
Vehicle to Vehicle Technology: દેશમાં વધી રહેલા માર્ગ અકસ્માતોને રોકવા માટે કેન્દ્ર સરકાર હવે એક અત્યાધુનિક ટેકનોલોજી લાવવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે જાહેરાત કરી કે સરકાર વાહન-થી-વાહન(V2V) સંચાર માટે વાયરલેસ ટેકનોલોજી લાવવા પર કામ કરી રહી છે, જે અકસ્માતોને રોકવામાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
શું છે આ વાયરલેસ ટેકનોલોજી અને કેવી રીતે કરશે કામ?
આ V2V(વ્હીકલ-ટુ-વ્હીકલ) સંચાર ટેકનોલોજીની મદદથી, રસ્તા પર ચાલતા વાહનો એકબીજા સાથે સીધો સંવાદ કરી શકશે. આનાથી ડ્રાઇવરને આસપાસના અન્ય વાહનોની ગતિ, સ્થિતિ, બ્રેક લગાવવાની માહિતી અને ખાસ કરીને અચાનક નજર ન આવતી જગ્યા(બ્લાઇન્ડ સ્પોટ) પર રહેલા વાહનો વિશે રીઅલ-ટાઇમ એલર્ટ મળશે.










