gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભારતના ટેક્સટાઈલ સેક્ટરમાં 50 લાખ લોકોની રોજગારી પર અસર | 50 lakhs people affected in textile sector…

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in GUJARAT
0 0
0
ભારતના ટેક્સટાઈલ સેક્ટરમાં 50 લાખ લોકોની રોજગારી પર અસર | 50 lakhs people affected in textile sector…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ભારત દર વર્ષે ૧૨ અબજ ડોલરના કપડાની નિકાસ દુનિયામાં કરે છે અને તેમાં અમેરિકામાં થતી નિકાસનો ફાળો લગભગ ૨૮ ટકા જેટલો છે.એમરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ઝીંકેલા ૫૦ ટકા ટેરિફની અસર ટેક્સટાઈલ સેકટર પર દેખાઈ રહી છે તેમ નેશનલ ટેક્સટાઈલ એસોસિએશનના પ્રમુખ આર કે વિજે એક વાતચીતમાં કહ્યું હતું.

એમ.એસ.યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીમાં ક્લોથિંગ એન્ડ ટેક્સટાઈલ વિભાગ દ્વારા યોજાયેલી બે દિવસની નેશનલ ટેક્સટાઈલ કોન્ફરન્સના ઉદઘાટન સત્રમાં હાજરી આપવા માટે આવેલા આર કે વિજે કહ્યું હતું કે, અમેરિકામાં મોટાભાગે ભારતમાંથી કોટન કપડાની નિકાસ થાય છે અને ૫૦ ટકા ટેરિફના કારણે આ નિકાસ અટકી જવાથી કોટન યાર્ન અને કપડા  બનાવતી સેંકડો કંપનીઓ બંધ થઈ ગઈ છે અથવા તો તેનું પ્રોડક્શન ઓછું થઈ ગયું છે.જેની અસર આ સેક્ટરમાં રોજગારી મેળવતા ૫૦ લાખ લોકો પર પડી છે.જોકે આ  સ્થિતિ ચાર થી પાંચ મહિના જ રહેશે.યુરોપ અને બ્રિટન સાથે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ થયા હોવાથી નજીકના ભવિષ્યમાં ભારતના કપડાને બીજા દેશોનું માર્કેટ ઉપલબ્ધ થશે.તેમણે આગળ કહ્યું હતું કે, ભારતમાં કૃષિ બાદ સૌથી વધારે રોજગારી ટેક્સટાઈલ સેકટર આપે છે.આ ક્ષેત્રમાં અંદાજીત ચાર કરોડ લોકો સીધી અને બીજા ૬ કરોડ જેટલા લોકો આડકતરી રોજગારી મેળવી રહ્યા છે. ટેક્સટાઈલ સેક્ટરને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે વિવિધ યોજનાઓ પણ શરુ કરી છે.

ભારતમાં માત્ર ૧૨ ટકા કપડાનું રિસાયકલિંંગ થાય છે

આર કે વિજે કહ્યું હતું કે, ભારતમાં નાખી દેવાતા કપડામાંથી માત્ર ૧૨ ટકા કપડાનું રિસાયકલ થાય છે.બાકીના કપડા કચરામાં જાય છે અને સરવાળે જમીનને બગાડે છે.તેમાં પણ પોલિએસ્ટર કાપડ તો બાયોડિગ્રેડેબલ પણ નથી અને તે જમીનની સાથે ભૂગર્ભજળને પણ બગાડે છે.અત્યારે ભારતમાં કપડા બનાવવા માટે ૫૦ ટકા કોટન અને ૫૦ ટકા પોલીએસ્ટરનો ઉપયોગ થાય છે.દેશની વસતી વધી રહી છે અને તેના કારણે ભવિષ્યમાં  ફાઈબરની જરુરિયાત કપડા બનાવવા માટે વધવાની છે ત્યારે કાપડનું રિસાયકિલંગ બહું જરુરી બની જાય છે.દેશમાં પોલિએસ્ટર કાપડનો પહેલો રિસાયકલિંગ પ્લાન્ટ નજીકના ભવિષ્યમાં ગુજરાતમાં સ્થપાશે.જેની ક્ષમતા પ્રતિ દિન ૧૦૦ ટન કાપડનું રિસાયકલિંગ કરવાની હશે.

ટેક્સટાઈલ સેક્ટરમાં પણ એઆઈનો ઉપયોગ

અન્ય ક્ષેત્રોની જેમ ટેક્સટાઈલ સેકટરમાં પણ એઆઈનો ઉપયોગ શરુ થઈ ગયો છે.એઆઈના કારણે હવે કપડા બનાવતી ઈન્ડસ્ટ્રીને ઓર્ડર મેળવવા માટે સેમ્પલ બનાવવામાં સમય બગાડવો પડતો નથી.પહેલા એક ડિઝાઈન એપ્રૂવ કરાવવા ૧૦ સેમ્પલ બનાવવા પડતા હતા.હવે એઆઈના કારણે ડિજિટલ સેમ્પલથી કામ ચાલી જાય છે.કપડા બનાવતા મશિનોમાં પણ એઆઈના કારણે માત્ર એક સ્વિચ દબાવીને પ્રોડકશન દરમિયાન ડિઝાઈન બદલી શકાય છે.

ટેક્સટાઈલ સેક્ટરને ૩૫૦ અબજ ડોલર સુધી પહોંચાડવાનું  લક્ષ્ય

ભારતના જીડીપીમાં વધારો કરવા ટેક્સટાઈલ સેક્ટરનો વિકાસ જરુરી છે.અત્યારે ભારતમાં ૧૬૦ અબજ ડોલરના કપડાનો અને કાપડનો ઘરઆંગણે વેપાર થાય છે.૩૮ અબજ ડોલરના કપડાની અને કાપડની ભારત નિકાસ કરે છે.સરકારે ૨૦૩૦-૩૧ સુધીમાં ટેક્સટાઈલ સેક્ટરનો વાર્ષિક વેપાર ૩૫૦ અબજ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે.જેના કારણે બીજા ૬ કરોડ જેટલા લોકોને સીધી અને આડકતરી રોજગારી મળશે.

મહિલાઓ માટે રોજગારીની તકો વધશે

ભારતમાં ૭૦ ટકા મહિલાઓ હાઉસવાઈફ છે ત્યારે ટેક્સટાઈલ સેકટરના વિકાસથી મહિલાઓ માટે રોજગારીની તકો વધશે.આ એક એવું ક્ષેત્ર છે જેમાં મહિલાઓને ઘરે બેઠા પણ કામ મળી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ, 40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે બનાવે છે ‘ઘીના કમળ’ | …
GUJARAT

સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ, 40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે બનાવે છે ‘ઘીના કમળ’ | …

February 13, 2026
અમદાવાદના વેજલપુરમાં ફાયરિંગ, ચાની કીટલી પર યુવક પર જીવલેણ હુમલો | Ahmedabad Vejalpur Firing: Youth …
GUJARAT

અમદાવાદના વેજલપુરમાં ફાયરિંગ, ચાની કીટલી પર યુવક પર જીવલેણ હુમલો | Ahmedabad Vejalpur Firing: Youth …

February 13, 2026
ઝુંડાલ-વૈષ્ણોદેવી રોડ પર નોંધણી કરાવ્યા વગરનું સ્પા પકડાયું : મહિલા સામે ગુનો | Unregistered spa cau…
GUJARAT

ઝુંડાલ-વૈષ્ણોદેવી રોડ પર નોંધણી કરાવ્યા વગરનું સ્પા પકડાયું : મહિલા સામે ગુનો | Unregistered spa cau…

February 13, 2026
Next Post
એસ.એમ.સી.ના દરોડા પછી દોડતી થયેલી જિલ્લા પોલીસે ૩૬ લાખનો દારૃ પકડયો | District police who were on th…

એસ.એમ.સી.ના દરોડા પછી દોડતી થયેલી જિલ્લા પોલીસે ૩૬ લાખનો દારૃ પકડયો | District police who were on th...

મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાના ૪૦૦ તળાવોમાં માછલીઓની ૪૨ પ્રજાતિઓ મળી | 42 species of fish found in pond…

મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાના ૪૦૦ તળાવોમાં માછલીઓની ૪૨ પ્રજાતિઓ મળી | 42 species of fish found in pond...

દારૃ પીને ડમ્પર લઇને પૂરઝડપે જતો નશેબાજ ડ્રાઇવર ઝડપાયો | Drunk driver caught speeding with dumper af…

દારૃ પીને ડમ્પર લઇને પૂરઝડપે જતો નશેબાજ ડ્રાઇવર ઝડપાયો | Drunk driver caught speeding with dumper af...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં SG હાઈવે પર ટ્રાફિક વચ્ચે AMTS બસ ભડભડ કરતી સળગી, મુસાફરોનો આબાદ બચાવ | AMTS Bus Catches …

અમદાવાદમાં SG હાઈવે પર ટ્રાફિક વચ્ચે AMTS બસ ભડભડ કરતી સળગી, મુસાફરોનો આબાદ બચાવ | AMTS Bus Catches …

4 weeks ago
ફોરેન ફંડોનું વેલ્યુબાઈંગ : સેન્સેક્સ 899 પોઈન્ટની છલાંગે 76348 | Foreign funds value buying: Sensex…

ફોરેન ફંડોનું વેલ્યુબાઈંગ : સેન્સેક્સ 899 પોઈન્ટની છલાંગે 76348 | Foreign funds value buying: Sensex…

11 months ago
હાઈકોર્ટમાં દાદ માંગનારા ૩૬ પીટીશનરોને હેપી સ્ટ્રીટ ફુડ પ્લાઝામાં જગ્યા ફળવાશે | Those seeking compe…

હાઈકોર્ટમાં દાદ માંગનારા ૩૬ પીટીશનરોને હેપી સ્ટ્રીટ ફુડ પ્લાઝામાં જગ્યા ફળવાશે | Those seeking compe…

10 months ago
રાજસ્થાનના જયપુરમાં બેફામ કાર હંકારતા ચાલકે 16 લોકોને કચડતાં અફરાતફરી, 1નું મોત | Jaipur Car Acciden…

રાજસ્થાનના જયપુરમાં બેફામ કાર હંકારતા ચાલકે 16 લોકોને કચડતાં અફરાતફરી, 1નું મોત | Jaipur Car Acciden…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News