ટંકારા નજીક અકસ્માતનો વીડિયો વાયરલ : મિનરલ વોટરના કેરબા લઇને જતી વખતે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો : ડ્રાઇવરનો બચાવ
મોરબી, : વ્યસન માણસોનો પીછો મૂકતું જ નથી અને વ્યસની વ્યક્તિ ગમે તેવી સ્થિતિમાં પણ પોતાના વ્યસનને જ મહત્વ આપતો હોય છે તેવું આપણે સાંભળ્યું હશે, પરંતુ આ વાતને સાબિત કરતો આજે જીવતો જાગતો કિસ્સો ટંકારા પંથકમાં જોવા મળ્યો હતો. જ્યાં છોટા હાથી નદીમાં ખાબક્યું હતું. સદનસીબે ચાલકનો જીવ તો બચી ગયો હતો, પરંતુ નદીમાં જીવના જોખમની સ્થિતિમાં પણ ચાલક માવો બનાવતો નજરે પડયો હતો.
ટંકારા ધ્રોલ હાઈવે પર ખાખરા ગામ નજીક પસાર થતી નદીના પુલ પરથી છોટા હાથી નદીમાં ખાબક્યું હતું.