gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ ઃ સાતનાં મોત, ૧૦૦થી વધુ ટ્રેનો મોડી પડી | heavy dense fog in north india 7 …

G METRO NEWS by G METRO NEWS
January 19, 2026
in INDIA
0 0
0
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ ઃ સાતનાં મોત, ૧૦૦થી વધુ ટ્રેનો મોડી પડી | heavy dense fog in north india 7 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૮

દેશનાં ઉત્તરી ભાગોમાં ઠંડીનો પ્રકોપ જારી છે. કાશ્મીરમાં
લઘુતમ તાપમાન સતત ઘટી રહ્યું છે. પંજાબનાં અમૃતસરમાં લઘુતમ તાપમાન ઘટીને ૧.૭
ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરનાં સોનામાર્ગમાં માઇનસ ૮.૯
ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.

પોેલીસનાં જણાવ્યા અનુસાર હરિયાણાનાં નૂંહમાં
કુંડલી-માનેસર-પલવલ (કેએમપી) એક્સપ્રેસવે પર રવિવાર સવારે ગાઢ ધુમ્મસને કારણે
વાહનો એકબીજા સાથે ટકરાતા એક ટ્રક ડ્રાઇવર સહિત બે લોકોનાં દાઝી જવાથી મોત થયા
હતાં.

તેમણે જણાવ્યું હતું કે આ અકસ્માતને કારણે લાંબો ટ્રાફિક
જામ થયો હતો અને એક્સપ્રેસ વે ઉપર પણ ટ્રાફિકમાં અવરોધ ઉભો થયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશનાં બરેલી જિલ્લામાં
રવિવાર સવારે ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી-લખનઉ નેશનલ હાઇવે પર ઓછામાં ઓછા ૨૦ વાહનો
એકબીજા સાથે ટકરાયા હતાં.

ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી એક સપ્તાહ દરમિયાન ગાઢ ધુમ્મસ
અને ઠંડી જારી રહેશે. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ કે બરફવર્ષાની પણ સંભાવના છે.

ઉત્તર પ્રદેશમાં આ સિઝનનો સૌથી ગાઢ ધુમ્મસ જોવા મળ્યો હતો.
જેના કારણે કેટલાક જિલ્લાઓમાં માર્ગ અકસ્માત સર્જાયા હતાં. વિભિન્ન સ્થળોએ કુલ
૪૦થી વધારે વાહનોની ટક્કર થઇ હતી. જેમાં દોઢ વર્ષની બાળકી સહિત સાત લોકોનાં મોત
થયા હતાં. આ અકસ્માતમાં ૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતાં.

ધુમ્મસને કારણે દ્રશ્યતા શૂન્યની નજીક પહોંચી જતા હાઇવે અને
મુખ્ય માર્ગો પર વાહન ચાલકોએ નિયંત્રણ ગુમાવ્યું હતું. રાજ્યમાં ૧૦૦થી વધારે
ટ્રેનોે વિલંબથી ચાલી રહી છે. જેના કારણે યાત્રીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો
પડી રહ્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં ચિલ્લઇ કલાંનાં ૪૦ દિવસનો સમયગાળો ચાલી
રહ્યો છે. જેનો આજે ૨૮મો દિવસ હતો. શ્રીનગરનું લઘુતમ તાપમાન માઇનસ ચાર ડિગ્રી
નોંધવામાં આવ્યું હતું. શોપિયાંમાં માઇનસ ૫.૬ ડિગ્રી
, પહલગામમાં માઇનસ
૨.૬ ડિગ્રી
, ગુલમર્ગમાં
માઇનસ ૪.૨ ડિગ્રી અને સોનમર્ગમાં માઇનસ ૨.૯ ડિગ્રી તાપમાન રહ્યું હતું.

હિમાચલ પ્રદેશનાં લાહોલ સ્પીતિ અને ચંબા જિલ્લાઓમાં નવેસરથી
બરફવર્ષા અને પ્રવાસીઓ ફસાઇ ગયા હતાં. સ્પીતિનાં શિંકુલા દર્રા વિસ્તારમાં
પ્રવાસીઓનાં ૨૫ વાહન બરફમાં ફસાઇ ગયા હતાં. સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રે તરત જ
રેસ્ક્યુ  ઓપરેશન ચલાવી અને તમામને
સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતાં.

હવામાન વિભાગની ચેતવણી અનુસાર ઉત્તર ભારતનાં પર્વતીય
વિસ્તારોમાં આગામી સપ્તાહમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવનારા છે. જેના કારણે ૨૩
જાન્યુઆરી અને તેની આસપાસ કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને બરફ વર્ષા થશે.

આ ઉપરાંત ૨૨ થી ૨૪ જાન્યુઆરી દરમિયાન ઉત્તર પ્રદેશ સહિત
ઉત્તર ભારતનાં મેદાની વિસ્તારોમાં પણ વરસાદની એલર્ટ છે. આગામી બે થી ત્રણ દિવસ
ઉત્તર પશ્ચિમ ભારત
, બિહારમાં
ગાઢ ધુમ્મસ જોવા મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
નડિયાદમાં ગંજબજારમાં ભાડાપટ્ટાની મુદત પૂર્ણ છતાં પ્લોટ અને દુકાનોનો કબજો લેવામાં મનપાના ઠાગાઠૈયા | e…

નડિયાદમાં ગંજબજારમાં ભાડાપટ્ટાની મુદત પૂર્ણ છતાં પ્લોટ અને દુકાનોનો કબજો લેવામાં મનપાના ઠાગાઠૈયા | e...

દસાડાના સુરેલમાં ધારાસભ્ય પી.કે. પરમારનો ગ્રામજનોએ ઉઘડો લીધો | Villagers unmask MLA P K Parmar in Su…

દસાડાના સુરેલમાં ધારાસભ્ય પી.કે. પરમારનો ગ્રામજનોએ ઉઘડો લીધો | Villagers unmask MLA P K Parmar in Su...

સોલડી ટોલનાકા પાસેથી કતલખાને લઈ જવાતા બે પશુને બચાવ્યા | Two animals being taken to slaughterhouse r…

સોલડી ટોલનાકા પાસેથી કતલખાને લઈ જવાતા બે પશુને બચાવ્યા | Two animals being taken to slaughterhouse r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તારાપુર માર્કેટયાર્ડમાં બે દિવસ હરાજી બંધ | Auction closed for two days in Tarapur market yard

તારાપુર માર્કેટયાર્ડમાં બે દિવસ હરાજી બંધ | Auction closed for two days in Tarapur market yard

8 months ago
‘જેમણે બીજી પાર્ટી જોઈન કરી તેમની સદસ્યતા રદ થવી જોઈએ…’, TMCના બળવાખોર નેતાઓ પર અભિષેક બેનર્જીનું …

‘જેમણે બીજી પાર્ટી જોઈન કરી તેમની સદસ્યતા રદ થવી જોઈએ…’, TMCના બળવાખોર નેતાઓ પર અભિષેક બેનર્જીનું …

1 week ago
ગોલ્ડ, સિલ્વર ETF વેલ્યુએશન માટે સ્થાનિક ભાવને ધ્યાનમાં લેવા ફંડોને સેબીનો નિર્દેશ | SEBI directs fu…

ગોલ્ડ, સિલ્વર ETF વેલ્યુએશન માટે સ્થાનિક ભાવને ધ્યાનમાં લેવા ફંડોને સેબીનો નિર્દેશ | SEBI directs fu…

4 months ago
Explainer: AIના કારણે માંડ 5 ક્ષેત્રમાં નોકરીઓ સલામત રહેશે, 2027 સુધીમાં 99% રોજગારી ગાયબ થવાનો નિષ્…

Explainer: AIના કારણે માંડ 5 ક્ષેત્રમાં નોકરીઓ સલામત રહેશે, 2027 સુધીમાં 99% રોજગારી ગાયબ થવાનો નિષ્…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News