gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના મોકમપુરા ગામે પિતાએ જ પુત્રની હત્યા કરી : પુત્રવધુની સસરા સામે ફરિયાદ | Father kills son in…

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in GUJARAT
0 0
0
નડિયાદના મોકમપુરા ગામે પિતાએ જ પુત્રની હત્યા કરી : પુત્રવધુની સસરા સામે ફરિયાદ | Father kills son in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પારિવારિક કલેશ અને જમીન મામલે ચાલતા વિખવાદની શંકા 

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ માથાના ભાગે ૩થી ૪ જેટલા ગંભીર ઘા વાગ્યા હોવાથી મોત થયું હોવાનું સ્પષ્ટ થયું : પોલીસે તપાસ હાથ ધરી

નડિયાદ: નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મોકમપુરા ગામે શેઢી નદીના કિનારે પિતાએ જ પોતાના પુત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પારિવારિક અદાવત અને જમીન બાબતે ચાલતા વિખવાદમાં પિતાએ પુત્રના માથામાં ઘાતકી હથિયારના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હોવાના આક્ષેપ સાથે મૃતકની પત્નીએ સસરા સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મોકમપુરામાં રહેતી તારાબેન ચૌહાણે તેના સસરા પ્રતાપસિંહ ચંદુભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત તારીખ ૬ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સાંજે આશરે ૭ઃ૦૦ વાગ્યે તેમનો પતિ કમલેશભાઈ નદી કિનારે કુદરતી હાજતે જવા નીકળ્યો હતો. તેની પાછળ તેનો પિતા પ્રતાપસિંહ પણ ગયા હતા. થોડી વાર બાદ કમલેશભાઈની બૂમ સંભળાતા પરિવારના સભ્યો ત્યાં દોડી ગયા હતા. તે સમયે સામા મળેલા પ્રતાપસિંહે ‘હું તપાસ કરી આવું છું’ તેમ કહી પરિવાર પાસેથી બેટરી અને લાકડી લઈ લીધી હતી અને તેમને આગળ વધતા અટકાવ્યા હતા.

પ્રતાપસિંહે ગુનો છુપાવવા માટે પુત્રને ચક્કર આવ્યા હોવાનું બહાનું બતાવ્યું હતું અને તેને ખાનગી વાહનમાં સારવાર માટે લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા પહેલા જ કમલેશભાઈનું મોત નીપજ્યું હતું. મૃતકને જ્યારે ઘરે પરત લાવવામાં આવ્યો ત્યારે તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ હોવાનું પત્નીના ધ્યાને આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ માથાના ભાગે ૩થી ૪ જેટલા ગંભીર ઘા વાગ્યા હોવાનું અને તેના કારણે મોત થયું હોવાનું સ્પષ્ટ થયું હતું. હત્યા પાછળનું કારણ ઘરકંકાસ હોવાનું જાણવા મળ્યું છે. 

તારાબેનની નાની બહેનના લગ્ન તેના દિયર સાથે થયા હતા, પરંતુ સસરાના ત્રાસને કારણે તેમના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ સસરા પ્રતાપસિંહ તેના પુત્ર કમલેશ અને તારાબેન વચ્ચે પણ છૂટાછેડા કરાવવા દબાણ કરતા હતા, પરંતુ કમલેશે ના પાડતા પિતા તેના પર રોષ રાખતા હતા. આ ઉપરાંત કાકા સસરા સાથે રાખેલા સારા સંબંધો પણ આરોપી પિતાને પસંદ નહોતા. 

ઘટના બાદ આરોપી પિતાએ બીજા રસ્તેથી ઘરે આવી પોતાની હાજરી છુપાવવાનો અને પરિવારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે નડિયાદ રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરવા માટેની કાર્યવાહી શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોલીસને જુગારની  બાતમી આપવાના મુદ્દે તલવારથી હુમલો
GUJARAT

પોલીસને જુગારની બાતમી આપવાના મુદ્દે તલવારથી હુમલો

June 3, 2026
ગૃહ વિભાગના આદેશ બાદ વડોદરા પોલીસ બાંગ્લાદેશીઓ માટે સર્ચ, 200માંથી 7 શંકાસ્પદ જણાયા | Vadodara Polic…
GUJARAT

ગૃહ વિભાગના આદેશ બાદ વડોદરા પોલીસ બાંગ્લાદેશીઓ માટે સર્ચ, 200માંથી 7 શંકાસ્પદ જણાયા | Vadodara Polic…

June 3, 2026
પ્રજ્ઞાચક્ષુ આધેડને ઢોરમાર મારવાનો મામલો: પોલીસે નિવેદન લીધું પણ FIR નોંધાશે કે કેમ તે અંગે સવાલો! |…
GUJARAT

પ્રજ્ઞાચક્ષુ આધેડને ઢોરમાર મારવાનો મામલો: પોલીસે નિવેદન લીધું પણ FIR નોંધાશે કે કેમ તે અંગે સવાલો! |…

June 3, 2026
Next Post
કરચલિયાપરા વિસ્તારમાંથી ચોરીના મુદ્દામાલ સાથે બે શખ્સ ઝડપાયા | Two people arrested with stolen goods…

કરચલિયાપરા વિસ્તારમાંથી ચોરીના મુદ્દામાલ સાથે બે શખ્સ ઝડપાયા | Two people arrested with stolen goods...

પાક વીમો કોને ભાગે? . | Gujarat Samachar Tantri Lekh 09 January 2026

પાક વીમો કોને ભાગે? . | Gujarat Samachar Tantri Lekh 09 January 2026

GLDCના નિવૃત ફિલ્ડ સુપરવાઇઝરની 4.92 કરોડની સંપત્તિ જપ્ત | Assets worth Rs 4 92 crore of retired GLDC…

GLDCના નિવૃત ફિલ્ડ સુપરવાઇઝરની 4.92 કરોડની સંપત્તિ જપ્ત | Assets worth Rs 4 92 crore of retired GLDC...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AMU કેમ્પસમાં શિક્ષકની ગોળી મારી હત્યા, પછી હત્યારાએ કહ્યું – ‘હવે મને ઓળખી જઈશ…’

AMU કેમ્પસમાં શિક્ષકની ગોળી મારી હત્યા, પછી હત્યારાએ કહ્યું – ‘હવે મને ઓળખી જઈશ…’

5 months ago
બોરસદમાં પાલિકાનું ટ્રેક્ટર અટકાવીને 6 ગાય છોડાવી જતા 21 હજારનો દંડ | Fined Rs 21000 for stopping a …

બોરસદમાં પાલિકાનું ટ્રેક્ટર અટકાવીને 6 ગાય છોડાવી જતા 21 હજારનો દંડ | Fined Rs 21000 for stopping a …

6 months ago
ગેરકાયદે બાંધકામ ૮૨ હજાર , બાંધકામ નિયમિત કરાવવા આવેલ ૪૮ હજાર અરજી રદ | Illegal construction 82 thou…

ગેરકાયદે બાંધકામ ૮૨ હજાર , બાંધકામ નિયમિત કરાવવા આવેલ ૪૮ હજાર અરજી રદ | Illegal construction 82 thou…

6 months ago
VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…

VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News