gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આંબેડકર ઓપન યુનિવર્સિટીએ વિવિધ કોર્સની ફીમાં 3000થી 15 હજાર સુધીનો વધારો કર્યો | dr babasaheb ambedk…

G METRO NEWS by G METRO NEWS
January 12, 2026
in GUJARAT
0 0
0
આંબેડકર ઓપન યુનિવર્સિટીએ વિવિધ કોર્સની ફીમાં 3000થી 15 હજાર સુધીનો વધારો કર્યો | dr babasaheb ambedk…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dr. Babasaheb Ambedkar Open University New Fee Circular: ગુજરાતની એક માત્ર સરકારી ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ યુનિવર્સિટી એવી બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા યુજી અને પીજીના વિવિધ કોર્સમાં તેમજ જુદી જુદી સર્વિસ માટેની ફીમાં જંગી વધારો કરવામાં આવ્યો છે. અગાઉ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓની ફી અલગ અલગ હતી એટલે કે છોકરીઓની ફી છોકરાઓ કરતાં ઓછી હતી પરંતુ હવે બંને માટે એક સરખી ફી કરીને ફી વધારા સાથે નવી પાંચ હજાર રૂપિયા વાર્ષિક ફી કરવામાં આવી છે. જ્યારે બેચલર ઑફ એજ્યુકેશન(ઓપન એન્ડ ડિસ્ટન્સ)માં સંપૂર્ણ કોર્સની ફી 20 હજારથી વધારીને 35 હજાર અને બેચરલ ઑફ સ્પેશલ એજ્યુકેશનની ફી 30 હજારથી વધારીને 45 હજાર રૂપિયા કરવામાં આવી છે.

મફત શિક્ષણના સ્થાને ફીમાં જંગી વધારો કરાતા ભારે રોષ

આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં દર વર્ષે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ યુજી-પીજી અને પીએચડી સહિતના વિવિધ અભ્યાસક્રમોમાં એક્સટર્નલમાં અભ્યાસ કરતા હોય છે ત્યારે આંબેડકર યુનિવર્સિટીની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા તમામ કોર્સમાં નવી ફી નક્કી કરવામાં આવી છે. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે અને ફરિયાદ ઉઠાવવામાં આવી છે કે એક લાખથી વધુ વિદ્યાર્થીઓ પર 178 ટકા અને વિદ્યાર્થિનીઓ પર 317 ટકા જેટલો જંગી ફી વધારો કરવામાં આવ્યો છે. કોંગ્રેસ શાસનમાં પ્રાથમિકથી માંડી ઉચ્ચ શિક્ષણમાં પીએચડી સુધી કન્યા કેળવણી મફત હતી. પરંતુ ભાજપ શાસનમાં દીકરીઓ શિક્ષણથી વંચિત રહે તે રીતે જંગી ફી વધારો કરાયો છે. આ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોષીએ જણાવ્યું કે આંબેડકર યુનિ.દ્વારા 73થી વધુ અભ્યાસક્રમો સાથે 500 જેટલા સ્ટડી સેન્ટરો ચલાવવામાં આવે છે.

છોકરા-છોકરીઓ માટે અલગ ફીના બદલે હવે તમામ માટે ₹5000 સમાન ફી

યુનિ.ના સત્તાધીશો દ્વારા બીએમાં છોકરાઓ માટે 178  ટકા અને છોકરીઓ માટે 317 ટકા જેટલો જંગી ફી વધારો કરવામાં આવ્યો છે. બીએમાં અગાઉ છોકરાઓ માટે 1800 અને છોકરીઓ માટે 1200 વાર્ષિક ફી હતી જેમાં હવે સમાનપણે એક સરખી 5000 ફી કરવામાં આવી છે. એક બાજુ સગવડો અને સુવિધા તેમજ બ્યુટીફિકેશન માટે લાખો રૂપિયાનો આડેધડ ખર્ચ થાય છે ત્યારે બીજી બાજુ સામાન્ય-મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ માટે જંગી ફી વધારો કરવામાં આવ્યો છે. 

સ્ટડી મટીરિયલ, પ્રિન્ટિંગ અને ડિલિવરી ખર્ચમાં થયેલા વધારાને કારણે નિર્ણય

જ્યારે બીજી બાજુ આ અંગે યુનિવર્સિટીનું કહેવું છે કે 19 વર્ષથી કોઈ જ ફી વધારો કરાયો ન હતો. કારણકે વિદ્યાર્થીઓને સેલ્ફ લર્નિંગ મટીરિયલ પણ યુનિ. દ્વારા અપાય છે અને એટલું જ નહીં ઘરે પણ મોકલવામાં આવે છે જેથી કોર્સ તૈયાર કરાવવાથી માંડી પ્રિન્ટિંગ, ડિલિવરી, ટ્રાન્સપોર્ટેશન તેમજ સ્ટુડન્ટ કાઉન્સેલિંગ સુધીના અનેક ખર્ચમાં વધારો થયો છે અને જે સ્વભંડોળમાંથી કરાય છે. ઉપરાંત ઘણા કોર્સમાં કોઈ ફી વધારો કરાયો નથી. અગાઉની જ ફી રખાઈ છે.

આંબેડકર ઓપન યુનિવર્સિટીએ વિવિધ કોર્સની ફીમાં 3000થી 15 હજાર સુધીનો વધારો કર્યો 2 - image

આ પણ વાંચો : નડિયાદના પતંગ બજારમાં ઉત્તરાયણ પૂર્વેના અંતિમ રવિવારે ગ્રાહકોનો ધસારો

સરકાર તાયફાઓ ઓછા કરે તો વિદ્યાર્થી ઓછા ખર્ચે ભણે 

સરકારને ઓપન યુનિ.માં વિદ્યાર્થીઓ અને ખાસ કરીને છોકરીઓ વધુને વધુ ડિસ્ટન્સ લર્નિંગમાં ભણે અને ઉચ્ચ શિક્ષણમાં એનરોલમેન્ટ રેશિયો વધે તેમાં રસ ન હોવાની ફરિયાદ ઉઠી છે. સરકાર દ્વારા જો તાયફાઓ બંધ કરીને આંબેડકર યુનિ.ને વધુ ગ્રાન્ટ અપાય તો ફી ઘટાડી શકાય છે અને નજીવા ખર્ચે વિદ્યાર્થીઓને ખાસ કરીને છોકરીઓને એક્સટર્નલમાં અભ્યાસ કરાવી શકાય છે. યુનિ.ને વધુ ખર્ચ થતો હોય તો યુનિ.એ સરકાર પાસેથી વધુ ગ્રાન્ટ માંગવી જોઈએ અને સરકાર જો આપે તો ફી ઘટાડી શકાય.

નોકરી સાથે એક્સર્ટનલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ઘટશે

આંબેડકર ઓપન યુનિવર્સિટી રાજ્યની પ્રથમ સરકારી ઓપન યુનિ. છે અને જેમાં નોકરી સાથે હજારો વિદ્યાર્થીઓ દર વર્ષે યુજી-પીજીનો અભ્યાસ કરતા હોય છે. પરંતુ હવે ફી વધારો કરવામાં આવ્યો છે ત્યારે સામાન્ય અને ગરીબ ઘરના વિધાર્થીઓ નોકરી સાથે અભ્યાસ કરવાનું ટાળશે. જેથી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી શકે છે.

આંબેડકર ઓપન યુનિવર્સિટીએ વિવિધ કોર્સની ફીમાં 3000થી 15 હજાર સુધીનો વધારો કર્યો 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીસીએ ચૂંટણીમાં કાનૂની વિવાદ વચ્ચે એપેક્સ કાઉન્સિલ ની બેઠક મુલતવી | BCCI postpones Apex Council meet…
GUJARAT

બીસીએ ચૂંટણીમાં કાનૂની વિવાદ વચ્ચે એપેક્સ કાઉન્સિલ ની બેઠક મુલતવી | BCCI postpones Apex Council meet…

April 3, 2026
હનુમાન જયંતિએ નવાયાર્ડ વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ | Attempt to hurt religious sentime…
GUJARAT

હનુમાન જયંતિએ નવાયાર્ડ વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ | Attempt to hurt religious sentime…

April 3, 2026
અમદાવાદમાં ભારે પવન અને કરા પડવાની સાથે કમોસમી વરસાદ | Unseasonal rain with strong winds in Ahmedaba…
GUJARAT

અમદાવાદમાં ભારે પવન અને કરા પડવાની સાથે કમોસમી વરસાદ | Unseasonal rain with strong winds in Ahmedaba…

April 3, 2026
Next Post
સોના-ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો, ચાંદી એકઝાટકે ₹12,000થી વધુ ઉછળી, સોનું પણ ₹1.41 લાખને પાર | gold silv…

સોના-ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો, ચાંદી એકઝાટકે ₹12,000થી વધુ ઉછળી, સોનું પણ ₹1.41 લાખને પાર | gold silv...

‘હિન્દુ ધર્મ મહાન છે પણ એને હિન્દુત્વથી જ ખતરો..’ મણિશંકર અય્યરનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન | mani sh…

'હિન્દુ ધર્મ મહાન છે પણ એને હિન્દુત્વથી જ ખતરો..' મણિશંકર અય્યરનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન | mani sh...

પ્રેરણા ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વ પર પક્ષી બચાવ સંયુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું …

પ્રેરણા ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વ પર પક્ષી બચાવ સંયુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફિલ્મીઢબે રાત્રે ગાડીનો પીછો કરી પોલીસે દારૃનો જથ્થો ઝડપી પાડયો

ફિલ્મીઢબે રાત્રે ગાડીનો પીછો કરી પોલીસે દારૃનો જથ્થો ઝડપી પાડયો

6 months ago
ઝારખંડમાં ગંભીર અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ પલટી, પાંચના મોત, અનેકને ઈજા | Jharkhand Bus Accident: 5 D…

ઝારખંડમાં ગંભીર અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ પલટી, પાંચના મોત, અનેકને ઈજા | Jharkhand Bus Accident: 5 D…

3 months ago
કચ્છ: ગાંધીધામમાં ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે આધેડને જીવતો સળગાવ્યો, બે મહિલા સહિત ત્રણની ધરપકડ |…

કચ્છ: ગાંધીધામમાં ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે આધેડને જીવતો સળગાવ્યો, બે મહિલા સહિત ત્રણની ધરપકડ |…

2 months ago
છ વર્ષની બાળકીના પેટમાંથી વાળની ગાંઠ દૂર કરાઇ | Hairball removed from six year old girl’s stomach

છ વર્ષની બાળકીના પેટમાંથી વાળની ગાંઠ દૂર કરાઇ | Hairball removed from six year old girl’s stomach

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News