gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વલભીપુરની ગોકુળધામ સોસાયટીના રહીશો સાથે થયેલી છેતરપિંડી અને તંત્રની ઉદાસીનતા

G METRO NEWS by G METRO NEWS
December 30, 2025
in GUJARAT
0 0
0
વલભીપુરની ગોકુળધામ સોસાયટીના રહીશો સાથે થયેલી છેતરપિંડી અને તંત્રની ઉદાસીનતા
0
VIEWS
Share on FacebookShare on Twitter

વલભીપુરની ગોકુળધામ સોસાયટીમાં બિલ્ડર દ્વારા રહીશો સાથે છેતરપિંડીનો આક્ષેપ સુવિધાઓ મુદ્દે રજૂઆત કરવા ગયેલા રહીશોને બિલ્ડરે ધમકાવ્યા: “જ્યાં દોડવું હોય ત્યાં દોડી લો, કાંઈ નહીં થાય”

પોલીસ અને મામલતદાર કચેરી વચ્ચે રહીશો અટવાયા; છેવટે બિલ્ડર વિરુદ્ધ પોલીસ મથકે લેખિત અરજી અપાઈ

વલભીપુર:
વલભીપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલી ગોકુળધામ સોસાયટીના રહીશો હાલ બિલ્ડરની મનમાની અને સરકારી તંત્રની કથિત ઉદાસીનતાનો ભોગ બની રહ્યા છે. સરકારના નીતિ-નિયમો મુજબ ઓર્ગેનાઈઝ્ડ ડેવલોપરે રોડ, રસ્તા, ગટર અને પાણીની સુવિધા પુરી પાડવાની હોય છે, પરંતુ ગોકુળધામ સોસાયટીના બિલ્ડર દ્વારા આવી કોઈ સુવિધા આપવામાં ન આવી હોવાનો ગંભીર આક્ષેપ રહીશોએ કર્યો છે.

બિલ્ડરે મિટિંગમાં રહીશો સાથે ઉદ્ધત વર્તન કર્યું ગઈકાલે સાંજે સોસાયટીના રહીશો દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડેવલોપરને પણ બોલાવવામાં આવ્યા હતા. વર્ષો વીતી જવા છતાં રોડ-રસ્તા અને પાણીની વ્યવસ્થા ન થતા રહીશોએ સવાલ પૂછ્યા હતા. જેની સામે ડેવલોપરે નમ્રતા દાખવવાને બદલે રહીશો સાથે અશોભનીય વર્તન કર્યું હતું અને “તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લ્યો, તમારું કાંઈ થશે નહીં” તેવી ધમકી આપી હોવાનું રહીશોએ જણાવ્યું છે.

તંત્રના ધક્કા ખાતા રહીશો: પોલીસ અને મામલતદાર વચ્ચે ફૂટબોલ જેવી સ્થિતિ પીડિત રહીશો સૌપ્રથમ વલભીપુર પોલીસ સ્ટેશને રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં પી.આઈ. મકવાણાએ આ ‘દીવાની’ (Civil) કેસ હોવાનું કહી નગરપાલિકા અને મામલતદાર પાસે જવા સલાહ આપી હતી. નગરપાલિકામાં ચીફ ઓફિસર અને એન્જિનિયર બંને ઇન્ચાર્જમાં હોવાથી હાજર મળ્યા ન હતા.

રહીશોએ ત્યારબાદ મામલતદારને લેખિત રજૂઆત કરી હતી, પરંતુ મામલતદારે આ બાબત તેમના કાર્યક્ષેત્રમાં આવતી ન હોવાનું કહી ફરી પોલીસ પાસે જવાનું જણાવ્યું હતું.

SP કચેરી અને કંટ્રોલ રૂમમાં પણ કરાઈ જાણ તંત્રની આડોડાઈથી કંટાળી રહીશોએ ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ને ટેલિફોનિક જાણ કરી હતી. અંતે પોલીસ કંટ્રોલ રૂમમાં ફરિયાદ નોંધાવ્યા બાદ રહીશો ફરી વલભીપુર પોલીસ મથકે પહોંચ્યા હતા. જોકે, ત્યાં પણ પી.આઈ. એ ફરિયાદ દાખલ કરવાનો ઇનકાર કરી માત્ર અરજી લેવાની તૈયારી બતાવી હતી.
હાલમાં રહીશો દ્વારા બિલ્ડર સુરેશભાઈ મોહનભાઈ અને તેમના ભાઈઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે વલભીપુર પોલીસ આ મામલે કાયદેસરના પગલાં ભરી રહીશોને ન્યાય અપાવે છે કે પછી બિલ્ડરના પ્રભાવ હેઠળ મામલો દબાઈ જાય છે.

રિપોર્ટર ધર્મેન્દ્ર સિંહ સોલંકી વલ્લભીપુર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
ક્રૂરતાપૂર્વક 32 ભૂંડ ભરેલા 5 વાહનો ઝડપાયો, આરોપીઓ ફરાર | 5 vehicles loaded with 32 pigs brutally se…

ક્રૂરતાપૂર્વક 32 ભૂંડ ભરેલા 5 વાહનો ઝડપાયો, આરોપીઓ ફરાર | 5 vehicles loaded with 32 pigs brutally se...

બોરસદના ફતેપુર વિસ્તારમાંથી જુગાર રમતા 11 ઝડપાયા | 11 arrested for gambling in Fatehpur area of ​​Bo…

બોરસદના ફતેપુર વિસ્તારમાંથી જુગાર રમતા 11 ઝડપાયા | 11 arrested for gambling in Fatehpur area of ​​Bo...

ઢુણાદરા ગામમાં પડોશી ઉપર એસિડ ફેંકનાર મહિલાને 5 વર્ષની સખત કેદ | Woman who threw acid on neighbor in…

ઢુણાદરા ગામમાં પડોશી ઉપર એસિડ ફેંકનાર મહિલાને 5 વર્ષની સખત કેદ | Woman who threw acid on neighbor in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૈસા ટ્રાન્સફર કરવા પર લાગશે ચાર્જ: જાણો SBI, HDFC, PNB અને કેનરા બેન્કના નવા રેટ | personal finance…

પૈસા ટ્રાન્સફર કરવા પર લાગશે ચાર્જ: જાણો SBI, HDFC, PNB અને કેનરા બેન્કના નવા રેટ | personal finance…

1 year ago
ઈડીના દરોડામાં આઈ-પેક ઓફિસમાંથી મમતા ફાઈલો લઈ જતા રહેતા હોબાળો | Uproar as Mamata take files from IP…

ઈડીના દરોડામાં આઈ-પેક ઓફિસમાંથી મમતા ફાઈલો લઈ જતા રહેતા હોબાળો | Uproar as Mamata take files from IP…

8 months ago
‘ઘૂસણખોરોને બચાવે છે કોંગ્રેસ અને RJDના નેતાઓ’, બિહારમાં PM મોદીએ ઉઠાવ્યો ડેમોગ્રાફીનો મુદ્દો | Cong…

‘ઘૂસણખોરોને બચાવે છે કોંગ્રેસ અને RJDના નેતાઓ’, બિહારમાં PM મોદીએ ઉઠાવ્યો ડેમોગ્રાફીનો મુદ્દો | Cong…

12 months ago
મની લોન્ડરિંગના કેસમાં કમિશન ખાતામાં જમા થયું છે તેમ કહી નિવૃત્ત સરકારી અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી …

મની લોન્ડરિંગના કેસમાં કમિશન ખાતામાં જમા થયું છે તેમ કહી નિવૃત્ત સરકારી અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News