gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાળંગપુરમાં ઉજવાયો ગુજરાતનો સૌથી મોટો હનુમાન જન્મોત્સવ, મંદિર પરિસર ભક્તોની ચિક્કાર ભીડથી ઉભરાયું | …

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
સાળંગપુરમાં ઉજવાયો ગુજરાતનો સૌથી મોટો હનુમાન જન્મોત્સવ, મંદિર પરિસર ભક્તોની ચિક્કાર ભીડથી ઉભરાયું | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kashtbhanjandev Hanuman : સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તારીખ 11 અને 12 એપ્રિલ-2025ને શુક્રવાર-શનિવારના રોજ દાદાના દરબારમાં શ્રીહનુમાન જ્યંતી મહોત્સવ ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ હતી. આજે સવારે મંગળા આરતી સમયે લાખો ભક્તો મંદિર પરિસરમાં ઉમટ્યા હતા અને ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. ત્યારબાદ શણગાર આરતી કરવામાં આવી હતી જેમાં પણ લાખો ભક્તોએ દાદાની આરતીનો અનેરો લાહ્વો  લીધો હતો. આ દરમિયાન હનુમાનજીએ સુવર્ણ વાઘામાં ભક્તોને દર્શન આપ્યા હતા. મહત્ત્વનું છે કે હનુમાન જ્યંતીના દિવસે સાળંગપુર હનુમાનજી મંદિરે કષ્ટભંજન દેવ દાદાના દર્શને 7થી 10 લાખ ભક્તો ઉમટ્યા હતા.

સમૂહ મારુતિ યજ્ઞમાં 1 હજાર ભક્તોએ પાટલે બેસવાનો લાભ લીધો

આ દરમ્યાનમાં સવારે 7 વાગ્યે સમૂહ મારુતી યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. 12 તારીખે એટલે કે, આજે હનુમાન જ્યંતીના દિવસે દાદાના દરબારમાં સમૂહ મારુતી યજ્ઞ યોજાયો હતો. જેમાં વડતાલ ગાદી પીઠાધિપતિ પ. પૂ. ધ. ધુ. 1008 આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી દ્વારા બપોરે 12:00 કલાકે યજ્ઞમાં શ્રીફળ હોમી પૂર્ણાહુતી કરવામાં આવી હતી. સંતો અને 1 હજારથી વધુ હરિભક્તો યજ્ઞમાં બેસવાનો લાભ લીધો હતો. દેશના વિવિધ પ્રાંતમાંથી આવેલા 50થી વધુ બ્રાહ્મણો આ યજ્ઞ કરાવ્યો હતો. મંદિરની યજ્ઞશાળામાં શ્રી હનુમત્ બીજમંત્ર અનુષ્ઠાન, વેદ અનુષ્ઠાન, પંચમુખી સમૂહ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.  

સાળંગપુરમાં ઉજવાયો ગુજરાતનો સૌથી મોટો હનુમાન જન્મોત્સવ, મંદિર પરિસર ભક્તોની ચિક્કાર ભીડથી ઉભરાયું 2 - image

સમૂહ મહાસંધ્યા આરતી અને અન્નકૂટ સહિતના કાર્યક્રમોનું આયોજન 

આજે સવારે 5 કલાકે મંગળા આરતી વખતે ભવ્ય આતશબાજીથી કષ્ટભંજનદેવનું સ્વાગત કરાયું હતું. 7 કલાકે કષ્ટભંજનદેવ દાદા સુવર્ણ વાઘા ધારણ કરીને ભક્તોને દર્શન આપ્યા હતા. સવારે 7.30 કલાકે 51,000 બલૂનડ્રોપથી ભક્તોનું સ્વાગત કરાયું હતું. 250 કિલો કેકનું કટીંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા.  

સાળંગપુરમાં ઉજવાયો ગુજરાતનો સૌથી મોટો હનુમાન જન્મોત્સવ, મંદિર પરિસર ભક્તોની ચિક્કાર ભીડથી ઉભરાયું 3 - image

આજે બપોરે 11:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય છપ્પનભોગ અન્નકૂટ આરતી વડતાલ ગાદી પીઠાધિપતિ પ. પૂ. ધ. ધુ. 1008 આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી દ્વારા કરવામાં આવી હતી. દાદાના દર્શને આવતાં તમામ ભક્તો માટે 10 કલાકે મહાપ્રસાદનો પ્રારંભ થયો હતો. 

પંચમુખી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નીકળી

હનુમાન જ્યંતીના પાવન પ્રસંગે તારીખ 11મીએ સવારે 7.30 કલાકે રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં 1008 કિલો પુષ્પોથી કષ્ટભંજનદેવનો ભવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો. બપોરે 4 કલાકે કળશ યાત્રા યોજાઈ હતી. જેમાં 4 હાથીની સવારી ઉપર ઠાકોરજી બિરાજમાન થયા હતા. હજારો બહેનો ભક્તો દાદા માટે અભિષેકનું જળ મસ્તક પર ધારણ કર્યું હતું. 251 પુરુષ-મહિલા ભક્તોએ સાફા ધારણ કરીને દાદાને રાજી કર્યા હતા. 108 બાળકોએ દાદાના વિજયી ધ્વજને લહેરાવ્યો હતો. આ તકે આફ્રિકન સીદી ડાન્સે જબરદસ્ત આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત ડી. જે. નાસિક ઢોલ, બેન્ડવાજા વગેરે સંગીતની ટીમોએ ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ તકે 251 કિલો પુષ્પ અને 25,000 ચોકલેટો સંતો દ્વારા દર્શનાર્થીઓને વધાવવામાં આવ્યા હતા. 

સાળંગપુરમાં ઉજવાયો ગુજરાતનો સૌથી મોટો હનુમાન જન્મોત્સવ, મંદિર પરિસર ભક્તોની ચિક્કાર ભીડથી ઉભરાયું 4 - image

કિંગ ઑફ સાળંગપુર ખાતે આતશબાજી અને લાઇવ કોન્સર્ટનું આયોજન

11 એપ્રિલ શુક્રવારે રાત્રે સાંજે 7 કલાકે મહાસંધ્યા આરતી યોજાયો હતો. જેમાં હજારો દીવડાઓ દ્વારા સામૂહિક કષ્ટભંજનદેવની સંતો-ભક્તો દ્વારા રાત્રે 9.30 કલાકે કિંગ ઑફ સાળંગપુરની સમૂહ આરતી યોજાઈ હતી. જેમાં હજારો દીવડાઓથી કિંગ ઑફ સાળંગપુરની સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં આરતી થઈ હતી અને ઐતિહાસિક આતશબાજીથી દાદાનું સ્વાગત કર્યું હતું. 

સાળંગપુરમાં ઉજવાયો ગુજરાતનો સૌથી મોટો હનુમાન જન્મોત્સવ, મંદિર પરિસર ભક્તોની ચિક્કાર ભીડથી ઉભરાયું 5 - image

3000થી વધુ સ્વયંસેવકો રહેશે ખડેપગે રહ્યા

સાળંગપુરમાં આ હનુમાન જન્મોત્સવની ઉજવણીના માઇક્રો મેનેજમેન્ટ માટે 3000 હજારથી વધુ સવ્યંસેવકો ભોજનાલય, મંદિર પરિસર અને પાર્કિંગ સહિતના 25 અલગ-અલગ વિભાગોમાં ખડેપગે રહ્યા હતા. આ ઉપરાંત અહીં આવતા ભક્તો માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા બરવાળાથી આવતાં અને બોટાદ બાજુથી આવતા ભક્તો માટે કરવામાં આવી હતી. જેમાં અલગ-અલગ પાર્કિંગમાં એક સાથે 10 હજારથી વધુ વ્હીકલ આરામથી પાર્ક કરાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હાંસલપુર ચોકડી ઉપરથી આઇશરમાંથી રૂ. 6.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Foreign liquor worth Rs 6 50 lakh…
GUJARAT

હાંસલપુર ચોકડી ઉપરથી આઇશરમાંથી રૂ. 6.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Foreign liquor worth Rs 6 50 lakh…

February 15, 2026
નડિયાદના જય પાટીલ આપઘાત કેસ : દલિત સમાજ દ્વારા કલેક્ટર કચેરી બહાર ચક્કાજામ | Nadiad Jay Patil suicid…
GUJARAT

નડિયાદના જય પાટીલ આપઘાત કેસ : દલિત સમાજ દ્વારા કલેક્ટર કચેરી બહાર ચક્કાજામ | Nadiad Jay Patil suicid…

February 15, 2026
ઓનલાઇન ગેમ રમતા યુવાનોના બેંક એકાઉન્ટ ફ્રીઝ થતાં મુડી ગુમાવવાનો વારો | Youth playing online games fa…
GUJARAT

ઓનલાઇન ગેમ રમતા યુવાનોના બેંક એકાઉન્ટ ફ્રીઝ થતાં મુડી ગુમાવવાનો વારો | Youth playing online games fa…

February 15, 2026
Next Post
વડોદરામાં લેહરીપુરા ન્યુ રોડ સાંકડો હોવા છતાં ડિવાઇડર મુકવાની તૈયારીઓ થતા મર્ચન્ટ એસો.નો વિરોધ | Mer…

વડોદરામાં લેહરીપુરા ન્યુ રોડ સાંકડો હોવા છતાં ડિવાઇડર મુકવાની તૈયારીઓ થતા મર્ચન્ટ એસો.નો વિરોધ | Mer...

વડોદરામાં શાસ્ત્રી બ્રિજ પાસે જર્જરિત તોતિંગ લીમડાનું વૃક્ષ તૂટી પડતા વાહન વ્યવહારને અસર | traffic j…

વડોદરામાં શાસ્ત્રી બ્રિજ પાસે જર્જરિત તોતિંગ લીમડાનું વૃક્ષ તૂટી પડતા વાહન વ્યવહારને અસર | traffic j...

વક્ફ કાયદાના વિરોધમાં બંગાળમાં ભારેલો અગ્નિ: કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવાનો HCનો આદેશ

વક્ફ કાયદાના વિરોધમાં બંગાળમાં ભારેલો અગ્નિ: કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવાનો HCનો આદેશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશનની સભામાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલ કરાવવા મામલે પૂર્વ મેયર અને પૂર્વ વિપક્ષી નેતા …

વડોદરા કોર્પોરેશનની સભામાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલ કરાવવા મામલે પૂર્વ મેયર અને પૂર્વ વિપક્ષી નેતા …

4 weeks ago
દુનિયાના સ્વર્ગ સમા સ્વીત્ઝર્લેન્ડમા પુ. મોરારિબાપુના વ્યાસાસને રામકથાનો 19 થી પ્રારંભ

દુનિયાના સ્વર્ગ સમા સ્વીત્ઝર્લેન્ડમા પુ. મોરારિબાપુના વ્યાસાસને રામકથાનો 19 થી પ્રારંભ

7 months ago
ગુજરાતમાં ‘હેરિટેજ ટુરિઝમ પોલિસી 2020-25’નો અમલ, 36.95 લોકોએ 18 હેરિટેજ સાઇટની લીધી મુલાકાત | 36 95 …

ગુજરાતમાં ‘હેરિટેજ ટુરિઝમ પોલિસી 2020-25’નો અમલ, 36.95 લોકોએ 18 હેરિટેજ સાઇટની લીધી મુલાકાત | 36 95 …

10 months ago
તમિલનાડુમાં દિતવાહ વાવાઝોડા અંગે હાઇઍલર્ટ, 233 રાહત કેમ્પ તૈયાર, ડૉક્ટર્સની ટીમ તહેનાત | cyclone dit…

તમિલનાડુમાં દિતવાહ વાવાઝોડા અંગે હાઇઍલર્ટ, 233 રાહત કેમ્પ તૈયાર, ડૉક્ટર્સની ટીમ તહેનાત | cyclone dit…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News