Unarmed PSI Written Exam : ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025 દરમિયાન લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી, બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર(PSI)ની 472 જગ્યા માટે કુલ 1,02,935 ઉમેદવારોની આજે રવિવારે (13 એપ્રિલ, 2025) લેખિત પરીક્ષા અમદાવાદ, વડોદરા અને સુરત ખાતેની કુલ 340 શાળાઓમાં લેવામાં આવી રહી છે.
બિન હથિયારી PSIનું પ્રથમ પેપર પૂર્ણ
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટરની 472 જગ્યા માટેની પરીક્ષામાં 3-3 કલાકના બે પેપર આજે રવિવારે લેવામાં આવી રહ્યા છે. જેમાં સવારે 9:30 થી 12:30 સુધીમાં MCQ આધારિત પ્રથમ પરીક્ષા લેવામાં આવી હતી. જ્યારે બીજું થિયરીકલ પેપર 3:00 થી 6:00 વાગ્યા સુધી ચાલશે. ગુજરાતભરથી અલગ-અલગ વિસ્તારોમાંથી આવેલા ઉમેદવારો પરીક્ષાના એક દિવસ અગાઉ પોતાના પરીક્ષા કેન્દ્રની સિટીમાં પહોંચી ગયા હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો: આવતીકાલે બિન હથિયારી PSIની ભરતી માટે લેખિત પરીક્ષા, 472 જગ્યા માટે 1,02,935 ઉમેદવારો
આ પરીક્ષા પારદર્શક રીતે કોઇપણ ગેરરીતિ વગર યોજાય તે માટે 8000 થી વધુ પોલીસ તથા શિક્ષણ વિભાગના અધિકારી / કર્મચારીઓ પરીક્ષાલક્ષી કામગીરીમાં હાજર રહ્યા હતા. દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર એક PI-PSIને ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે નિમણૂક આપવામાં આવી છે.