gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

OBC અનામત 32% થી વધારી 51% કરવાની ભલામણ, કર્ણાટકની કોંગ્રેસ કરશે મોટો નિર્ણય | increase obc reservat…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in INDIA
0 0
0
OBC અનામત 32% થી વધારી 51% કરવાની ભલામણ, કર્ણાટકની કોંગ્રેસ કરશે મોટો નિર્ણય | increase obc reservat…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Karnataka OBC Reservation: કર્ણાટકમાં જાતિ આધારિત વસ્તી ગણતરી પંચે રાજ્યમાં અન્ય પછાત વર્ગો (OBC) માટે અનામત વર્તમાન 32%થી વધારીને 51% કરવાની ભલામણ કરી છે. જો આ ભલામણ લાગુ કરવામાં આવે તો રાજ્યમાં કુલ અનામતનો આંકડો 85% સુધી પહોંચી જશે. તેમાંથી, 10% પહેલાંથી જ આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે અને 24% અનુસૂચિત જાતિ/જનજાતિ (SC/ST) માટે અનામત છે.

પંચે પોતાની ભલામણોમાં કહ્યું હતું કે, હાલમાં જ હાથ ધરાયેલા સામાજિક-આર્થિક અને શૈક્ષણિક સર્વે અનુસાર, કર્ણાટકની વસ્તીમાં ઓબીસી વર્ગનો હિસ્સો લગભગ 70 ટકા છે. પંચે વસ્તીના રેશિયોના આધારે અનામત લાગુ કરવાની વાત કરી છે. જેથી સરકારી સુવિધાઓ અને તકોના સમાન વિત્તરણ થઈ શકે.  પંચના સર્વે રિપોર્ટમાં પછાત વર્ગની સંખ્યા 69.6 ટકા છે. તેમ છતાં રાજ્યમાં અડધાથી વધુ ઓછી વસ્તીને અનામતનો લાભ મળી રહ્યો છે. જો વસ્તીના આધારે અનામત આપવામાં ન આવી તો સરકારી સુવિધાઓ સમાન ધોરણે લોકો સુધી પહોંચી શકશે નહીં. ઉલ્લેખનીય છે, સર્વેની શરૂઆત 2015માં એચ. કંથરાજ દ્વારા થઈ હતી. ત્યારબાદ કર્ણાટક રાજ્ય પછાત વર્ગ પંચના અધ્યક્ષ જયપ્રકાશ હેગડેએ તેને પૂર્ણ કર્યો હતો. ફેબ્રુઆરી, 2024માં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને રિપોર્ટ સોંપ્યો હતો.

સર્વે રિપોર્ટના આધારે જાતિ આધારિત વસ્તી

વિગત વસ્તી
1-A પછાત 3496638
1-B પછાત 7392313
2-A પછાત 7778209
2-B પછાત 7525880
3-A પછાત 7299577
3-B પછાત 15437113
અન્ય પછાત 41630153
અનુસૂચિત જાતિ 10929347
અનુસૂચિત જનજાતિ 4281289

હોરિઝોન્ટલ રિઝર્વેશન લાગુ કરવા ભલામણ

પંચે ભલામણ કરી હતી કે, રાજ્ય સરકાર નોકરી અને શિક્ષણમાં હોરિઝોન્ટલ રિઝર્વેશન લાગુ કરે. આ નીતિ હેઠળ મહિલાઓ, દિવ્યાંગો અને અન્ય વિશેષ ક્લાસના દરેક અનામત વર્ગને અલગથી ક્વોટા મળે. જેમ કે, ઓબીસી વર્ગની  મહિલાઓ અને દિવ્યાંગોને અલગથી અનામત આપવામાં આવે.

આગામી કેબિનેટમાં લેવાશે નિર્ણય

આ જાતિ આધારિત વસ્તી ગણતરી રિપોર્ટ ફેબ્રુઆરી, 2024માં સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જેને ગત શુક્રવારે સિદ્ધારમૈયાના કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. સરકાર આ રિપોર્ટ પર ચર્ચા કરવા 17 એપ્રિલે ખાશ કેબિનેટ બેઠકનું આયોજન કરશે. ભલામણો પર ચર્ચા-વિચારણા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. જો આ ભલામણો લાગુ થાય તો કર્ણાટકની રાજનીતિ અને સમાજમાં એક મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવશે. જો કે, કુલ 85 ટકા અનામત બંધારણીય અને ન્યાયિક રીતે યોગ્ય છે કે નહીં. તે જોવાનું રહેશે.

OBC અનામત 32% થી વધારી 51% કરવાની ભલામણ, કર્ણાટકની કોંગ્રેસ કરશે મોટો નિર્ણય 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જયપુરમાં કાર-ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત, ખાટૂ શ્યામના દર્શને જતાં એક જ પરિવારના 5નાં મોત | /five peo…

જયપુરમાં કાર-ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત, ખાટૂ શ્યામના દર્શને જતાં એક જ પરિવારના 5નાં મોત | /five peo...

દિલ્હી, રાજસ્થાનથી લઈને મધ્યપ્રદેશ સુધી વાવાઝોડા સાથે વરસાદ, 400થી વધુ ફ્લાઈટ પ્રભાવિત | national we…

દિલ્હી, રાજસ્થાનથી લઈને મધ્યપ્રદેશ સુધી વાવાઝોડા સાથે વરસાદ, 400થી વધુ ફ્લાઈટ પ્રભાવિત | national we...

‘રામજીલાલની માફી મંજૂર નથી, જ્યાં મળશે ત્યાં બદલો લઈશું…’ તલવારો સાથે કરણી સેનાનું એલાન | resoluti…

'રામજીલાલની માફી મંજૂર નથી, જ્યાં મળશે ત્યાં બદલો લઈશું...' તલવારો સાથે કરણી સેનાનું એલાન | resoluti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસમાં જ રહેશે કે ભાજપમાં જોડાઈ જશે શશી થરુર? અમેરિકાથી દિગ્ગજે આપ્યો જવાબ | will shashi tharoo…

કોંગ્રેસમાં જ રહેશે કે ભાજપમાં જોડાઈ જશે શશી થરુર? અમેરિકાથી દિગ્ગજે આપ્યો જવાબ | will shashi tharoo…

1 year ago
કાલાવડના નિકાવા ગામનો વેપારી ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યો : બે ચિટર શખ્સોએ 51,000 પડાવી લીધાની ફરિ…

કાલાવડના નિકાવા ગામનો વેપારી ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યો : બે ચિટર શખ્સોએ 51,000 પડાવી લીધાની ફરિ…

9 months ago
BREAKING: પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા, દુષ્કર્મ કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યો હતો | Prajwal Reva…

BREAKING: પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા, દુષ્કર્મ કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યો હતો | Prajwal Reva…

1 year ago
જામનગરમાં સામાન્ય બોલાચાલીમાં બે પિતરાઈ ભાઈઓ પર હુમલો, ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો | Two cousins ​​…

જામનગરમાં સામાન્ય બોલાચાલીમાં બે પિતરાઈ ભાઈઓ પર હુમલો, ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો | Two cousins ​​…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News