gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શંભુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોને કેમ હટાવાયા? AAP સાંસદે આપ્યો જવાબ, કેન્દ્ર સરકાર પર કર્યો …

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in INDIA
0 0
0
શંભુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોને કેમ હટાવાયા? AAP સાંસદે આપ્યો જવાબ, કેન્દ્ર સરકાર પર કર્યો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shambhu Border News : પંજાબ પોલીસે શંભુ બોર્ડર પર એક વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂતોને હટાવવા માટે બળપ્રયોગ અને બુલડોઝરનો ઉપયોગ કરાતાં ભારે રાજકીય ઘમસાણ શરુ થઈ ગયું છે. આ મામલે એકતરફ કોંગ્રેસે રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો છે, તો બીજીતરફ આમ આદમી પાર્ટી ભાજપને બાનમાં લઈ રહી છે. આ સમગ્ર મામલા વચ્ચે પંજાબ સરકાર બેકફૂટ પર આવી જતાં, છેવટે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે સ્પષ્ટતા કરવી પડી છે.

વેપારીઓ-યુવાઓ પરેશાન થતાં ખેડૂતોને હટાવાયા :  AAP

શંભુ બોર્ડર પરથી ખેડૂતોને હટાવવા મુદ્દે આમ આદમી પાર્ટીએ કહ્યું કે, ‘બોર્ડર પર ખેડૂતો દ્વારા થઈ રહેલા વિરોધ-પ્રદર્શનને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે, જેના કારણે શંભુ અને ખનૌરી બોર્ડર બંધ છે. આંદોલન તેમજ બોર્ડર બંધ હોવાના કારણે અનેક વેપારીઓ, યુવાઓ પરેશાન થયા છે, તેથી સરકાર દ્વારા ખેડૂતોને હટાવવામાં આવ્યા છે.

બોર્ડર પર સ્થિતિ બગાડવા પાછળ કેન્દ્ર સરકાર જવાબદાર : સંજય સિંહ

AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે સમાચાર એજન્સી પીટીઆઇને કહ્યું કે, ‘તમામ સ્થિતિ બગાડવા પાછળ કેન્દ્ર સરકાર જવાબદાર છે. આખો દેશ જાણે છે કે, જ્યારે કેન્દ્ર સરકાર ત્રણ કાળો કાયદો લાવી હતી, ત્યારે અમે લોકોએ વિરોધ કર્યો હતો. એટલું જ નહીં મને તો ખેડૂતો મુદ્દે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયો હતો. મને ખેંચીને બહાર કાઢવામાં આવ્યો હતો. ખેડૂતોનો મુદ્દો MSP છે, જો કેન્દ્ર સરકાર ઇચ્છે તો એક કલાકની અંદર તેનો ઉકેલ લાવી શકે છે. આ મુદ્દાના કારણે ખેડૂતોએ અનેક મહિનાઓ સુધી રસ્તા રોકીને રાખ્યા હતા, તેમના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી, જે યોગ્ય બાબત નથી. અમે લોકોએ ખેડૂતોને સાથ આપ્યો. જ્યારે અરવિંદ કેજરીવાલે સ્ટેડિયમ માંગ્યું ધરપકડ કરવા માટે તો તેમણે ઇન્કાર કરી દીધો હતો.’

પંજાબ પોલીસે ગઈકાલે શંભુ બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા

ઉલ્લેખનીય છે કે, પંજાબ અને હરિયાણા વચ્ચે આવેલી શંભુ બોર્ડર પર એક વર્ષથી ખેડૂતો ધરણા પ્રદર્શન પર બેઠા હતા, જેમને પંજાબ પોલીસે ગઈકાલે (19 માર્ચ) હટાવી દીધા છે. પંજાબ પોલીસે ખેડૂત નેતા જગજીત ડલ્લેવાલ અને સરવનસિંહ પંધેરની અટકાયત કરી હતી. ખેડૂતો ખનૌરી અને શંભુ બોર્ડર પર માર્ચ કાઢવા પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે આશરે 200 ખેડૂતોની પણ અટકાયત કરાઈ હતી. હાલ ખેડૂતોને દિલ્હી જતાં અટકાવવા તેમજ ધરણા સ્થળેથી હટાવવા માટે બન્ને સરહદે ત્રણ હજાર પોલીસ જવાનોને તૈનાત કરાયા છે. 

આ પણ વાંચો : બેટિંગ એપ કેસમાં ફસાયા ‘બાહુબલી’ના ભલ્લાલ દેવ અને પ્રકાશ રાજ, 25 સેલિબ્રિટી સામે FIR

બોર્ડર પર પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ પણ થયું

ખનૌરી સરહદે માર્ચ કાઢવા જઈ રહેલા આશરે 200 ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ફરી ઘર્ષણ થતા સંગરુર અને પટિયાલા તેમજ ખનૌરી સરહદ આસપાસ ઇન્ટરનેટ સેવાને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. પંજાબના કેટલાક વિસ્તારોમાં પણ ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ રખાઇ છે. 

ખેડૂતો ફેબ્રુઆરી-2024થી કરી રહ્યા હતા આંદોલન

ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ટેકાના ભાવ માટે કાયદો ઘડવા સહિતની પડતર માગો સાથે પંજાબથી હજારો ખેડૂતો દિલ્હી કૂચ માટે નિકળ્યા હતા, જેમને હરિયાણાની પોલીસે શંભુ અને ખનૌરી સરહદે સિમેન્ટના બ્લોક અને ખિલા ધરબીને અટકાવી દીધા હતા. આ દરમિયાન ખેડૂતો પર ખૂબ આંસુ ગેસનો મારો ચલાવાયો હતો. જે બાદ ખેડૂતો ત્યાં જ ધરણા પર બેઠા છે. હવે આ ખેડૂતોને હટાવવામાં પંજાબ સરકાર પણ જોડાઈ છે. પંજાબ પોલીસે હાલ ખેડૂતોના તંબુને જેસીબીની મદદથી ઉખાડી નાખ્યા છે. જ્યારે અનેકની અટકાયત કરીને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે.

કોંગ્રેસે પંજાબ સરકાર પર કર્યો આક્ષેપ

આ સ્થિતિ વચ્ચે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સાંસદ ચરણજીતસિંહ ચન્નીએ કહ્યું હતું કે કાવતરાના ભાગરુપે ખેડૂતો પર હુમલા કરાઈ રહ્યા છે. ખેડૂતોએ નહીં પણ સરકારે રોડ બ્લોક કર્યા છે. ખેડૂતો દિલ્હી આવવા માગે છે, તેમને અટકાવવા પોલીસે રોડ બ્લોક કરી દીધા છે. 

આ પણ વાંચો : પાકિસ્તાની મહિલાના જાળમાં ફસાયો ભારતીય યુવક, ISROના ગગનયાન અને ડ્રોન ગુપ્ત માહિતી મોકલી દીધી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ કેવી રીતે થઈ? કલાકોથી રાહ જોઈ રહ્યા હતા હજારો લોકો | Vijay R…
INDIA

તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ કેવી રીતે થઈ? કલાકોથી રાહ જોઈ રહ્યા હતા હજારો લોકો | Vijay R…

September 27, 2025
લદાખ હિંસા મામલે કોંગ્રેસના બે કોર્પોરેટર તથા LBAના સભ્યનું કોર્ટ સમક્ષ સરન્ડર, પોલીસ કસ્ટડીમાં મોકલ…
INDIA

લદાખ હિંસા મામલે કોંગ્રેસના બે કોર્પોરેટર તથા LBAના સભ્યનું કોર્ટ સમક્ષ સરન્ડર, પોલીસ કસ્ટડીમાં મોકલ…

September 27, 2025
ભારતમાં આ રહસ્યમય સ્થળે પથ્થરમાં કંડારેલી ૯૯ લાખ ૯૯ હજાર ૯૯૯ મૂર્તિઓનું રહસ્ય | The mystery of 99 la…
INDIA

ભારતમાં આ રહસ્યમય સ્થળે પથ્થરમાં કંડારેલી ૯૯ લાખ ૯૯ હજાર ૯૯૯ મૂર્તિઓનું રહસ્ય | The mystery of 99 la…

September 27, 2025
Next Post
‘આંદોલન સમેટી લો, પ્રજાના પૈસા નાગરિકોની સુખાકારીમાં વપરાવા જોઈએ’, કરોડોના તાયફા કરતી સરકારની સૂફિયા…

'આંદોલન સમેટી લો, પ્રજાના પૈસા નાગરિકોની સુખાકારીમાં વપરાવા જોઈએ', કરોડોના તાયફા કરતી સરકારની સૂફિયા...

ચારધામ યાત્રા 2025 માટે આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ, જાણો નવા નિયમો | char dham yatra 2025 online re…

ચારધામ યાત્રા 2025 માટે આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ, જાણો નવા નિયમો | char dham yatra 2025 online re...

સાબરમતી ડબલ મર્ડર કેસ: 15 વર્ષથી ફરાર આરોપીઓને પકડવા પોલીસ બની દૂધવાળા-મજૂર | Ahmedabad Crime Branch…

સાબરમતી ડબલ મર્ડર કેસ: 15 વર્ષથી ફરાર આરોપીઓને પકડવા પોલીસ બની દૂધવાળા-મજૂર | Ahmedabad Crime Branch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાઇવે પર બાઇક સવાર દંપતીને ટેન્કરે ટક્કર મારતા પતિનું મોત | Husband died after tanker hits couple ri…

હાઇવે પર બાઇક સવાર દંપતીને ટેન્કરે ટક્કર મારતા પતિનું મોત | Husband died after tanker hits couple ri…

1 month ago
કુલગામમાં ઓપરેશન અમલમાં આતંકીઓ સામે લડતા બે જવાન શહીદ : 10થી વધુ ઘાયલ

કુલગામમાં ઓપરેશન અમલમાં આતંકીઓ સામે લડતા બે જવાન શહીદ : 10થી વધુ ઘાયલ

2 months ago
મહુવા ઉપર મેઘો ઓળઘોળ : 4 કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ | Clouds over Mahuva: Five and a half inches of…

મહુવા ઉપર મેઘો ઓળઘોળ : 4 કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ | Clouds over Mahuva: Five and a half inches of…

1 month ago
અમદાવાદના દરિયાપુરનું જિમખાના ફરી વિવાદમાં: જુગારીઓ પત્તા રમતા કેમેરામાં થયા કેદ | ahmedabad dariyap…

અમદાવાદના દરિયાપુરનું જિમખાના ફરી વિવાદમાં: જુગારીઓ પત્તા રમતા કેમેરામાં થયા કેદ | ahmedabad dariyap…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News