gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગૌસેવાથી લાખોની કમાણી: મહેન્દ્રભાઈ બન્યા ગાંધીનગર જિલ્લાના ‘શ્રેષ્ઠ પશુપાલક’, મરઘા રાખ્યા સિક્યુરિટી…

G METRO NEWS by G METRO NEWS
January 5, 2026
in GUJARAT
0 0
0
ગૌસેવાથી લાખોની કમાણી: મહેન્દ્રભાઈ બન્યા ગાંધીનગર જિલ્લાના ‘શ્રેષ્ઠ પશુપાલક’, મરઘા રાખ્યા સિક્યુરિટી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News : “ગૌ સેવા એ જ પ્રભુ સેવા”  આ ઉક્તિને સાંતેજ ગામના પ્રગતિશીલ પશુપાલક મહેન્દ્રભાઈ પટેલે સાર્થક કરી બતાવી છે. 2012માં માત્ર 2 ગાયોથી શોખ ખાતર શરૂ થયેલી તેમની સફર આજે 80 ગાયોના વિશાળ પરિવાર અને મહિને 3 લાખ રૂપિયાની આવક સુધી પહોંચી છે. તેમની આ અદ્ભુત સિદ્ધિ બદલ રાજ્ય સરકાર દ્વારા તેમને ‘ગાંધીનગર જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે.

શોખથી શરૂઆત અને આજે ‘મોડેલ તબેલો’

કલોલ તાલુકાના સાંતેજ ગામના મહેન્દ્રભાઈએ પરિવારને શુદ્ધ દૂધ મળે તે હેતુથી પશુપાલન શરૂ કર્યું હતું. આજે તેમના તબેલામાં 5 ઉચ્ચ ગુણવત્તાયુક્ત ગીર સાંઢ સહિત 70 થી 80 ગાયો છે. પશુઓને માત્ર વ્યવસાય નહીં પણ પરિવાર માનતા મહેન્દ્રભાઈએ તબેલામાં ગાયો માટે પંખા અને કૂલરની પણ વ્યવસ્થા કરી છે, જેથી કાળઝાળ ગરમીમાં પશુઓને રાહત મળે.

ગૌસેવાથી લાખોની કમાણી: મહેન્દ્રભાઈ બન્યા ગાંધીનગર જિલ્લાના 'શ્રેષ્ઠ પશુપાલક', મરઘા રાખ્યા સિક્યુરિટી ગાર્ડ તરીકે 2 - image

કુદરતી સિક્યુરિટી ગાર્ડ: મરઘા દ્વારા જીવાત નિયંત્રણ

મહેન્દ્રભાઈના તબેલાની સૌથી મોટી વિશેષતા એ છે કે ત્યાં માખી કે જીવજંતુનો ઉપદ્રવ જોવા મળતો નથી. આ માટે તેમણે કોઈ દવાનો છંટકાવ કરવાને બદલે 15-20 મરઘા પાળ્યા છે. આ મરઘા તબેલાની આસપાસના કીટકોને ખાઈ જાય છે, જે પશુઓના સ્વાસ્થ્ય માટે કુદરતી સુરક્ષા કવચ પૂરું પાડે છે.

મહિને રૂ. 2.5 થી 3 લાખની આવક

મહેન્દ્રભાઈ આજે પશુપાલનમાંથી આર્થિક સમૃદ્ધિનું મોડેલ બન્યા છે:

દૂધ ઉત્પાદન: 20થી વધુ દૂધણી ગાયો દ્વારા રોજનું 120 લીટર થી વધુ દૂધનું ઉત્પાદન.

વેલ્યુ એડિશન: શુદ્ધ દૂધ ઉપરાંત ઘીનું વેચાણ.

આ પણ વાંચો: ગાંધીનગરમાં રોગચાળો: એક બાળકનું શંકાસ્પદ મોત, સિવિલમાં બેડ ખૂટી પડતા નવો વોર્ડ શરૂ કરાયો

વેસ્ટમાંથી બેસ્ટ

ગાયના છાણમાંથી વર્મી કમ્પોસ્ટ (અળસિયા ખાતર) બનાવીને અન્ય ખેડૂતોને વેચાણ. આ તમામ પ્રવૃત્તિઓ થકી તેઓ દર મહિને અંદાજે 2.5 થી 3 લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે અને બે પરિવારોને રોજગારી પણ પૂરી પાડે છે.

ગાયો માટે ‘બેલેન્સ્ડ ડાયેટ’

ગાયોના સ્વાસ્થ્ય માટે તેઓ ચારામાં રજકો, ખોળ, કપાસિયા, ગોળ અને મકાઈનું વૈજ્ઞાનિક મિશ્રણ આપે છે. વિશેષ વાત એ છે કે, તેઓ ગાયોનો તમામ ચારો પોતાના જ ખેતરમાં પ્રાકૃતિક (કેમિકલ વગર) રીતે ઉગાડે છે.

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટી પદવીદાન: 10% દ્રષ્ટિ ધરાવતી ધૈર્યાને 7 ગોલ્ડ મેડલ, રવિના રાજપુરોહિત ટોપર

જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક તરીકે સન્માન

પશુ સંવર્ધન અને ગીર ઓલાદની જાળવણીમાં મહેન્દ્રભાઈના યોગદાનને બિરદાવતા ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રીના હસ્તે તેમને જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. મહેન્દ્રભાઈની આ સફળતા આજે અનેક યુવાનો અને ખેડૂતો માટે પશુપાલન ક્ષેત્રે નવી આશા જગાડનારી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
રશિયા-અમેરિકા જે ન કરી શક્યું તે વડોદરાએ કરી બતાવ્યું! ન્યુક્લિયર પ્લાન્ટ માટે બનાવ્યા 3 જટિલ સાધનો …

રશિયા-અમેરિકા જે ન કરી શક્યું તે વડોદરાએ કરી બતાવ્યું! ન્યુક્લિયર પ્લાન્ટ માટે બનાવ્યા 3 જટિલ સાધનો ...

અમદાવાદ: ગંદકી ફેલાવતા 10 એકમો સીલ, 400ને નોટિસ ફટકારી AMCએ રૂ. 3.57 લાખનો દંડ વસૂલ્યો | AMC seals 1…

અમદાવાદ: ગંદકી ફેલાવતા 10 એકમો સીલ, 400ને નોટિસ ફટકારી AMCએ રૂ. 3.57 લાખનો દંડ વસૂલ્યો | AMC seals 1...

પાવાગઢથી પરત ફરતા વડોદરાના બે શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબ્યા, એકને બચાવવા જતાં બંને તણાયા | Panchmah…

પાવાગઢથી પરત ફરતા વડોદરાના બે શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબ્યા, એકને બચાવવા જતાં બંને તણાયા | Panchmah...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હું તમામ ધર્મનું સન્માન કરું છું: ભગવાન વિષ્ણુ પર કરેલી ટિપ્પણી મામલે CJIની સ્પષ્ટતા | chief justice…

હું તમામ ધર્મનું સન્માન કરું છું: ભગવાન વિષ્ણુ પર કરેલી ટિપ્પણી મામલે CJIની સ્પષ્ટતા | chief justice…

11 months ago
નવસારીમાં માનવતા શર્મસાર… સાવકા પિતાએ બે સગીર દીકરીઓને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી | navsari chikh…

નવસારીમાં માનવતા શર્મસાર… સાવકા પિતાએ બે સગીર દીકરીઓને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી | navsari chikh…

5 months ago
વડોદરાના છાણી સ્મશાનમાંથી લાકડા લઈ જવાના મુદ્દે ભાજપ-કોંગ્રેસના આગેવાનો વચ્ચે હોબાળો : ઝપાઝપીના દ્રશ…

વડોદરાના છાણી સ્મશાનમાંથી લાકડા લઈ જવાના મુદ્દે ભાજપ-કોંગ્રેસના આગેવાનો વચ્ચે હોબાળો : ઝપાઝપીના દ્રશ…

1 year ago
જમ્મુમાં વરસાદે 115 વર્ષનો રૅકોર્ડ તોડ્યો, હિમાચલ પ્રદેશમાં હજારો મુસાફરો ફસાયા: હાઇવે-બ્રિજ નદીમાં …

જમ્મુમાં વરસાદે 115 વર્ષનો રૅકોર્ડ તોડ્યો, હિમાચલ પ્રદેશમાં હજારો મુસાફરો ફસાયા: હાઇવે-બ્રિજ નદીમાં …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News