ચોક ઓવરબ્રિજ પરથી છલાંગ લગાવી આત્મહત્યાની કોશિશ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, હરેશને તેની પત્ની સાથે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો, જેનાથી તેને માઠું લાગી આવતા તેણે આ પગલું ભર્યું હતું. ઓવરબ્રિજ પરથી કૂદવાને કારણે યુવકને માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે ઇજાગ્રસ્તનું નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

June 29, 2026
Next Post
રેલવે વિભાગમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વેગ આપવા રણોલી અને પ્રતાપનગર સ્ટેશન પર પિટ લાઈન, સ્ટેબલિંગ લ…

રેલવે વિભાગમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વેગ આપવા રણોલી અને પ્રતાપનગર સ્ટેશન પર પિટ લાઈન, સ્ટેબલિંગ લ...

કેશોદના કારવાણી ગામે 30 વર્ષીય યુવકનો આપઘાત, માનસિક ત્રાસનો ગંભીર આક્ષેપ

કેશોદના કારવાણી ગામે 30 વર્ષીય યુવકનો આપઘાત, માનસિક ત્રાસનો ગંભીર આક્ષેપ

સાબરમતીમાં પોલીસ ટીમ પર હુમલો, ઉશ્કેરાયેલા યુવકે લાકડાના ફટકા મારી PCR વાનના કાચ તોડ્યા | Ahmedabad …

સાબરમતીમાં પોલીસ ટીમ પર હુમલો, ઉશ્કેરાયેલા યુવકે લાકડાના ફટકા મારી PCR વાનના કાચ તોડ્યા | Ahmedabad ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સવા વર્ષમાં સેન્સેકસ 96000 પહોંચશે | Sensex will reach 96000 in a year and a half

સવા વર્ષમાં સેન્સેકસ 96000 પહોંચશે | Sensex will reach 96000 in a year and a half

9 months ago
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : વિશ્વામિત્રી નદી પરના બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ | Mumbai Ah…

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : વિશ્વામિત્રી નદી પરના બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ | Mumbai Ah…

11 months ago
ઓ…કાકા…. મૂત્રાલય નહીં મંત્રાલય લખ્યું છે!! સોશિયલ મીડિયા પર દિલ્હીનો VIDEO વાયરલ | Man Urinatin…

ઓ…કાકા…. મૂત્રાલય નહીં મંત્રાલય લખ્યું છે!! સોશિયલ મીડિયા પર દિલ્હીનો VIDEO વાયરલ | Man Urinatin…

1 year ago
Budget 2026: શું સસ્તું થયું અને શું મોંઘું? જાણો તમારા ખિસ્સા પર કેવી પડશે અસર | budget 2026 sasta …

Budget 2026: શું સસ્તું થયું અને શું મોંઘું? જાણો તમારા ખિસ્સા પર કેવી પડશે અસર | budget 2026 sasta …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News