gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉત્તરાયણે નબીરાઓએ ધાબા પર દારૂની મહેફિલ માણી, વીડિયો પણ કર્યો અપલોડ, હવે થઈ ધરપકડ | Uttarayan 2026 a…

G METRO NEWS by G METRO NEWS
January 17, 2026
in GUJARAT
0 0
0
ઉત્તરાયણે નબીરાઓએ ધાબા પર દારૂની મહેફિલ માણી, વીડિયો પણ કર્યો અપલોડ, હવે થઈ ધરપકડ | Uttarayan 2026 a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Liquor Viral Video: ઉત્તરાયણ ખુશી અને આનંદનો તહેવાર છે પણ હાલ અમુક યુવાનો ઘરેથી મળતા છૂટ્ટાદોરનો ગેરલાભ ઉઠાવી છાકટા બને છે, નડિયાદમાં દારૂની બોટલ સાથે ધાબામાં ડાન્સ કરતાં યુવકના વીડિયો બાદ હવે અમદાવાદનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં ચાર થી પાંચ જેટલા યુવાનો હાથમાં દારૂની બોટલ સાથે ખુલ્લેઆમ ધાબા પર કાયદાના લીરેલીરા ઉડાવી રહ્યા છે. 

વેજલપુરનો વીડિયો વાઈરલ

અરે અહીંથી ન અટકતા જાતે જ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. જેમાં ચાર થી પાંચ યુવકો દારૂની બોટલ સાથે નાચી રહ્યા હતા. પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થતાં તાત્કાલિક ટીમો સક્રિય કરી હતી. જેમાં વીડિયો વેજલપુરનો હોવાનું સામે આવ્યું હતું. 

4 સામે ગુનો નોંધી કાર્યવાહી

વધુ તપાસ કરતાં આનંદનગર પોલીસ સ્ટેશનની હદનો હોવાનું ખૂલ્યું હતું જે પછી વીડિયો આધારે ચહેરાઓની ઓળખ કરી આનંદનગર પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી હતી.  જેમાં રવિ ઠાકોર, ગોવિંદ ઠાકોર, નિલેશ ઠાકોર, વિજય ઠાકોર, અજય ઠાકોર સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વીડિયો 15 જાન્યુઆરીએ ઉતારી વાઈરલ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

ધાબા પર હાથમાં દારૂની બોટલ લઈને ડાન્સ

બીજી તરફ નડિયાદમાં પણ આવો જ બનાવ બન્યો હતો. ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ચગાવવામાં વ્યસ્ત હતા. ત્યારે નડિયાદ શહેરના કપડવંજ રોડ પર આવેલા જલારામ નગર વિસ્તારમાં એક મકાનના ધાબા પર એક યુવક હાથમાં વિદેશી દારૂ જેવી દેખાતી બોટલ લઈને ફિલ્મી ગીતોના તાલે ઝૂમી રહ્યો હતો. આસપાસ મહિલાઓ અને બાળકોની હાજરી હોવા છતાં આ શખ્સ જાહેરમાં શાનભાન ભૂલીને બોટલનું પ્રદર્શન કરી રહ્યો હતો. કોઈ નાગરિકે આ દ્રશ્ય પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધું હતું અને સોશિયલ મીડિયા પર વહેતું કર્યું હતું. વીડિયો વાઈરલ થતાં જ સ્થાનિક રહીશોમાં રોષની લાગણી ફેલાઈ હતી.

આ પણ વાંચો: બુટલેગરની હિંમત તો જુઓ! ઘોઘંબાના ખેડપા ગામે દારૂ હેરાફેરી કરતા બુટલેગરે PSI પર બાઈક ચડાવી

ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલો કેવી રીતે યોજાઈ શકે તેવા સવાલો ઉભા થયા હતા. આ બાબત નડિયાદ રૂરલ પોલીસના ધ્યાને આવતા ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, વીડિયોમાં દેખાતો યુવક મંજીપુરા વિસ્તારના આદિત્યનગર ફાટક પાસે રહેતો હર્ષ સોલંકી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હર્ષ સોલંકીની અટકાયત કરી હતી. પોલીસ સ્ટેશન લાવીને તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી અને જાહેરમાં ગેરવર્તણૂક કરવા બદલ તેની પાસે માફી મંગાવવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
બુટલેગરની હિંમત તો જુઓ! ઘોઘંબાના ખેડપા ગામે દારૂ હેરાફેરી કરતા બુટલેગરે PSI પર બાઈક ચડાવી | PSI Inju…

બુટલેગરની હિંમત તો જુઓ! ઘોઘંબાના ખેડપા ગામે દારૂ હેરાફેરી કરતા બુટલેગરે PSI પર બાઈક ચડાવી | PSI Inju...

પૂર્વ કૃષિ મંત્રી અને બિલ્ડરને સોશિયલ મીડિયામાં બદનામ કરનારા જામનગરના વિશાલના સાગરિતની ધરપકડ | Four …

પૂર્વ કૃષિ મંત્રી અને બિલ્ડરને સોશિયલ મીડિયામાં બદનામ કરનારા જામનગરના વિશાલના સાગરિતની ધરપકડ | Four ...

દેલવાડા-જૂનાગઢ મીટરગેજ ટ્રેન બંધ નહીં કરાય, સ્થાનિકોના ઉગ્ર વિરોધ બાદ રેલવેનો નિર્ણય | Delwada Junag…

દેલવાડા-જૂનાગઢ મીટરગેજ ટ્રેન બંધ નહીં કરાય, સ્થાનિકોના ઉગ્ર વિરોધ બાદ રેલવેનો નિર્ણય | Delwada Junag...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ચરોતરમાં મીની વાવાઝોડું : ખેડા જિલ્લામાં કમોસમી વરસાદ | Mini storm in C…

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ચરોતરમાં મીની વાવાઝોડું : ખેડા જિલ્લામાં કમોસમી વરસાદ | Mini storm in C…

5 months ago
મહીસાગર: ‘પ્રેમ આંધળો હોય છે પણ આવો?’ પ્રેમિકાના દાગીના છોડાવવા સગા ભાઈએ બહેનના જ ઘરે ચોરી કરી! | Ma…

મહીસાગર: ‘પ્રેમ આંધળો હોય છે પણ આવો?’ પ્રેમિકાના દાગીના છોડાવવા સગા ભાઈએ બહેનના જ ઘરે ચોરી કરી! | Ma…

7 months ago
કચ્છમાં ‘કાશ્મીર’ જેવો માહોલ: 3.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર, વાહનો પર જામી બરફની ચાદ…

કચ્છમાં ‘કાશ્મીર’ જેવો માહોલ: 3.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર, વાહનો પર જામી બરફની ચાદ…

7 months ago
TMCમાં વધુ એક બળવાખોરી ! 70 કોર્પોરેટર ઝટકો આપવાની તૈયારીમાં, ઋતબ્રત સાથે કરી બેઠક | Another TMC Reb…

TMCમાં વધુ એક બળવાખોરી ! 70 કોર્પોરેટર ઝટકો આપવાની તૈયારીમાં, ઋતબ્રત સાથે કરી બેઠક | Another TMC Reb…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News