જામનગરમાં પોલીસે પૂર્વ બાતમીના આધારે ગુલાબ નગર વિસ્તારમાં વોચ ગોઠવીને એક શખ્સ ને ઝડપી પાડ્યો હતો અને તેના કબજા માંથી 1 કિલો 750 ગ્રામ ગાંજા નો જથ્થો કબજે કર્યો હતો.
આ ગાંજો તેણે અમદાવાદ ના એક શખ્સ પાસે થી મેળવ્યો હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. પોલીસે બંને સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. જી. રાજ અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ગાંજા અંગેની બાતમી મળી હતી જેના અનુસંધાને વોચ ગોઠવી ને ગુલાબ નગર ના સાંઢિયા પુલ નજીક વીજ કંપની ના સબ સ્ટેશન પાસે.થી હિરેન ગોપાલભાઈ નકુમ નામના 22 વર્ષ ના યુવાન ને ઝડપી પાડ્યો હતો. અને તેની પાસેના થેલાની તલાસી. લેતા તેમથી 1 કિલો 760 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે આરોપી ની ધરપકડ કરી તેની પાસે થી રૂ. 17050ની કિંમત નો ગાંજો રૂપિયા 5000ની કિંમત નો મોબાઇલ ફોન મળી કુલ રૂ.૨૨૦૫૦ ની કિંમત નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આરોપીની પૂછપરછ માં ગાંજાનો આ જથ્થો તેણે અમદાવાદના ચાંદખેડામાં રહેતા શુભ જોશી પાસે થી મેળવ્યો હોવા નું જણાવતાં પોલીસે નારકોટીકસ એક્ટ હેઠળ બંને સામે ગુનો નોંધ્યો છે. અને શુભ જોશી ની શોધખોળ હાથ ધરી છે.