gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કાયદો જ ભ્રષ્ટાચારીનું રક્ષણ કરે છે : સુપ્રીમના ન્યાયાધીશ | Only the law protects the corrupt: Supre…

G METRO NEWS by G METRO NEWS
January 14, 2026
in INDIA
0 0
0
કાયદો જ ભ્રષ્ટાચારીનું રક્ષણ કરે છે : સુપ્રીમના ન્યાયાધીશ | Only the law protects the corrupt: Supre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભ્રષ્ટાચાર વિરોધી કાયદામાં ઉમેરાયેલી કલમ 17એ રદ કરવી જરૂરી : ન્યાયાધીશ નાગરત્ના

– ભ્રષ્ટાચારી સામે કાર્યવાહી કરતા પહેલા મંજૂરી લેવાની શું જરૂર છે? કલમ 17એ કાયદાના હેતુથી વિપરીત અને ગેરબંધારણીય : ન્યાયાધીશ નાગરત્ના

નવી દિલ્હી : ૧૯૮૮ના ભ્રષ્ટાચાર વિરોધી કાયદામાં કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮માં કલમ ૧૭એ ઉમેરવામાં આવી હતી, આ કલમ ભ્રષ્ટાચારી અધિકારીઓને બચાવવા માટેનું હથિયાર હોવાની ટિપ્પણી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી વી નાગરત્નાએ કરી હતી. જ્યારે સુપ્રીમના જ ન્યાયાધીશ કે વી વિશ્વનાથને કહ્યું હતું કે આ કલમ નિર્દોષ અધિકારીઓનું રક્ષણ કરવા માટે છે. અંતે સુપ્રીમ કોર્ટમાં આ કલમને લઇને ખંડિત ચુકાદો આપવામાં આવ્યો હતો.

એક એનજીઓએ સુપ્રીમમાં કોર્ટમાં અરજી કરીને ભ્રષ્ટાચાર વિરોધી કાયદામાં ૨૦૧૮માં ઉમેરવામાં આવેલી કલમ ૧૭એને રદ કરવાની માગ કરી હતી. જેની સુનાવણી ન્યાયાધીશ બી વી નાગરત્ના અને ન્યાયાધીશ કે વી વિશ્વનાથનની બેંચે કરી હતી. ન્યાયાધીશ નાગરત્નાએ કહ્યું હતું કે આ કલમ ૧૭એ ગેરબંધારણીય છે અને ભ્રષ્ટ અધિકારીઓને બચાવી રહી છે માટે તેને રદ કરી દેવી જોઇએ. આ કલમ ભ્રષ્ટાચારીને રક્ષણ આપી રહી છે. ભ્રષ્ટાચારી સામે કાર્યવાહી કરતા પહેલા મંજૂરી લેવાની જોઇ જ જરૂર નથી. આ કલમ ૧૭એ ભ્રષ્ટાચાર વિરોધી કાયદાના હેતુથી વિપરીત છે.  જ્યારે આ મામલાની સુનાવણી કરી રહેલી બેંચમાં સામેલ ન્યાયાધીશ વિશ્વનાથને કહ્યું હતું કે કલમ ૧૭એ બંધારણીય રીતે કાયદેસર છે, જે અંગે નિર્ણય લેવાનો અધિકાર લોકપાલ કે લોકાયુક્ત પાસે હોવો જોઇએ. 

અરજદારના વકીલ પ્રશાંત ભૂષણે એવી દલીલ કરી હતી કે કલમ ૧૭એ સરકારી અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની કાર્યવાહી કરતા પહેલા મંજૂરી લેવી ફરજિયાત બનાવી રહી છે, અગાઉ સુપ્રીમ કોર્ટ આ પ્રકારની જોગવાઇને ફગાવી ચુકી છે. નોંધનીય છે કે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા ૧૯૮૮માં કલમ ૧૭એ વર્ષ ૨૦૧૮માં ઉમેરવામાં આવી હતી. આ કલમ ઉમેરાવાને કારણે કોઇ પણ સરકારી અધિકારી સામે ભ્રષ્ટાચારની કાર્યવાહી કરતા પહેલા મંજૂરી લેવાની ફરજ પાડે છે જો આરોપો આ અધિકારીના સત્તાવાર નિર્ણયો કે ભલામણો સાથે જોડાયેલા હોય તો. જોકે ટ્રેપ ગોઠવવામાં આવી હોય તે સમયે કોઇ સરકારી અધિકારી લાંચ લેતા ઝડપાઇ જાય તો તેવી સ્થિતિમાં આ નિયમ લાગુ નથી પડતો અને આવા અધિકારી સામે કાર્યવાહી થઇ શકે છે. હાલ આ મામલે સુપ્રીમ કોર્ટની વર્તમાન બેંચ દ્વારા ખંડિત ચુકાદો આપવામાં આવ્યો છે તેથી હવે મામલો મુખ્ય ન્યાયાધીશની બેંચ સમક્ષ જઇ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘પીરિયડ્સના કારણે દીકરીઓનું ભણતર ન બગડવું જોઈએ’, સુપ્રીમ કોર્ટે રાજ્યોને આપી ડેડલાઈન | SC Mandates M…
INDIA

‘પીરિયડ્સના કારણે દીકરીઓનું ભણતર ન બગડવું જોઈએ’, સુપ્રીમ કોર્ટે રાજ્યોને આપી ડેડલાઈન | SC Mandates M…

May 26, 2026
આવ રે વરસાદ…! કેરલમમાં વહેલું આગમન, સેટેલાઇટમાં દેખાયો વાદળોનો ઘેરાવો, આ રાજ્યોમાં યલો એલર્ટ | ind…
INDIA

આવ રે વરસાદ…! કેરલમમાં વહેલું આગમન, સેટેલાઇટમાં દેખાયો વાદળોનો ઘેરાવો, આ રાજ્યોમાં યલો એલર્ટ | ind…

May 26, 2026
ધૂમાડે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ : રૂ.100ને પાર | Petrol diesel prices skyrocket: Crossing Rs 100
INDIA

ધૂમાડે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ : રૂ.100ને પાર | Petrol diesel prices skyrocket: Crossing Rs 100

May 26, 2026
Next Post
પારડી પાસે ત્રણ લુખ્ખાઓનો યુવાન પર હુમલો, હત્યાનો પ્રયાસ | Three goons attack young man near Pardi a…

પારડી પાસે ત્રણ લુખ્ખાઓનો યુવાન પર હુમલો, હત્યાનો પ્રયાસ | Three goons attack young man near Pardi a...

ડિસેમ્બરમાં રશિયા પાસેથી તેલ ખરીદીમાં ભારત ત્રીજા સ્થાને ઉતર્યું | India ranks third in oil purchase…

ડિસેમ્બરમાં રશિયા પાસેથી તેલ ખરીદીમાં ભારત ત્રીજા સ્થાને ઉતર્યું | India ranks third in oil purchase...

હવે 10 મિનિટમાં ઓનલાઈન ડિલિવરી નહીં મળે | Now online delivery will not be available in 10 minutes

હવે 10 મિનિટમાં ઓનલાઈન ડિલિવરી નહીં મળે | Now online delivery will not be available in 10 minutes

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આવકવેરાના રિટર્નની ભૂલ સુધારી લેવાની કાર્યવાહી હવે CPC બેન્ગલોર કરશે | New notification by CBDT

આવકવેરાના રિટર્નની ભૂલ સુધારી લેવાની કાર્યવાહી હવે CPC બેન્ગલોર કરશે | New notification by CBDT

7 months ago
અમદાવાદના નારોલમાં હેલ્મેટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 84 લાખનો મુદ્દામાલ ઝડપાયો | Helmet Co…

અમદાવાદના નારોલમાં હેલ્મેટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 84 લાખનો મુદ્દામાલ ઝડપાયો | Helmet Co…

4 months ago
1 નવેમ્બરથી ડાંગર, બાજરી, જુવાર, સહિતની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરાશે, રૂ. 300નું બોનસ પણ મળશે | msp…

1 નવેમ્બરથી ડાંગર, બાજરી, જુવાર, સહિતની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરાશે, રૂ. 300નું બોનસ પણ મળશે | msp…

8 months ago
જામજોધપુર ટાઉન અને તાલુકાના મેઘપર ગામમાં જુગારના બે દરોડા : છ મહિલા સહિત 13 ની અટકાયત | Two gambling…

જામજોધપુર ટાઉન અને તાલુકાના મેઘપર ગામમાં જુગારના બે દરોડા : છ મહિલા સહિત 13 ની અટકાયત | Two gambling…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News