
– દિલ્હીના લિકર કૌભાંડના રૂ. 45 કરોડ આઇ-પેક સુધી પહોંચ્યાનો આરોપ
– ઇડીની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી ટળી, કોર્ટરૂમમાં ટીએમસી સમર્થકો સહિતનાની ભારે ભીડથી જજ નારાજ
– મમતાએ ઇડીના અધિકારીઓ સામે એફઆઇઆર નોંધાવી, મુખ્યમંત્રી સામે સીબીઆઇ તપાસની ઇડીની માગ
કોલકાતા : પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય એજન્સી ઇડી અને મુખ્યમંત્રી મમતા બેનરજી બન્ને સામસામે આવી ગયા છે. મમતાના પક્ષ ટીએમસી માટે કામ કરતી કંપની આઇ-પેકની ઓફિસે ઇડી દરોડા પાડી રહી હતી તે સમયે જ મુખ્યમંત્રી મમતા ત્રાટક્યા હતા અને પાર્ટીના દસ્તાવેજો લઇને બહાર નીકળી ગયા હતા.










