gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મુંબઈના મેયર પદ માટે મહાસંગ્રામ, ભાજપ સૌથી મોટી પાર્ટી હોવા છતાં ચાવી ‘કિંગમેકર’ શિંદેના હાથમાં | Mu…

G METRO NEWS by G METRO NEWS
January 19, 2026
in INDIA
0 0
0
મુંબઈના મેયર પદ માટે મહાસંગ્રામ, ભાજપ સૌથી મોટી પાર્ટી હોવા છતાં ચાવી ‘કિંગમેકર’ શિંદેના હાથમાં | Mu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mumbai Mayor Race: બૃહદ મુંબઈ મહા નગરપાલિકા (BMC) ના પરિણામો બાદ હવે મુંબઈના મેયર પદને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. કોઈ પણ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી નહીં હોવાથી હવે ગઠબંધન અને ‘રિસોર્ટ પોલિટિક્સ’ શરુ થઈ ગયું છે. આમ તો બૃહદ મુંબઈ મહા નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો છે, પરંતુ પોતાના દમ પર મેયર બનાવવા માટે જરૂરી જાદુઈ આંકડો (114) કોઈની પાસે નથી. આ જ કારણસર મેયર પદ કબજે કરવા માટે ભાજપે એકનાથ શિંદેની શિવસેનાના ટેકાની જરૂર છે. 

શિંદે સેનાની ‘ઓરિએન્ટેશન વર્કશોપ’ કે ‘સાવચેતી’ 

આ સ્થિતિમાં એકનાથ શિંદેએ તેમના જીતી ગયેલા તમામ 29 કોર્પોરેટરોને મુંબઈની એક હોટલમાં મોકલી દીધા છે. સત્તાવાર રીતે તેને ‘ઓરિએન્ટેશન વર્કશોપ’ (કામગીરી સમજવાની શિબિર) કહેવાય છે, પરંતુ રાજકીય વર્તુળોમાં તે કોર્પોરેટરોને તૂટતા બચાવવાનો પ્રયાસ છે. આમ મુંબઈના મેયર પદની વાત છે, ત્યાં સુધી એકનાથ શિંદે ‘કિંગમેકર’ની ભૂમિકામાં છે.

મુંબઈનું મેયર પદ હાંસલ કરવા સમજો બહુમતીનું ગણિત 

બૃહદ મુંબઈ મહા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ 89 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો છે. તો એકનાથ શિંદેની શિવસેનાએ 29 બેઠકો જીતી છે, જે ભાજપ માટે બહુમતી સાબિત કરવા માટે અત્યંત મહત્ત્વની છે. જો કે, BMCની કુલ 227 બેઠકો છે, એટલે મુંબઈનું મેયર પદ મેળવવા માટે 114 બેઠકોની જરૂર હોય છે, જ્યારે મહાયુતિ ગઠબંધન પાસે હાલ 118 બેઠકો છે.

આ પણ વાંચોઃ મુંબઈનો મેયર ‘મહાયુતિ’નો હશે, વિવાદની ચર્ચાઓ અને સસ્પેન્સ વચ્ચે એકનાથ શિંદેનું નિવેદન

મુંબઈના મેયર પદ માટેનું સસ્પેન્સ વધુ ઘેરાવાનું કારણ 

આ સ્થિતિમાં મુંબઈના મેયર પદનું ગણિત લોટરી સિસ્ટમ અને અનામત (OBC કે મહિલા) પર પણ નિર્ભર છે, જેના કારણે આ સસ્પેન્સ વધુ ઘેરાયું છે. બીજી તરફ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, કોંગ્રેસ અને શરદ પવારની NCP (SP) પણ મુંબઈનું મેયર પદ હાંસલ કરવા સંયુક્ત રીતે સક્રિય છે. તેમની પાસે કુલ 100થી વધુ કોર્પોરેટરો છે, જે સત્તાધારી પક્ષોના આંકડાથી માત્ર 8 મત જ દૂર છે. તેથી થોડી પણ ઉથલપાથલ થાય તો વિપક્ષ પોતાનો મેયર બેસાડવામાં સફળ થઈ શકે છે. 

ઉદ્ધવની રાજકીય આશા અને સંજય રાઉતનો સંકેત 

આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કાર્યકર્તાઓને સંબોધતી વખતે સંકેત આપ્યો હતો કે, જો સંજોગો સાથ આપશે તો મુંબઈમાં શિવસેના(UBT)નો મેયર બની શકે છે. જે લોકો પક્ષ પલટો કરીને ગયા છે, તેઓ ફરી પાછા પણ આવી શકે છે. આ દરમિયાન ઉદ્ધવ જૂથના અગ્રણી નેતા સંજય રાઉતે પણ કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ખેલ થઈ શકે છે. શિંદે જૂથના ઘણા કોર્પોરેટરો અને ખુદ શિંદે પણ મુંબઈમાં ભાજપનો મેયર બને તેવું નથી ઇચ્છતા.

મુંબઈના મેયર પદની ખુરશીનું રાજકીય મહત્ત્વ 

BMCનું બજેટ ઘણાં નાના રાજ્યોના બજેટ કરતા પણ મોટું હોય છે. મુંબઈ પર કબજો જમાવવો એ મહારાષ્ટ્રની સત્તાના શિખરે રહેવા સમાન છે. ભાજપ દાયકાઓ પછી શિવસેનાના ગઢમાં ભગવો લહેરાવવા માંગે છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મથી રહ્યા છે.

નોંધનીય છે કે, મુંબઈના મેયરની ખુરશી હાંસલ કરવા ભાજપ, શિંદે જૂથ અને ઉદ્ધવ જૂથ વચ્ચે સખત હરીફાઈ છે. હાલ તમામ પક્ષો પોતપોતાના કોર્પોરેટરોને સાચવવામાં અને સામેના પક્ષમાં ગાબડું પાડવાની વ્યૂહ રચનામાં વ્યસ્ત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…
INDIA

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…

May 12, 2026
ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા | india weather imd mons…
INDIA

ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા | india weather imd mons…

May 12, 2026
હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…
INDIA

હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…

May 12, 2026
Next Post
લદાખમાં 5.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, કાશ્મીરથી લઈને તાજિકિસ્તાન સુધી ધરા ધ્રૂજી | Ladakh Earthqu…

લદાખમાં 5.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, કાશ્મીરથી લઈને તાજિકિસ્તાન સુધી ધરા ધ્રૂજી | Ladakh Earthqu...

અમદાવાદ ખાતે ખેડવાબાજ બ્રહ્મ સમાજનું સ્નેહ સંમેલન યોજાયું

અમદાવાદ ખાતે ખેડવાબાજ બ્રહ્મ સમાજનું સ્નેહ સંમેલન યોજાયું

રખડતાં ઢોરના માલિક શોધવા અમદાવાદમાં તંત્રનો ‘સ્માર્ટ’ પ્લાન! AI અને CCTVથી ગાયનું નાક સ્કેન કરાશે | …

રખડતાં ઢોરના માલિક શોધવા અમદાવાદમાં તંત્રનો 'સ્માર્ટ' પ્લાન! AI અને CCTVથી ગાયનું નાક સ્કેન કરાશે | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના ઘી કાંટામાં નવતાડની પોળમાં મકાન ધરાશાયી થતાં 3 લોકો દટાયા, વૃદ્ધ મહિલાનું મોત | Ahmedabad:…

અમદાવાદના ઘી કાંટામાં નવતાડની પોળમાં મકાન ધરાશાયી થતાં 3 લોકો દટાયા, વૃદ્ધ મહિલાનું મોત | Ahmedabad:…

3 months ago
પહેલગામ હુમલાને લીધે જ.કા.ના રૂ. 12,000 કરોડના પ્રવાસન ઉદ્યોગને ફટકો : અઢી લાખની રોજી છીનવાશે | Paha…

પહેલગામ હુમલાને લીધે જ.કા.ના રૂ. 12,000 કરોડના પ્રવાસન ઉદ્યોગને ફટકો : અઢી લાખની રોજી છીનવાશે | Paha…

1 year ago
યુકેની 9 યુનિવર્સિટી ભારતમાં ખોલશે કેમ્પસ, ઐતિહાસિક ટ્રેડ ડીલ બાદ સ્ટાર્મરની પ્રથમ ભારત યાત્રા | 9 u…

યુકેની 9 યુનિવર્સિટી ભારતમાં ખોલશે કેમ્પસ, ઐતિહાસિક ટ્રેડ ડીલ બાદ સ્ટાર્મરની પ્રથમ ભારત યાત્રા | 9 u…

7 months ago
રસ્તા વચ્ચે બેઠેલી ગાય સાથે અથડાતા બાઇક સવારનું મોત | Bike rider dies after colliding with cow sitti…

રસ્તા વચ્ચે બેઠેલી ગાય સાથે અથડાતા બાઇક સવારનું મોત | Bike rider dies after colliding with cow sitti…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News