gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદીઓ વર્ષે રૂ. 3000 કરોડના શાકભાજી આરોગી ગયા! જાણો બટાકા-ડુંગળી કેટલા ખાધા | Ahmedabad Consumes…

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદીઓ વર્ષે રૂ. 3000 કરોડના શાકભાજી આરોગી ગયા! જાણો બટાકા-ડુંગળી કેટલા ખાધા | Ahmedabad Consumes…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Veggie Bill of Ahmedabad: ​અમદાવાદીઓ સમગ્ર વર્ષ દરમિયાન ભારતમાં શિરમોર ગણાતા જમ્મુ-કાશ્મીરથી માંડીને દક્ષિણમાં છેક તળિયે સમુદ્ર કિનારે આવેલા કેરળમાં ઉગતા શાકભાજી આરોગતા રહે છે. જો કે અત્યારે ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે, અને શિયાળામાં મળતાં તમામ પ્રકારના શાકભાજીના ભાવો પણ આસમાને પહોચ્યા છે ત્યારે એ જાણવું પણ ભારે રસપ્રદ થઈ પડશે કે ગુજરાતીઓ જે જે શાકભાજી આરોગે છે તે છેક ક્યાં ક્યાંથી આવે છે.

​અમદાવાદીઓ અને આજુબાજુના લોકો જે વટાણા અને ફણસી આરોગે છે તે છેક જમ્મુ- કાશ્મીરથી આવે છે. તેવી જ રીતે આદુ, કાચી કેરી અને લીંબુ આરોગે છે તે કેરળ-આંધ્ર પ્રદેશ અને કર્ણાટકથી અમદાવાદમાં આવે છે. તેવી જ રીતે અમદાવાદીઓ જે દૂધી આરોગે છે તે છેક છત્તીસગઢથી આવે છે. જ્યારે કારેલા, કાકડી અને મરચાંં હરિયાણાથી અહીં આવે છે. તો હિમાચલથી પણ અહીં વટાણા અને ફણસી આવતી રહે છે.

​તેવી જ રીતે સૂકી ડુંગળી, ગવાર, કોથમીર, લીલી ડુંગળી, સરગવો, વાલોર, તુરિયા, લીલી મગફળી, કોબીજ, ફૂલાવર, બીટ, શક્કરિયા, ટીંડા, ભોલર મરચાંં, કાકડી, મકાઈ, કોળું, કોથમીર અને ટામેટાં મહારાષ્ટ્રથી આવે છે. જ્યારે પંજાબથી બટાકા, દેશી મરચાંં અને ટામેટાં તથા કોથમીર આવતા રહે છે.

આ ​ઉપરાંત મધ્ય પ્રદેશથી શિંગોડા, ફૂદીનો, સૂકું લસણ, કારેલા, મકાઈ, લીંબુ, મકાઈના ભુટ્ટા, અળવી અને રીંગણ તથા સૂકી ડુંગળી આવતી રહે છે. રાજસ્થાનમાંથી સરગવો, ભુટ્ટા, ગવાર, મૂળા, સૂકું લસણ અને ગાજર તથા આંબળા આવતા હોય છે. રાજધાની દિલ્હીથી ટામેટાં, વટાણા, ફણસી, ગાજર અને ભોલર મરચાંં તેમજ કોબીજ અને ફૂલાવર આવે છે.

​સ્થાનિક કક્ષાએથી ભાવનગરથી ડુંગળી, જામનગરથી મરચાંં અને દેશી મકાઈ, પોરબંદરથી કંકોડા, છોટા ઉદેપુરથી ભીંડા, કાકડી, કોલા, રીંગણ તેમજ બોટાદથી ભીંડા, ગવાર, ચોળી, સરગવો, લીંબુ, દૂધી, અને તુવેર આવે છે. વલસાડથી કાચી કેરી, લીલી હળદળ, કેળા, ટિંડોડા, પરવળ, સૂરણ અને રાજકોટથી કોથમીર, લીલી ડુંગળી, મેથી, લીલું લસણ તેમજ બીટ આવતું રહે છે.

​જ્યારે ઉત્તર ગુજરાતના પાટણ, હિંમતનગર અને ડીસા–પાલનપુર બાજુથી બટાકા, ગવાર, ચોળી, કારેલા, પાપડી, રીંગણ, રવૈયા, ગાજર, ભીંડા, દેશી મરચાંં અને કોળું, મોગરી, મેથી આવે છે. અમદાવાદ જિલ્લામાંથી સવા પાલક, તુરિયા, મેથી,  તાંદરજો, ગલકા, તુવેર અને ટામેટાં આવે છે. નવસારીથી સૂરણ અને બોરસદથી કાચા પપૈયા અમદાવાદીઓ બારેમાસ આરોગતા રહે છે.

અમદાવાદીઓ વર્ષ દરમિયાન અઢી કરોડ કિલો આદુ ખાઈ જાય છે

​અમદાવાદીઓ વર્ષના બાર મહિનામાં કુલ અઢી કરોડ કિલો કરતાં પણ વધુ આદુ ઝાપટી જાય છે, જ્યારે 23 કરોડ કિલો ડુંગળી અને 20 કરોડ કિલો કરતાં પણ વધુ વિવિધ પ્રકારના બટાકા આરોગી જાય છે. ઉપરાંત બે કરોડ કિલો જેટલું લસણ અને ચાર કરોડ કિલોથી પણ વધારે મરચાંં ખાઈ જાય છે.

અમદાવાદીઓ વર્ષ દરમિયાન ત્રણ હજાર કરોડના તો શાકભાજી ઝાપટી જાય છે

​અમદાવાદની જમાલપુર ખાતેની મુખ્ય શાક માર્કેટમાં વર્ષ દરમિયાન સરેરાશ 2800થી ત્રણ હજાર કરોડની વિવિધ પ્રકારની શાકભાજીનું વેચાણ થતું રહે છે. અમદાવાદમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી જુદા જુદા પ્રકારના શાકભાજી આવતા રહે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…
GUJARAT

છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…

June 6, 2026
ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની ‘વાઈરસ’વાળી પોસ્ટે પ…
GUJARAT

ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની ‘વાઈરસ’વાળી પોસ્ટે પ…

June 6, 2026
અમરેલી: સાવરકુંડલામાં પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર!, નાળા-વોકળામાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય યથ…
GUJARAT

અમરેલી: સાવરકુંડલામાં પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર!, નાળા-વોકળામાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય યથ…

June 6, 2026
Next Post
Viral Video: ન્યૂ યર પાર્ટીની ‘સાઇડ ઇફેક્ટ્સ’! નશામાં ચૂર યુવાનો લથડિયા ખાતા જોવા મળ્યા | Video of N…

Viral Video: ન્યૂ યર પાર્ટીની 'સાઇડ ઇફેક્ટ્સ'! નશામાં ચૂર યુવાનો લથડિયા ખાતા જોવા મળ્યા | Video of N...

કેશોદના કારવાણી ગામના ગ્રામજનો દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું.

કેશોદના કારવાણી ગામના ગ્રામજનો દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું.

આજથી ટી.ટી.એ.બી. દ્વારા વર્લ્ડ ટેબલ ટેનિસના બે મેગા ઇવેન્ટ્સની શરૂઆત | TTAB to host two mega events …

આજથી ટી.ટી.એ.બી. દ્વારા વર્લ્ડ ટેબલ ટેનિસના બે મેગા ઇવેન્ટ્સની શરૂઆત | TTAB to host two mega events ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘લશ્કર-એ-તૈયબાની મદદ વિના પહલગામ હુમલો સંભવ નહોતો..’ UNSC રિપોર્ટમાં પાક.ના જૂઠ્ઠાણાની પોલ ખુલી | pa…

‘લશ્કર-એ-તૈયબાની મદદ વિના પહલગામ હુમલો સંભવ નહોતો..’ UNSC રિપોર્ટમાં પાક.ના જૂઠ્ઠાણાની પોલ ખુલી | pa…

10 months ago
કોર્પોરેશનના લિગલ એડવાઇઝર દારૃના નશામાં ઝડપાયા | Corporation’s legal advisor caught drunk

કોર્પોરેશનના લિગલ એડવાઇઝર દારૃના નશામાં ઝડપાયા | Corporation’s legal advisor caught drunk

8 months ago
અમદાવાદ: 5 વર્ષે પહેલીવાર મોંઢેથી લીધું ભોજન! જન્મથી અન્નનળી વગર જન્મેલી ખેડાની દ્વિજાની સિવિલમાં સફ…

અમદાવાદ: 5 વર્ષે પહેલીવાર મોંઢેથી લીધું ભોજન! જન્મથી અન્નનળી વગર જન્મેલી ખેડાની દ્વિજાની સિવિલમાં સફ…

5 months ago
મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…

મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News