![]()
અમદાવાદ-રાજકોટ હાઈવે પર અકસ્માત
અકસ્માતમાં ટ્રકનું પડીકંુ વળી જતાં કેબિનમાં ફસાયેલા ચાલકનો મૃતદેહ ભારે જહેમત બાદ બહાર કઢાયા
સુરેન્દ્રનગર – અમદાવાદ-રાજકોટ હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. લીંબડીના જનશાળી ગામ પાસે ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતાં એકનું મોત નિપજ્યું છે. અકસ્માતમાં ટ્રકનું પડીકંુ વળી જતાં કેબિનમાં ફસાયેલા ચાલકનો મૃતદેહ ભારે જહેમત બાદ બહાર કઢાયા હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતોની હારમાળા યથાવત છે. આજે વહેલી સવારે જનશાળી ગામના પાટિયા પાસે એક ટ્રક પાછળ અન્ય ટ્રક પૂરઝડપે ઘૂસી જતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે પાછળના ટ્રકનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો, જેમાં ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
આ અકસ્માતમાં ટ્રક ચાલકનું ઘટનાસ્થળે જ કરૃણ મોત નીપજ્યું હતું. મૃતદેહ કેબિનમાં કલાકો સુધી ફસાઈ જતાં તેને બહાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી હતી. સ્થાનિકો અને પોલીસે અંદાજે બે કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયો હતો. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે પૂર્વવત કરાવ્યો હતો.










