![]()
વડોદરાઃ આકરી ઠંડીમાં સ્કૂલે મોડા પહોંચતા વિદ્યાર્થીઓને શહેરની સંખ્યાબંધ સ્કૂલો પ્રવેશ નહીંં આપતી હોવાની ફરિયાદો ઉઠી છે.જેને ધ્યાનમાં રાખીને હવે ડીઈઓ કચેરીએ તમામ સ્કૂલોને એક પરિપત્ર પાઠવ્યો છે.
આ પરિપત્ર પ્રમાણે સ્કૂલોએ નિયત સમય બાદ ૧૫ મિનિટ સુધી મોડા પડનારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે અને જો કોઈ સ્કૂલ વિદ્યાર્થીને પ્રવેશ નહીં આપે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
સાથે સાથે ડીઈઓ કચેરીએ વિદ્યાર્થીઓ ઘરેથી જે પણ ગરમ વસ્ત્રો પહેરીને આવે તેને ચલાવવા માટે અને સ્કૂલ દ્વારા નક્કી કરાયેલા ચોક્કસ પ્રકારના સ્વેટર પહેરવા માટે દબાણ નહીં કરવાની પણ તાકીદ પરિપત્રમાં કરી છે.
શહેરમાં સવારની પાળીમાં ચાલતી સ્કૂલોના આચાર્યોને ઠંડીના કારણે સમયમાં ફેરફાર કરવાની પણ સત્તા આપવામાં આવી છે.










